જાન્યુઆરી 2023
જોશની સેવાની શરતો
જોશમાં આપનું સ્વાગત છે, જેની સેવાઓ 11મો માળ, વિંગ E, હેલિયોસ બિઝનેસ પાર્ક, આઉટર રિંગ રોડ, કડ્ડુબીસનહાલી, બેંગ્લુરુ - 560103, કર્ણાટક, ભારત ખાતે પોતાનું વ્યાવસાયિક સરનામું ધરાવતી Ver Se ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ (‘જોશ’, ‘VerSe’, ‘અમે’, ‘અમારા’ કે ‘આપણા’) દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. જોશ એ સેવાઓ પૂરી પાડવા અને તેને પ્રમોટ કરવા માટેની અમારી બ્રાન્ડ છે. તમારે તેની મોબાઇલ એપ્લિકેશન કે ડેસ્કટૉપ આવૃત્તિ કે પછી ભવિષ્યમાં કોઇપણ મૉડ કે માધ્યમ પર ઉપલબ્ધ થનારી અન્ય કોઈ આવૃત્તિ (સંયુક્તપણે ‘સેવાઓ’ અથવા ‘પ્લેટફૉર્મ’)ને ડાઉનલૉડ, ઇન્સ્ટોલ કરતાં પહેલાં કે ઉપયોગમાં લેતાં પહેલાં આ નિયમો અને શરતોને કાળજીપૂર્વક વાંચી અને સમજી લેવા જોઇએ. આ નિયમો અને શરતોના હેતુ માટે જ્યાં પણ VerSeનો સંદર્ભ આવતો હોય ત્યાં-ત્યાં તેમાં તેની સહાયક કંપનીઓ, આનુષંગિકો, પેરેન્ટ કંપની અને અને સિસ્ટર કન્સર્ન્સનો સમાવેશ થશે. આ સેવાની શરતો, ગુપ્તતા સંબંધિત નીતિ તેમજ સામુદાયિક માર્ગદર્શિકા અને લાગુ થતાં અન્ય તમામ કાયદા અને વિનિયમો (સંયુક્તપણે ‘કાનૂની શરતો’ અથવા ‘શરતો’) આ પ્લેટફૉર્મના તમારા ઍક્સેસનું સંચાલન કરે છે, ભલે પછી તમે નોંધણી પામેલા યુઝર હો કે મુલાકાતી હો (જેનો અર્થ એ થયો કે, તમે નોંધણી કર્યા વગર મોબાઇલ કે કમ્પ્યૂટર જેવા અન્ય કોઈ ડીવાઇઝ મારફતે કોઇપણ મર્યાદા વગર આ પ્લેટફૉર્મને બ્રાઉઝ કરી શકો છો).
તમે જે આ કરારની શરતો (‘શરતો’)ને વાંચી રહ્યાં છો, તેને વર્ષ 2000ના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની જોગવાઇઓ તથા તેની સાથે વંચાતા તેના સંબંધિત નિયમો, જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (રીઝનેબલ સિક્યુરિટી પ્રેક્ટિસિસ એન્ડ પ્રોસિજર્સ એન્ડ સેન્સિટિવ પર્સનલ ડેટા ઑર ઇન્ફોર્મેશન) રુલ્સ, 2011 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કૉડ) રુલ્સ, 2021 અને તેમાં સમયાંતરે થયેલા સુધારા (જો કોઈ હોય તો)નો સમાવેશ થાય છે, તેને અનુસાર પ્રકાશિત કરવામાં આવી છે, જે અહીં તમારી અને અમારી વચ્ચેના સંબંધનું સંચાલન કરે છે તથા તમારી અને અમારી વચ્ચેના કરાર તરીકે કામ કરે છે તથા જેને શરતોમાં દર્શાવવામાં આવેલ છે, જેના દ્વારા તમે આ પ્લેટફૉર્મ અને અમારી સંબંધિત વેબસાઇટો, સેવાઓ, એપ્લિકેશનો, ઉત્પાદનો અને વિષયવસ્તુ (સંયુક્તપણે ‘સેવાઓ’)ને ઍક્સેસ કરી શકો છો અને ઉપયોગમાં લઈ શકો છો.
વિષયવસ્તુને જોવા માટે તમે આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરી કે ઍક્સેસ કરી કે ડાઉનલૉડ કરી તમે આ શરતો સાથે બાધ્ય થવા માટે સંમત થાઓ છો.
1. જનરલ
2. વ્યાખ્યાઓ
3. શરતોનું સ્વીકરણ અને પાત્રતા
3.1 શરતોનું સ્વીકરણ
3.2 પાત્રતા
4. તમારું એકાઉન્ટ, યુઝર અંગેની માહિતી અને પેઇડ સબસ્ક્રિપ્શનના યુઝર ચાર્જિસ
4.1 તમારું એકાઉન્ટ અને યુઝર અંગેની માહિતીઃ તમે એ વાતને સમજો છો કે, લૉગઇનની આવશ્યક પ્રક્રિયાને પૂરી કર્યા પછી જ તમે આ પ્લેટફૉર્મ પર વિષયવસ્તુનું સર્જન કરી શકશો તથા તમને ફક્ત આ પ્લેટફૉર્મ ડાઉનલૉડ કરવાથી જ એડિટિંગના ટૂલ્સનું ઍક્સેસ પ્રાપ્ત થશે નહીં. તમે એ વાતે સંમત થાઓ છો કે, આ પ્લેટફૉર્મ પર એકાઉન્ટ બનાવવા માટે તમારા દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી કાયદેસર, માન્ય, સચોટ, તાજેતરની અને ફક્ત તમારી પોતાની છે અને VerSe દ્વારા તેની અધિકૃતતાની ચકાસણી કરી શકાય છે. તમે તમારી વિગતો અને તમારા દ્વારા અમને પૂરી પાડવામાં આવેલી અન્ય કોઈ માહિતીને યોગ્ય રીતે જાળવી રાખો અને તેને ત્વરિત અપડેટ કરતાં રહો તે ખૂબ જ મહત્વનું છે, જેથી કરીને આ પ્રકારની માહિતીને અદ્યતન અને સંપૂર્ણ રાખી શકાય.
તમે એ વાતે પણ સંમત થાઓ છો કે, તમારા એકાઉન્ટ હેઠળ થતી તમામ પ્રવૃત્તિઓ માટે ફક્તને ફક્ત તમે પોતે જવાબદાર છો. કૃપા કરીને તમારા એકાઉન્ટના પાસવર્ડને ગુપ્ત રાખો અને આ પ્રકારના એકાઉન્ટનો ઉપયોગ ફક્ત અંગત હેતુઓ માટે જ કરો.
જો તમે આ શરતોની કોઇપણ જોગવાઈનું પાલન કરવામાં નિષ્ફળ જાઓ છો અથવા તો અમને અમારી સંપૂર્ણ મુનસફી મુજબ એમ લાગે કે, તમારા એકાઉન્ટ પર થતી કોઈ પ્રવૃત્તિ અમારી સેવાઓને નુકસાન પહોંચાડશે કે પહોંચાડી શકશે કે ખરાબ કરશે કે કરી શકશે અથવા કોઈ થર્ડ પાર્ટીના અધિકારોનું ઉલ્લંઘન કરશે કે કરી શકશે અથવા કોઇપણ લાગુ કાયદા કે વિનિયમોનું ઉલ્લંઘન કરશે કે કરી શકશે તો, અમે કોઇપણ સમયે તમારા યુઝર એકાઉન્ટને બંધ કરી દેવાનો અને તમારા દ્વારા અપલૉડ કરવામાં આવેલ કે શૅર કરવામાં આવેલ કોઇપણ વિષયવસ્તુને દૂર કરવાનો કે નિષ્ક્રિય કરવાનો અધિકાર ધરાવીએ છીએ. આ સંબંધે અપીલ કરવા માટે તમારા સાચા, સ્પષ્ટ અને માન્ય કારણની સાથે grievance.officer@myjosh.in પર અમારો સંપર્ક કરો.
4.2 પેઇડ સબસ્ક્રિપ્શનઃ યુઝર આ નિયમો અને શરતો અને અન્ય કોઈ નિયમો અને શરતોને સ્વીકારે છે, તેના પર આધાર રાખી અમે સબસ્ક્રિપ્શનની વૈકલ્પિક સેવાઓ પૂરી પાડી શકીએ છીએ. યુઝરની સ્વીકૃતિ પર અમે યુઝર દ્વારા પસંદ કરવામાં આવેલી ચોક્કસ વૈકલ્પિક સેવાના આધારે સબસ્ક્રિપ્શનનો ચાર્જ અને/અથવા સભ્યપદની ફી વસૂલવાનો અધિકાર ધરાવીએ છીએ. જ્યારે તમે આ સબસ્ક્રિપ્શન ખરીદો છો ત્યારે તમારે અમને પેમેન્ટ ગેટવે પ્રોવાઇડર / પેમેન્ટ સિસ્ટમ પ્રોસેસર દ્વારા આવશ્યક બનાવવામાં આવેલી ચૂકવણીની અને અન્ય વિગતોને સંપૂર્ણ અને સચોટ રીતે પૂરી પાડવાની રહેશે. ચૂકવણીની વિગતોને સોંપીને તમે વચન આપો છો કે, તમે આ ચૂકવણીની વિગતોનો ઉપયોગ કરીને સબસ્ક્રિપ્શન ખરીદવા માટે હકદાર છો. જો અમને ચૂકવણીની અધિકૃતતા પ્રાપ્ત ન થાય કે પછી આ પ્રકારની અધિકૃતતા પાછળથી રદ થાય છે, તો અમે આ પ્લેટફૉર્મ પર તમારી સબસ્ક્રિપ્શન આધારિત સેવાના તમારા ઍક્સેસને તાત્કાલિક બંધ કરી શકીએ છીએ અથવા સ્થગિત કરી શકીએ છીએ. અમે યુઝરની સબસ્ક્રિપ્શન આધારિત સેવાઓ અને જોશ જેમ્સ રીવૉર્ડ્સ પ્રોગ્રામ માટે યુઝરો તરફથી પ્રાપ્ત થતી ચૂકવણી મેળવવા થર્ડ પાર્ટી પેમેન્ટ ગેટવેનો અને પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડરોની સેવાનો ઉપયોગ કરીએ છીએ.
5. જોશ જેમ્સ અને રીવૉર્ડ્સ
યુઝરો આ પ્રોગ્રામનો લાભ ઉઠાવી શકે તે માટે જોશ (‘પ્લેટફૉર્મ’) દ્વારા જોશ રીવૉર્ડ પ્રોગ્રામ (‘પ્રોગ્રામ’) પૂરો પાડવામાં આવે છે. આ પ્રોગ્રામ રજિસ્ટર થયેલા અને આ શરતોની કલમ 3માં ઉલ્લેખિત પ્લેટફૉર્મની શરતો અનુસાર પાત્ર ઠરેલા આ સેવાઓના યુઝરો માટે ખુલ્લો છે. 18 વર્ષથી નાની વયના યુઝરો પાસે આ પ્રોગ્રામનો ઉપયોગ કરવા માટે તેમના માતા-પિતા કે કાયદેસરના વાલીની મંજૂરી હોવી જરૂરી છે.
જોશના પ્લેટફૉર્મનો નિયમિત અને નિરંતર ઉપયોગ કરવા બદલ જોશ તેના યુઝરોને વિવિધ સ્વરૂપે લૉયલ્ટી પોઇન્ટ્સ આપે છે. આ લૉયલ્ટી પોઇન્ટ્સ જોશ પ્લેટફૉર્મ પર વિવિધ કામગીરીઓ / પ્રવૃત્તિઓ કરવા બદલ આપવામાં આવે છે. જે કોઇપણ યુઝર તેની/તેણીની પ્રોફાઇલ પૂરી કરે છે, વિષયવસ્તુને લાઇક કરે છે, મિત્રને રીફર કરે છે અને જોશ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યાં મુજબ પ્લેટફૉર્મ પર સમય વિતાવે છે, તેમને લૉયલ્ટી પોઇન્ટ્સ (‘જોશ જેમ્સ’) પ્રાપ્ત થાય છે. યુઝરોને પ્લેટફૉર્મ પર કરવામાં આવતી દરેક પ્રવૃત્તિ બદલ જોશ જેમ્સ ઇશ્યૂ કરવામાં આવે છે. આ જોશ જેમ્સનું મૂલ્ય આ પ્રોગ્રામની નીતિઓ મુજબ વિવિધ રીતે રૂપરેખાંકિત થઈ શકે તેવા અને ગતિશીલ પરિબળો પર આધારિત છે. આ પ્લેટફૉર્મનો નિયમિતપણે ઉપયોગ કરવા પર જ જોશ જેમ્સ આપવામાં આવે છે અને જોશ જેમ્સને ફક્ત જોશ પ્લેટફૉર્મ પરથી જ ખરીદી શકાય છે અને તમામ ચૂકવણીઓ પર પ્રક્રિયા લાગુ થતાં કાયદા અનુસાર થર્ડ પાર્ટી પેમેન્ટ એગ્રીગેટર દ્વારા હાથ ધરવામાં આવશે.
જોશ તેની સંપૂર્ણ મુનસફી મુજબ, યુઝરની પ્રવૃત્તિના પ્રમાણમાં પ્રાપ્ત કરવામાં આવેલા આ પ્રકારના પોઇન્ટ્સની સંખ્યા સહિત આ પ્રકારના કોઈ એક કે કોઇપણ પ્રકારના જોશ જેમ્સને સંચિત કરવાના મૉડને બદલવાનો અધિકાર ધરાવે છે. આથી વિશેષ, જોશ ઑફરની જરૂરિયાતોને પૂરી નહીં કરવા બદલ કે ઑફરનો દુરુપયોગ કરવા કે છેતરપિંડીભર્યું કે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન/પ્રવૃત્તિ કરવા સહિત પરંતુ તેના સુધી મર્યાદિત ન રહી અન્ય કોઈ કારણોસર અથવા તો કોઇપણ કાયદેસરની જરૂરિયાત કે લાગુ થતાં નિયમો અને વિનિયમો હેઠળ યુઝરને કોઇપણ પોઇન્ટ્સ મેળવવામાંથી ગેરલાયક ઠેરવવાનો અધિકાર ધરાવે છે. આ ઉપરાંત, જોશ તેની સંપૂર્ણ મુનસફી મુજબ, કોઇપણ સમયે પોઇન્ટ્સ પૂરા પાડવાનું બંધ કરવાનો કે તેને બદલવાનો કે પોઇન્ટ્સના નવા સ્વરૂપને ઇશ્યૂ કરવાનો પણ અધિકાર ધરાવે છે. આ ઉપરાંત, જોશ તેની મુનસફી મુજબ જોશ જેમ્સની સમયમર્યાદા સમાપ્ત થવાનો સમયગાળો પણ નિર્ધારિત કરી શકે છે.
જોશ જેમ્સ
જોશ જેમ્સ કોણ મેળવી શકે છે અને ખરીદી શકે છે?
આ પ્રોગ્રામનો લાભ કોણ ઉઠાવી શકે છે?
અમે અમારા પ્લેટફૉર્મ પર સમયાંતરે અહીં નીચે જણાવેલા ઉત્પાદનો અને પ્રોત્સાહનોને ઉપલબ્ધ કરાવી શકીએ છીએ.
જેમ્સ કમાવા અને ખરીદવા
તમે જેમ્સનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો
કૂપન્સ
કૂપન્સ કોણ ખરીદી શકે છે?
કૂપન્સ ખરીદવી
જેમ્સને ઉપાડવા
6. જોશ પર સર્જકને ટિપ આપો
જો તમે જોશ પર કોઈ સર્જકના વિષયવસ્તુને માણી રહ્યાં હો તો તમે તેમની પ્રોફાઇલ પર નાણાકીય ટિપ (બક્ષિસ) મોકલી શકો છો. આ સર્જકને બક્ષિસની 100% રકમ (અમારા પેમેન્ટ પ્રોવાઇડરની ફી લાગુ થઈ શકે છે) પ્રાપ્ત થશે. જોશને તમારી બક્ષિસની રકમમાંથી કશું જ પ્રાપ્ત થશે નહીં.
6.1 જોશ પર કોણ ટિપ (બક્ષિસ) આપી શકે છે
જોશ પર ટિપ આપવા માટે
ટિપ પર પ્રતિબંધો
તમે કેટલી અને કેટલી વખત ટિપ આપી શકો તેની પર કેટલીક મર્યાદાઓ છે.
અમારી ટિપને લગતી સેવાની શરતોમાં ટિપ પરના પ્રતિબંધો અંગે વધુ જાણકારી મેળવો.
જોશ પર ટિપ કેવી રીતે આપવી
તમે જો પહેલા ચૂકવણીની પદ્ધતિ સેટ કરી ન હોય તો, તમને તમારા જોશ એકાઉન્ટમાં પેમેન્ટ કાર્ડને ઉમેરવાનું પૂછવામાં આવશે.
6.2 જોશ પર ટિપ પ્રાપ્ત કરવી
જોશ પર એક સર્જક તરીકે તમારા દર્શકો તમારી જોશ પ્રોફાઇલ મારફતે સીધી તમને ટિપ (બક્ષિસ) મોકલી શકે છે. તમને ચૂકવણી પ્રાપ્ત થાય તે માટે અમે થર્ડ-પાર્ટી પેમેન્ટ પ્રોવાઇડર સાથે સહભાગીદારી કરી છે.
નોંધઃ તમારી પાસે ટિપની 100% રકમ રહેશે (પેમેન્ટ પાર્ટનરની પ્રોસેસિંગ ફી કાપી લીધા પછી).
6.2.1 જોશ પર કોણ ટિપ મેળવી શકે છે
જોશ પર ટિપ મેળવવા માટે પાત્ર બનવા જો તમે અહીં નીચે જણાવેલી જરૂરિયાતોને પૂરી કરો છો તો તમે તેના માટે અરજી કરી શકો છોઃ
6.2.2 જોશ પર ટિપ મેળવવા માટે અરજી કેવી રીતે કરવી
ટિપ પ્રાપ્ત કરવા અરજી કરવા માટેઃ
7. અમારી માલિકી અને અધિકારો
7.1 આથી તમે અહીં સંમત થાઓ છો, બાંયધરી આપો છો અને પુષ્ટી કરો છો કે, આ પ્લેટફૉર્મમાં તમામ અધિકારો, માલિકીહક અને હિતસંબંધ VerSe દ્વારા જાળવી રાખવામાં આવે છે અને આ કરાર તમને આ કરારના નિયમો અને શરતોને આધિન રહીને ફક્ત પ્લેટફૉર્મનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. આથી તમે અહીં પુષ્ટી કરો છો કે, આ કરાર VerSe દ્વારા તમને કોઇપણ માલિકીની સંપત્તિનું હસ્તાંતરણ કરવા સંબંધે નથી અને આ સંપત્તિમાં તમામ અધિકાર, માલિકીહક અને હિતસંબંધ VerSe પાસે જ જળવાઈ રહેશે.
7.2 VerSe તમને તમારા વ્યક્તિગત આનંદ, પોતાની અભિવ્યક્તિ કરવા અને સંભવિતપણે લોકો સમક્ષ અભિવ્યક્ત થવા તમને ફ્રીમાં આ પ્લેટફૉર્મનું લાઇસન્સ આપે છે. તમને અહીં મંજૂર કરવામાં આવેલા પ્લેટફૉર્મના લાઇસન્સ ના બદલામાં તમે એ વાતને સ્વીકારો છો અને સંમત થાઓ છો કે, VerSe આ પ્લેટફૉર્મના તમારા ઉપયોગ અને તમારા દ્વારા તેની પર અપલૉડ કરવામાં આવતાં કોઇપણ યુઝર કન્ટેન્ટમાંથી આવક રળી શકે છે, તેની સાખ વધારી શકે છે કે તેનું મૂલ્ય વધારી શકે છે, જેમાં ઉદાહરણના માધ્યમથી, જાહેરખબર, સ્પોન્સરશિપ, પ્રમોશનો, કન્ટેન્ટ માર્કેટિંગ સહિત માર્કેટિંગ અને અન્ય કોઈ મીડિયા પર પ્લેટફૉર્મ પરથી પ્રમોશનલ પાર્ટનરશિપ કરવાનો અને ડેટાનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે પરંતુ તે આટલી બાબતો પૂરતું મર્યાદિત નથી તથા આ પ્રકારના કોઇપણ ઉદ્યમ, સાખ કે મૂલ્યમાં હિસ્સો મેળવવાનો તમારો કોઈ અધિકાર રહેશે નહીં. તમે આગળ ઉપર એ વાતને સ્વીકારો છો કે, તમને આ પ્લેટફૉર્મ પર તમારા દ્વારા અપલૉડ કરવામાં આવેલા કોઇપણ યુઝર કન્ટેન્ટમાંથી અથવા તો VerSe અને/અથવા અહીં અંદર વર્ણવવામાં આવેલા અન્ય કોઈ યુઝર દ્વારા આ કન્ટેન્ટનો ઉપયોગ કરવામાંથી ઉપાર્જિત થતી કોઇપણ આવક કે અન્ય કોઈ પ્રતિફળ પ્રાપ્ત કરવાનો અધિકાર રહેશે નહીં તથા તમને અહીં જણાવેલી બાબતોમાંથી મુદ્રીકરણ કરવા અને પ્રતિફળ પ્રાપ્ત કરવા પર પ્રતિબંધિત કરવામાં આવે છે (i) પ્લેટફૉર્મ પર તમારા કે અન્ય કોઈ યુઝર દ્વારા અપલૉડ કરવામાં આવેલા યુઝર કન્ટેન્ટ અથવા (ii) તમારા દ્વારા આ પ્લેટફૉર્મના માધ્યમથી થર્ડ-પાર્ટી સર્વિસ પર અપલૉડ કરવામાં આવેલા કોઈ યુઝર કન્ટેન્ટ (એટલે કે, તમે મુદ્રીકરણ માટે આ પ્લેટફૉર્મના માધ્યમથી અન્ય કોઈ શોર્ટ વીડિયો એપ્લિકેશન્સ પર સર્જવામાં આવેલા અને અપલૉડ કરવામાં આવેલા કોઇપણ યુજીસી પર દાવો કરી શકતા નથી).
8. તમારું લાઇસન્સ અને પ્લેટફૉર્મ/સેવાઓનો ઉપયોગ
8.1 આથી VerSe અહીં શરતોને આધિન રહીને આ પ્લેટફૉર્મનો અંગત અને બિન-વાણિજ્યિક ઉપયોગ કરવા માટે તમને ફક્ત એક મર્યાદિત, ટ્રાન્સફર ન કરી શકાય તેવું, બિન-વિશિષ્ટ અને રદ કરી શકાય તેવું લાઇસન્સ મંજૂર કરે છે.
8.2 આ પ્લેટફૉર્મ મારફતે VerSe દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ મેળવવા યુઝરે અગાઉથી રજિસ્ટ્રેશન કરવું પડી શકે છે. સેવાઓનું ઍક્સેસ મેળવવા માટે તમારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરીને એકાઉન્ટ બનાવવાનું રહેશે. રજિસ્ટ્રેશનની આ પ્રક્રિયાના ભાગરૂપે તમારે અમને લાગુ રજિસ્ટ્રેશનના ફૉર્મમાં પૂછવામાં આવેલી વિગતો સંબંધિત વર્તમાન, સંપૂર્ણ અને સચોટ માહિતી અમને પૂરી પાડવાની રહેશે. આ ઉપરાંત, તમારે વિશિષ્ટ પ્રકારના પાસવર્ડ અને યુઝરનેમને પણ પસંદ કરવાના રહેશે અને તમે જ્યારે પણ ઉક્ત સેવાઓનું ઍક્સેસ મેળવવા માંગતા હો ત્યારે દર વખતે તમારે તેને દાખલ કરવાના રહેશે. તમે એક નેટવર્ક પર એકથી વધારે યુઝરો દ્વારા એક જ એકાઉન્ટ અને પાસવર્ડ મારફતે આ પ્લેટફૉર્મનું ઍક્સેસ મેળવવા હકદાર ગણાશો નહીં અને તેની તમને સુવિધા પણ આપવામાં આવશે નહીં. તમે સંમત થાઓ છો અને સમજો છો કે, અમે પ્રૉક્સી સર્વરમાં આ પ્લેટફૉર્મના કોઇપણ હિસ્સાને કૅશ્ડ કરવાની મંજૂરી આપતા નથી. તમારા પાસવર્ડ અને એકાઉન્ટની ગુપ્તતાની જાળવણી કરવાની સંપૂર્ણ જવાબદારી તમારા શિરે છે. તમે સંમત થાઓ છો કે, તમારા એકાઉન્ટ હેઠળ થતી તમામ પ્રવૃત્તિઓ માટે ફક્તને ફક્ત તમે પોતે જવાબદાર છો (અમારા અને અન્યો પ્રત્યે). એકાઉન્ટ બનાવતી વખતે તમારે તમારા વિશે સચોટ માહિતી પૂરી પાડવી જોઇએ અને ફક્તને ફક્ત અંગત હેતુઓ માટે ફક્ત એક જ એકાઉન્ટ ખોલવું જોઇએ.
8.3 તમે તમારા એકાઉન્ટની માહિતી અને પાસવર્ડ અન્ય કોઈની સાથે શૅર કરશો નહીં કે અન્ય કોઈના એકાઉન્ટનો ઉપયોગ પણ કરશો નહીં. તમારા એકાઉન્ટ હેઠળ થતી કોઇપણ અને તમામ પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણપણે તમે પોતે જવાબદાર છો. તમારા એકાઉન્ટનો બિનઅધિકૃત રીતે ઉપયોગ થવા પર અથવા તો સુરક્ષાનું અન્ય કોઈ રીતે ઉલ્લંઘન થવા પર તમે આ અંગે અમને તરત જાણ કરવા માટે સંમત થાઓ છો. આ પ્રકારની ઘટના ઘટવા પર અમે તમારા એકાઉન્ટને રીકવર કરવામાં મદદરૂપ થવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું; જોકે અમે એવી કોઈ બાંયધરી આપતા નથી કે તમારા એકાઉન્ટને રીસ્ટોર કરવામાં આવશે કે તેની પર રહેલા વિષયવસ્તુને રીકવર કરવામાં આવશે. તમારા પાસવર્ડ અને એકાઉન્ટના બિનઅધિકૃત ઉપયોગને પરિણામે તમને થતાં કોઇપણ નુકસાનની જવાબદારી અમારા શિરે રહેશે નહીં. પરંતુ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તમારા એકાઉન્ટ અને પાસવર્ડનો ઉપયોગ કરવાને લીધે કંપનીને કે અન્ય કોઈ પાર્ટીને નુકસાન વેઠવું પડે તો તેના માટે તમને જવાબદાર ઠેરવવામાં આવી શકે છે.
8.4 ફેસબૂક મારફતે રજિસ્ટ્રેશનઃ તમે તમારા ફેસબૂકના યુઝરનેમ અને પાસવર્ડ (‘ફેસબૂક કનેક્ટ’)નો ઉપયોગ કરીને પણ આ સેવાઓ માટે નોંધણી કરાવી શકો છો. પરંતુ જો તમે 18 વર્ષથી નાની વયના હો તો, તમે તમારા માતા-પિતા કે કાયદાકીય વાલીની દેખરેખ હેઠળ જ ફેસબૂક કનેક્ટનો ઉપયોગ કરીને આ સેવાઓમાં લૉગ ઇન કરી શકો છો અને આ સેવાઓનો ઉપયોગ કરી શકો છો. જો તમે ફેસબૂક કનેક્ટનો ઉપયોગ કરો છો તો, તમારી વ્યક્તિગત માહિતી, પ્રોફાઇલ, લાઇક્સ અને અન્ય સંબંધિત માહિતીઓ પર આધાર રાખીને અમે તમારા દ્વારા આ સેવાઓનો ઉપયોગ થઈ રહ્યો હોય ત્યારે તમારા અનુભવને પર્સનલાઇઝ કરી શકીએ છીએ અને સુધારી શકીએ છીએ. તમે જ્યારે આ વિશેષતાઓનો ઉપયોગ કરો છો, ત્યારે તમે આ સેવાઓ પરની તમારી પ્રવૃત્તિઓ અંગેની માહિતી માટે સ્પષ્ટ સંમતિ આપો છો. તમે તમારા એકાઉન્ટ / ગુપ્તતા સંબંધિત સેટિંગ્સને બદલીને ફેસબૂક કનેક્ટ મારફતે શૅર કરવામાં આવી રહેલી માહિતીને નિયંત્રિત કરી શકો છો. આ વિશેષતાનો ઉપયોગ કરવાની અને તમારા ફેસબૂક એકાઉન્ટની શરતોનું અનુપાલન કરવાની સંપૂર્ણપણે જવાબદારી તમારી પોતાની રહેશે. ફેસબૂક મારફતે નોંધણી કરીને તમે અહીં અંદર જણાવેલી શરતોની તથા આ પ્લેટફૉર્મની કોઈ યોગ્ય જગ્યાએ પોસ્ટ કરવામાં આવનારી અન્ય કોઈ ચોક્કસ શરતોનું પાલન કરવા માટે સંમત થાઓ છો. પ્રત્યેક રજિસ્ટ્રેશન એક જ વ્યક્તિગત યુઝર માટે જ છે.
8.5 આ સેવાઓનું અને તેનો ઉપયોગ કરવાનું તમને પ્રાપ્ત થયેલું ઍક્સેસ આ શરતો અને લાગુ થતાં તમામ કાયદા અને વિનિયમોને આધિન છે. જો તમેઃ
8.6 જોશ દ્વારા વિષયવસ્તુને દૂર કરવું / યુઝરની પ્રોફાઇલ પર પ્રતિબંધ લાદવોઃ
ઉપરોક્ત બાબતો સિવાય આ સેવાઓનું તમારું ઍક્સેસ અને ઉપયોગ હંમેશા અમારી સામુદાયિક માર્ગદર્શિકાને અનુરૂપ હોવા જોઇએ.
અમે કોઇપણ કારણોસર અથવા કોઇપણ કારણ વગર અમારી સંપૂર્ણ મુનસફી મુજબ અગાઉથી જાણ કર્યા વગર કોઇપણ સમયે વિષયવસ્તુના ઍક્સેસને દૂર કરવાનો કે બંધ કરવાનો અધિકાર ધરાવીએ છીએ. વિષયવસ્તુ વાંધાજનક લાગવું, આ શરતોનું ઉલ્લંઘન કરતું હોય અથવા તો આ સેવાઓ કે અમારા યુઝરોને નુકસાનકારક હોવું વગેરે કેટલાક એવા કારણો છે, જેના લીધે અમે વિષયવસ્તુના ઍક્સેસને દૂર કરીએ છીએ કે બંધ કરી દઇએ છીએ. અમારી સ્વચાલિત પ્રણાલી તમને વ્યક્તિગત રીતે સુસંગત હોય તેવા ઉત્પાદનોની વિશેષતાઓ પૂરી પાડવા, જેમ કે, કસ્ટમાઇઝ કરેલા સર્ચ રીઝલ્ટો, ખાસ તમારા માટેની જાહેરખબરો તથા સ્પામ અને માલવૅરની જાણકારી મેળવવા તમારા વિષયવસ્તુનું વિશ્લેષણ કરે છે. જ્યારે પણ વિષયવસ્તુ મોકલવામાં આવે, પ્રાપ્ત કરવામાં આવે અને જ્યારે પણ સંગ્રહિત કરવામાં આવે ત્યારે આ વિશ્લેષણ કરવામાં આવે છે.
તમારા દ્વારા અમારા પ્લેટફૉર્મના ઉપયોગનું સંચાલન શરતો અને સામુદાયિક માર્ગદર્શિકા દ્વારા થાય છે. જો અમારા યુઝરોમાંથી કોઇપણ યુઝર આ શરતો અને સામુદાયિક માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતાં હોય તેવા તમારા વિષયવસ્તુ અંગે અમને જાણ કરે છે તો, અમે આવા વિષયવસ્તુને અમારા પ્લેટફૉર્મ પરથી હટાવી શકીએ છીએ. શરતો અને સામુદાયિક માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું હોવા સંબંધે એકથી વધુ વખત રીપોર્ટ પ્રાપ્ત થવાની ઘટનામાં અમે અમારી સાથે રહેલા તમારા એકાઉન્ટને બંધ કરી દેવા અને અમારી સાથે નોંધણી કરવાથી તમને બ્લૉક કરી દેવા વિવશ થઈ જઇશું. જો તમે આ પ્રકારની કાર્યવાહી વિરુદ્ધ અપીલ કરવા માંગતા હો તો, તમે અમને grievance.officer@myjosh.in પર લેખિતમાં જણાવી શકો છો.
8.7 આ પ્લેટફૉર્મને તમારા ડીવાઇઝમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યાં પછી પણ તેના ઉપયોગનો તમને ફક્ત પરવાનો આપવામાં આવે છે, તમને તે વેચવામાં આવતું નથી. VerSe કોઇપણ પ્રકારના પ્રતિબંધ વગર આ લાઇસન્સ કરાર અથવા તેના કોઇપણ હિસ્સાને સોંપી શકે છે. તમને આ લાઇસન્સ હેઠળ અન્ય કોઈ થર્ડ પાર્ટીને તમારા અધિકારોને સોંપવાની, ટ્રાન્સફર કરવાની કે પેટા- લાઇસન્સ આપવાની મંજૂરી નથી.
9. વિષયવસ્તુઃ અમારું વિષયવસ્તુ અને યુઝર દ્વારા સર્જવામાં આવેલું વિષયવસ્તુ
9.1 આ સેવાઓના યુઝરોને આ સેવાઓ મારફતે વિષયવસ્તુ અપલૉડ કરવાની, પોસ્ટ કરવાની કે પ્રસારિત કરવાની (જેમ કે સ્ટ્રીમ મારફતે) કે તેને ઉપલબ્ધ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે, જે વિષયવસ્તુમાં કોઇપણ પ્રકારની મર્યાદા વગર લખાણો, ફોટોગ્રાફ્સ, યુઝરના વીડિયો, સાઉન્ડ રેકોર્ડિંગ્સ અને તેની અંદર રહેલા મ્યુઝિકલ કાર્યો, તમારી વ્યક્તિગત મ્યુઝિક લાઇબ્રેરીમાં સ્થાનિક રીતે સંગ્રહિત કરવામાં આવેલા રેકોર્ડિંગ્સ અને આસપાસનો અવાજ ધરાવતા વીડિયો સહિત (જે સંયુક્તપણે ‘યુઝર કન્ટેન્ટ’ તરીકે ઓળખાય છે)નો સમાવેશ થાય છે. આ સેવાઓના યુઝરો વધારાના યુઝર કન્ટેન્ટની રચના કરવા માટે અન્ય કોઈ યુઝર દ્વારા તૈયાર કરવામાં આવેલા તમામ અથવા કોઇપણ યુઝર કન્ટેન્ટનો ઉપયોગ પણ કરી શકે છે, અન્ય યુઝરો સાથેના સહયોગાત્મક યુઝર કન્ટેન્ટ સહિત, જે એકથી વધુ યુઝરો દ્વારા તૈયાર કરવામાં આવેલા યુઝર કન્ટેન્ટને સંયોજિત કરે છે અને વિસર્જિત કરે છે. આ સેવાઓના યુઝરો આ સેવા દ્વારા પૂરા પાડવામાં આવતાં મ્યુઝિક, ગ્રાફિક્સ, સ્ટિકર્સ અને અન્ય એલિમેન્ટ્સને આ યુઝર કન્ટેન્ટ પર લગાવી શકે છે અને આ સેવાઓ મારફતે આ યુઝર કન્ટેન્ટને પ્રસારિત પણ કરી શકે છે. અન્ય યુઝરો દ્વારા આ સેવાઓ પર વ્યક્ત કરવામાં આવતા દ્રષ્ટિકોણ અમારા દ્રષ્ટિકોણ કે મૂલ્યોની રજૂઆત કરતા નથી.
9.2 તમે એ વાતને સમજો છો કે, તમારા દ્વારા આ સેવા મારફતે કે તેના સંબંધમાં પોસ્ટ કરવામાં આવેલા, અપલૉડ કરવામાં આવેલા, પ્રસારિત કરવામાં આવેલા, શૅર કરવામાં આવેલા કે અન્ય કોઈ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવેલા યુઝર કન્ટેન્ટના માલિક અને જવાબદાર તમે પોતે છો. અમને અથવા અન્ય કોઈને નુકસાન પહોંચાડે તે રીતે કોઈ કાર્યવાહી હાથ ધરવા માટે તમે આ સેવાઓનો ઉપયોગ નહીં કરવા, આ સેવાઓ સાથે હસ્તક્ષેપ નહીં કરવા અથવા લાગુ થતાં કાયદાઓનું ઉલ્લંઘન થાય તે રીતે આ સેવાઓનો ઉપયોગ નહીં કરવા માટે સંમત થાઓ છો. તમે બાંયધરી આપો છો કે, તમારા દ્વારા અમને સોંપવામાં આવતું યુઝર કન્ટેન્ટ કોઇપણ થર્ડ પાર્ટી કે વ્યક્તિની પેટેન્ટ, ટ્રેડમાર્ક, ટ્રેડ સીક્રેટ, કૉપીરાઇટ કે અન્ય કોઈ બૌદ્ધિક કે માલિકી કે ગુપ્તતા અધિકારોનું ઉલ્લંઘન કરતું નથી અને તે કોઇપણ પ્રકારની અશ્લીલ કે અપમાનજનક સામગ્રી ધરાવતું નથી. આ સેવાઓના તમારા ઍક્સેસ અને તેના ઉપયોગની શરત તરીકે તમે કોઇપણ પ્રકારના બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન કરવા માટે આ સેવાઓનો ઉપયોગ નહીં કરવા સંમત થાઓ છો. જે કોઇપણ યુઝરો કોઇપણ કૉપીરાઇટ કે અન્ય કોઈ બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન કરે છે કે જેમની પર આ પ્રકારના ઉલ્લંઘનનો આરોપ છે, તેમના એકાઉન્ટને અમે અમારી સંપૂર્ણ મુનસફી મુજબ તેમને આ અંગે જાણ કરીને કે જાણ કર્યા વગર કોઇપણ સમયે બંધ કરી દેવા અને/અથવા તેમના ઍક્સેસને બ્લૉક કરવાનો અધિકાર ધરાવીએ છીએ. કોઇપણ થર્ડ પાર્ટીની બૌદ્ધિક સંપદાનો ઉપયોગ કરવા માટે તમારે તે બૌદ્ધિક સંપદાના માલિક પાસેથી સીધી મંજૂરી લેવી જરૂરી છે.
9.3 કોઇપણ યુઝર કન્ટેન્ટને ગુપ્ત કે માલિકીહક ધરાવતું ગણવામાં આવશે નહીં. તમે જે યુઝર કન્ટેન્ટને ગુપ્ત કે માલિકહક ધરાવતું માનતા હો તેવા યુઝર કન્ટેન્ટને તમારે આ સેવાઓ પર કે તેના મારફતે પોસ્ટ કરવું નહીં અથવા આવા યુઝર કન્ટેન્ટને અમને મોકલવું નહીં. તમે જ્યારે આ સેવાઓ મારફતે યુઝર કન્ટેન્ટને સોંપો છો ત્યારે તમે એ બાબતે સંમત થાઓ છો અને એ પ્રકારની રજૂઆત કરો છો કે, આ યુઝર કન્ટેન્ટની માલિકી તમારી પાસે છે અથવા તો આ યુઝર કન્ટેન્ટને આ સેવાઓને સોંપવા માટે, આ સેવાઓમાંથી અન્ય કોઈ થર્ડ-પાર્ટી પ્લેટફૉર્મ પર પ્રસારિત કરવા માટે અને/અથવા કોઇપણ થર્ડ-પાર્ટી કન્ટેન્ટને અપનાવવા માટે તમે આ કન્ટેન્ટના કોઇપણ હિસ્સાના માલિક પાસેથી તમામ જરૂરી મંજૂરીઓ, અનુમતિઓ પ્રાપ્ત કરી લીધી છે કે તેમના દ્વારા તમને તેની અધિકૃતતા આપવામાં આવી છે.
9.4 જો તમારી પાસે સાઉન્ડ રેકોર્ડિંગમાં અને તેના માટેના જ અધિકારો હોય પરંતુ આ પ્રકારના સાઉન્ડ રેકોર્ડિંગની સાથે જોડાયેલા અંતર્નિહિત મ્યુઝિકલ વર્કના કોઈ અધિકારો ન હોય તો, આ સેવાઓ પર આ પ્રકારના કન્ટેન્ટને સોંપવા જ્યાં સુધી તમે તેના કોઇપણ હિસ્સાના માલિક પાસેથી તમામ મંજૂરીઓ અને અનુમતિઓ મેળવી ન લો કે તેમના દ્વારા તેનો ઉપયોગ કરવાની અધિકૃતતા તમને આપવામાં ન આવે ત્યાં સુધી તમારે આ પ્રકારના સાઉન્ડ રેકોર્ડિંગને આ સેવાઓ પર પોસ્ટ કરવા જોઇએ નહીં.
આ સેવાઓમાંથી કે તેના મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવતાં સાઉન્ડ રેકોર્ડિંગ્સ અને તેની અંદર રહેલા મ્યુઝિકલ કાર્યોના સંદર્ભમાં કોઈ અધિકારોનું લાઇસન્સ આપવામાં આવ્યું નથી.
9.5 અમે યુઝર દ્વારા તૈયાર કરવામાં આવેલા કોઇપણ વિષયવસ્તુનું સમર્થન કરતાં નથી, તેની સંપૂર્ણતા, સત્યતા, સચોટતા કે વિશ્વસનીયતાની રજૂઆત કરતાં નથી કે બાંયધરી પણ આપતાં નથી કે પછી તેમાં વ્યક્ત કરવામાં આવેલ મંતવ્યોને પણ સમર્થન આપતાં નથી. તમે એ બાબતને સમજો છો કે, આ સેવાઓનો ઉપયોગ કરવાથી તમે એવા વિષયવસ્તુના સંપર્કમાં આવી શકો છો, જે કદાચ અપમાનજનક, હાનિકારક, ભૂલભરેલું કે અન્ય કોઈ રીતે અયોગ્ય હોઈ શકે છે અથવા તો અન્ય કેટલાક કિસ્સાઓમાં આવા પોસ્ટિંગ્સ ખોટું લેબલ ધરાવતા કે અન્યથા ભ્રામક હોઈ શકે છે. આવા તમામ કન્ટેન્ટની જવાબદારી તેનું સર્જન કરનારી વ્યક્તિની છે.
9.6 તમે ફોજદારી ગુનાની રચના કરતું હોય તેવું કોઇપણ આચરણ કરશો નહીં કે તેમાં સંકળાશો નહીં કે તેને પ્રોત્સાહન આપશો નહીં, પ્રેરિત કરશો નહીં, તેનો આગ્રહ કરશો નહીં કે તેને પ્રમોટ કરશો નહીં, કોઈ નાગરિક જવાબદારીઓ ઊભી કરશો નહીં કે પછી કોઇપણ કાયદા કે નિયમોનું ઉલ્લંઘન કરશો નહીં કે પછી આ પ્લેટફૉર્મનો ઉપયોગ કોઈ ગેરકાયદે કે બિનઅધિકૃત હેતુ માટે કરશો નહીં.
9.7 આ ઉપરાંત, તમે અમને તમારા યુઝરનેમ, ઇમેજ, અવાજ અને તમારા યુઝર કન્ટેન્ટના કોઇપણ સ્રોત તરીકે તમારી ઓળખ છતી કરવાની સમાનતાનો ઉપયોગ કરવા માટે રૉયલ્ટીથી મુક્ત લાઇસેન્સ મંજૂર કરો છો.
9.8 આ નિયમો અને શરતોને સ્વીકારીને તમે એ બાબતને સ્વીકારો છો કે, તમે આ પ્રકારના વિષયવસ્તુની સચોટતા અને સંપૂર્ણતા સહિત તમારી પોતાની મુનસફી અને જોખમે આ વિષયવસ્તુ અમને પૂરું પાડો છો અથવા તો અન્ય કોઈ દ્વારા પૂરા પાડવામાં આવેલા વિષયવસ્તુને જુઓ છો. VerSe તેની શરતોનું ઉલ્લંઘન કરતા હોય તેવા તમામ વિષયવસ્તુને હટાવી લેવા કે પ્રતિબંધ મૂકવાના તમામ અધિકારો ધરાવે છે.
9.9 અમે કોઇપણ કારણોસર અથવા કોઇપણ કારણ વગર અમારી સંપૂર્ણ મુનસફી મુજબ અગાઉથી જાણ કર્યા વગર કોઇપણ સમયે વિષયવસ્તુના ઍક્સેસને દૂર કરવાનો કે બંધ કરવાનો અધિકાર ધરાવીએ છીએ. વિષયવસ્તુ વાંધાજનક લાગવું, આ શરતોનું ઉલ્લંઘન કરતું હોય અથવા તો આ સેવાઓ કે અમારા યુઝરોને નુકસાનકારક હોવું વગેરે કેટલાક એવા કારણો છે, જેના લીધે અમે વિષયવસ્તુના ઍક્સેસને દૂર કરીએ છીએ કે બંધ કરી દઇએ છીએ. અમારી સ્વચાલિત પ્રણાલી તમને વ્યક્તિગત રીતે સુસંગત હોય તેવા ઉત્પાદનોની વિશેષતાઓ પૂરી પાડવા, જેમ કે, કસ્ટમાઇઝ કરેલા સર્ચ રીઝલ્ટો, ખાસ તમારા માટેની જાહેરખબરો તથા સ્પામ અને માલવૅરની જાણકારી મેળવવા તમારા વિષયવસ્તુનું વિશ્લેષણ કરે છે. જ્યારે પણ વિષયવસ્તુ મોકલવામાં આવે, પ્રાપ્ત કરવામાં આવે અને જ્યારે પણ સંગ્રહિત કરવામાં આવે ત્યારે આ વિશ્લેષણ કરવામાં આવે છે.
9.10 જોશ લાઇવ ફીચરઃ
10. બૌદ્ધિક સંપદા અધિકારો અને લાઇસન્સ
10.1. આ પ્લેટફૉર્મનો તમારો ઉપયોગ કૉપીરાઇટ, ટ્રેડમાર્ક, પેટન્ટ અને વ્યાપારી રહસ્યો તથા બૌદ્ધિક સંપદાના ઉપયોગ સંબંધિત કાયદાઓ દ્વારા સંચાલિત થાય છે અને તેને આધિન છે તથા આમ હંમેશા રહેશે. તમે કૉપીરાઇટ, ટ્રેડમાર્ક, પેટન્ટ અને વ્યાપારી રહસ્યોની માલિકી અને બૌદ્ધિક સંપદાના ઉપયોગ સંબંધિત કાયદાઓનું પાલન કરશો તથા આવા કોઇપણ કાયદાના કોઇપણ પ્રકારના ઉલ્લંઘન અને તમારા ડીવાઇઝ મારફતે આ પ્લેટફૉર્મનો તમારા દ્વારા ઉપયોગ થવાને કારણે બૌદ્ધિક સંપદાના અધિકારના કોઇપણ પ્રકારના ઉલ્લંઘન માટે તમે પોતે જવાબદાર ગણાશો. તમારા દ્વારા આ સેવાઓના ઍક્સેસ અને ઉપયોગની શરત તરીકે તમે કોઇપણ બૌદ્ધિક સંપદાના અધિકારોનું ઉલ્લંઘન કરવા માટે આ સેવાઓનો ઉપયોગ નહીં કરવા માટે સંમત થાઓ છો. જે કોઇપણ યુઝરો કોઇપણ કૉપીરાઇટ કે અન્ય કોઈ બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન કરે છે કે જેમની પર આ પ્રકારના ઉલ્લંઘનનો આરોપ છે, તેમના એકાઉન્ટને અમે અમારી સંપૂર્ણ મુનસફી મુજબ તેમને આ અંગે જાણ કરીને કે જાણ કર્યા વગર કોઇપણ સમયે બંધ કરી દેવા અને/અથવા તેમના ઍક્સેસને બ્લૉક કરવાનો અધિકાર ધરાવીએ છીએ. કોઇપણ થર્ડ પાર્ટીની બૌદ્ધિક સંપદાનો ઉપયોગ કરવા માટે તમારે તે બૌદ્ધિક સંપદાના માલિક પાસેથી સીધી મંજૂરી લેવી જરૂરી છે.
10.2 અમારું આઇપીઃ આ પ્લેટફૉર્મના તમામ ટ્રેડમાર્ક, બ્રાન્ડ્સ અને સર્વિસ માર્ક્સ VerSeની માલિકીના છે અથવા VerSeને તેનું લાઇસન્સ આપવામાં આવ્યું છે. VerSe આ પ્લેટફૉર્મના સંબંધમાં તમામ કૉપીરાઇટ અને ડેટાબેઝની માલિકી ધરાવે છે. રીપોર્ટ્સ, લખાણ, ગ્રાફિક્સ, લૉગો, આઇકન અને ઇમેજિસ સહિત પરંતુ તેના પૂરતું મર્યાદિત ન રહીને આ વેબસાઇટ પર સમાવવામાં આવેલ તમામ વિષયવસ્તુ એ VerSeની અને VerSeને આ પ્રકારની સંપત્તિનો ઉપયોગ કરવાનો અધિકાર અને પરવાનો આપનારા અન્ય સંબંધિત માલિકોની વિશિષ્ટ સંપત્તિ છે અને ભારતના કૉપીરાઇટ કાયદાઓ દ્વારા સંરક્ષિત છે. તમામ ટ્રેડમાર્ક્સ, સર્વિસ માર્ક્સ અને વ્યાપારી નામો એ VerSeની અને VerSeને આ પ્રકારના માર્ક્સનો ઉપયોગ કરવાનો અધિકાર અને પરવાનો આપનારા અન્ય સંબંધિત માલિકોની વિશિષ્ટ સંપત્તિ છે. આ પ્લેટફૉર્મ અને પ્લેટફૉર્મના સંબંધમાં ઉપયોગમાં લેવાયેલી કોઇપણ અંતર્નિહિત ટેકનોલોજી કે સોફ્ટવેર VerSeના અથવા તેના વ્યાવસાયિક સહયોગીઓ, આનુષંગિકો કે અન્ય કોઈ થર્ડ પાર્ટીના અધિકારો ધરાવતા હોઈ શકે છે. તમને આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરવાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે, તમને વેચવામાં આવ્યું નથી, તમે તમારા ડીવાઇઝમાં તેને ઇન્સ્ટોલ કરો તે પછી પણ. VerSe કોઇપણ પ્રકારના પ્રતિબંધો વગર આ લાઇસન્સ કરાર અથવા તેના કોઈ હિસ્સાને સોંપી શકે છે. તમે આ લાઇસન્સ હેઠળ તમારા અધિકારો અન્ય કોઈ થર્ડ પાર્ટીને સોંપી શકશો નહીં, ટ્રાન્સફર કરી શકશો નહીં કે તેનું પેટા- લાઇસન્સ આપી શકશો નહીં.
10.3 કોઇપણ બૌદ્ધિક સંપદા કે જેની માલિકી VerSeની હોવા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, તેવી બૌદ્ધિક સંપદાની માલિકી તેના સંબંધિત માલિકોની છે અને તેના માલિકો બૌદ્ધિક સંપદા અધિકારોના કોઇપણ પ્રકારે ઉલ્લંઘન, ભંગ કે પાસિંગ ઑફ માટે તમારા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર ધરાવે છે. તમે બૌદ્ધિક સંપદાના માલિક/એક્સક્લુસિવ પરવાનાધારકની અગાઉથી લેખિતમાં મંજૂરી મેળવ્યાં વગર કોઇપણ કૉપીરાઇટ વર્ક્સ, ટ્રેડમાર્ક્સ અથવા અન્ય માલિકીની માહિતીને ડાઉનલૉડ કરશો નહીં કે અન્ય કોઇને ડાઉનલૉડ કરવા માટે પ્રોત્સાહિત કરશો નહીં. કોઇપણ પ્રકારના ઉલ્લંઘનના કિસ્સામાં VerSe તેની સંપૂર્ણ મુનસફી મુજબ અથવા તો કાયદા દ્વારા આવશ્યક બનાવવામાં આવ્યાં મુજબ ઉપાયો હાથ ધરવાના જરૂરી પગલાં લઈ શકે છે.
10.4 કોઇપણ પ્રકારના લખાણ, ફોટોગ્રાફ્સ, વીડિયો, સાઉન્ડ રેકોર્ડિંગ્સ વગેરે સહિત પરંતુ તેના સુધી મર્યાદિત ન રહીને તમારા દ્વારા અપલૉડ, પોસ્ટ કે પ્રસારિત કરવામાં આવેલા (જેમ કે સ્ટ્રીમ મારફતે) કે અન્ય કોઈ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવેલા વિષયવસ્તુની માલિકી તમારી પાસે જ રહેશે અને તમે આ પ્રકારના વિષયવસ્તુનું અમને લાઇસન્સ આપો છો. તમે અથવા તમારા યુઝર કન્ટેન્ટના માલિક અમને મોકલવામાં આવેલા યુઝર કન્ટેન્ટની હજુ પણ માલિકી ધરાવો છો પરંતુ આ સેવાઓ મારફતે યુઝર કન્ટેન્ટને સોંપીને તમે આથી અહીં અમને આ પ્રકારના યુઝર કન્ટેન્ટનો ઉપયોગ કરવા, અપનાવવા કે પ્રકાશિત કરવા અને/અથવા પ્રસારિત કરવા અને/અથવા વિતરિત કરવા અથવા તમારા યુઝર કન્ટેન્ટને જોવા, ઍક્સેસ કરવા, ઉપયોગમાં લેવા, ડાઉનલૉડ કરવા, અપનાવવા, કોઇપણ ફૉર્મેટમાં અને કોઇપણ પ્લેટફૉર્મ પર પ્રકાશિત કરવા અને/અથવા પ્રસારિત કરવા અમને બિનશરતી, અફર, બિન-વિશિષ્ટ, રૉયાલ્ટીથી મુક્ત, સંપૂર્ણપણે ટ્રાન્સફર કરી શકાય તેવું લાઇસન્સ મંજૂર કરો છો.
10.5 આથી તમે અહીં વિષયવસ્તુનું ઍક્સેસ કરવા. વ્યક્તિગત ઉપયોગ કરવા માટે VerSeને વૈશ્વિક, રૉયાલ્ટીથી મુક્ત, કાયમી, બિન-વિશિષ્ટ, અફર, ટ્રાન્સફર ન કરી શકાય તેવો, સોંપી શકાય તેવો, પેટા- લાઇસન્સ આપી શકાય તેવો અધિકાર અને લાઇસન્સ આપો છો તથા તમારા વિષયવસ્તુ અને આ પ્લેટફૉર્મ પર તમારા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા વિષયવસ્તુની નકલો તૈયાર કરવા, ફરીથી ઉત્પાદિત કરવા, અપનાવવા, તેમાંથી ડેરિવેટિવ વર્ક્સ બનાવવા, વાણિજ્યિક રીતે ઉપયોગ કરવા, લોકોમાં પ્રસારિત કરવાનું અને ઉપલબ્ધ કરવાનું અમર્યાદિત લાઇસન્સ આપો છો. તમે એ વાતને સમજો છો અને સંમત થાઓ છો કે, VerSe આ પ્લેટફૉર્મ પર કે અન્ય કોઈ પ્લેટફૉર્મ, એપ્લિકેશનો, સોશિયલ મીડિયાના પેજિસ કે તેના નિયંત્રણ હેઠળ હોય તેવા અન્ય કોઈ ડીવાઇઝ કે ડિસ્પ્લે/સંદેશાવ્યવહારના માધ્યમો પર હોય તેવા વિષયવસ્તુ પરના આ અધિકારોનો ઉપયોગ કરી શકે છે. તમે આગળ ઉપર એ બાબતે પણ સંમત થાઓ છો અને સ્વીકારો છો કે, અમે કોઇપણ થર્ડ-પાર્ટી પ્લેટફૉર્મ પર રહેલા તમારા વિષયવસ્તુનો અહીં સ્પષ્ટપણે મંજૂર કરવામાં આવેલ ન હોય તેવા કોઇપણ પ્રકારે ઉપયોગ કરી શકીએ છીએ, અમારે તમારા વિષયવસ્તુ અને અન્ય કોઈ સામગ્રીને વિવિધ પ્રકારના થર્ડ-પાર્ટી પ્લેટફૉર્મ જેમાં સોશિયલ મીડિયા ચેનલો અને અન્ય થર્ડ-પાર્ટીની સાઇટ અને સેવાઓનો સમાવેશ થાય છે પરંતુ તે આટલા પૂરતાં મર્યાદિત નથી, ઉદાહરણ તરીકે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યૂબ, ટ્વીટર તથા મીડિયા ચેનલો જેવા અન્ય કોઈ થર્ડ-પાર્ટી પ્લેટફૉર્મ વગેરે પર શૅર કરવા અને પ્રસારિત કરવા માટે તમારી સ્પષ્ટ મંજૂરી કે સંમતિ લેવાની જરૂર નથી. આ ઉપરાંત અમે અહીં ઉપર જણાવેલા હેતુઓ માટે તમને કોઈ થર્ડ-પાર્ટી માલિકોના સંપર્કમાં રાખવાની પણ કોઈ જવાબદારી ધરાવતા નથી. તમે રજૂઆત કરો છો કે, તમે આ કરાર અને આ પ્લેટફૉર્મની નીતિઓ તથા લાગુ થતાં તમામ કાયદા અને નિયમો અનુસાર VerSeને આ અધિકારો મંજૂર કરવા માટે અધિકૃત છો. તમે સ્વીકારો છો, પુષ્ટી કરો છો અને સંમત થાઓ છો કે, તમારા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિષયવસ્તુમાં રહેલા તમામ બૌદ્ધિક સંપદાના અધિકારો તમારી પાસે જ રહે છે અને તમે પ્લેટફૉર્મ પર રહેલા આ પ્રકારના વિષયવસ્તુને પોસ્ટ કરવાનું, રજૂ કરવાનું, ફરીથી તૈયાર કરવાનું, નકલો તૈયાર કરવાનું, લોકોમાં પ્રસારિત કરવાનું, સંચારિત કરવાનું માન્ય લાઇસન્સ ધરાવો છો.
10.6 વિષયવસ્તુનું વિતરણઃ તમે સમજો છો અને સંમત થાઓ છો કે, VerSe તમારા વિષયવસ્તુ અને પ્લેટફૉર્મ પર અને પ્લેટફૉર્મની બહાર (થર્ડ પાર્ટી પ્લેટફૉર્મ/મીડિયા મારફતે) તમારા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ વિષયવસ્તુનું વાણિજ્યિક અને બિન-વાણિજ્યિક એમ બંને હેતુઓ માટે નકલો તૈયાર કરવાનું, લોકોમાં સંચારિત કરવાનું, પ્રસારિત કરવાનું અને ઉપલબ્ધ કરાવવાનું વિશિષ્ટ, વૈશ્વિક, રૉયાલ્ટીથી મુક્ત, કાયમી, અમર્યાદિત અને અપ્રતિબંધિત લાઇસન્સ ધરાવે છે. તમે સમજો છો અને સંમત થાઓ છો કે, VerSeને મંજૂર કરવામાં આવેલ લાઇસન્સ આપવાના અધિકારો પ્લેટફૉર્મ પર તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલા વિષયવસ્તુમાં રહેલા બૌદ્ધિક સંપદાના અધિકારો (કૉપીરાઇટ, ટ્રેડમાર્ક, ડીઝાઇન અને પેટેન્ટ સહિત પરંતુ તેના સુધી મર્યાદિત ન રહીને) સુધી વિસ્તરે છે.
10.7 તમારું વિષયવસ્તુ તમારું જ રહે છે, જેનો અર્થ એ છે કે, તમારા વિષયવસ્તુમાં રહેલા હોય તેવા કોઇપણ બૌદ્ધિક સંપદા અધિકારો તમે જાળવી રાખો છો.
10.8 તમે સમજો છો અને સંમત થાઓ છો કે, VerSe તેની સંપૂર્ણ મુનસફી મુજબ યુઝર કન્ટેન્ટને તેના વ્યાવસાયિક સહયોગીઓ, આનુષંગિકો, થર્ડ પાર્ટીઓ અને તેને જરૂરી જણાય તેવી અન્ય કોઈ એન્ટિટી(ઓ)ને વિતરિત કરવાનો અધિકાર ધરાવે છે.
10.9 પ્લેટફૉર્મ પર વિષયવસ્તુને પોસ્ટ કરીને તમે એ બાબતની પુષ્ટી કરો છો કે, આવા તમામ વિષયવસ્તુ અને તેની અંદર રહેલા તમામ અંતર્નિહિત કાર્યોની માલિકી તમારી છે અથવા તો આવા વિષયવસ્તુના જે-તે માલિક દ્વારા તમને આ વિષયવસ્તુને પ્લેટફૉર્મ મારફતે ઉપલબ્ધ કરાવવા અધિકૃત કરવામાં આવ્યાં છે.
11. ગુપ્તતા
11.1 તમે આથી અહીં સંમત થાઓ છો કે, તમે આ પ્લેટફૉર્મ ડાઉનલૉડ, ઇન્સ્ટોલ, ઍક્સેસ કે ઉપયોગમાં લેવાને કારણે અથવા તો અન્ય કોઈ રીતે તમારા કબજામાં આવી ગઈ હોય તેવી આ પ્લેટફૉર્મ કે VerSe અંગેની કોઇપણ ગુપ્ત માહિતીને કોઇપણ થર્ડ પાર્ટી સમક્ષ ઉજાગર કરશો નહીં. તમે એ બાબતે પણ સંમત થાઓ છો કે, આ કરારનું ઉલ્લંઘન થાય તે રીતે તમારા દ્વારા આ પ્રકારની કોઈ ગુપ્ત માહિતી ઉજાગર થઈ જવાની ઘટનામાં VerSe તેની સંપૂર્ણ મુનસફી મુજબ તમને જાણ કર્યા વગર તમારા એકાઉન્ટ(ન્ટ્સ)ને ડીલીટ કરીને આ કરારને રદ કરી શકે છે અથવા તો તેને વાજબી અને કાયદેસરના જણાય તેવા અન્ય કોઈ કાયદાકીય પગલાં પણ લઈ શકે છે.
11.2 આવી કોઈ ગુપ્ત માહિતી કોઈ થર્ડ પાર્ટીને આપવામાં આવી છે, તેની તમને જાણ થતાં તમે આ અંગે VerSeને તાત્કાલિક જાણ કરશો.
12. યુઝરની જવાબદારીઓ/નિયમો અને વિનિયમો
આ પ્લેટફૉર્મ પર યુઝરોને ઉપલબ્ધ કરાવવામાં આવેલ ટૂલ્સ, ઉત્પાદનો, સેવાઓ, કાર્યાત્મકતાઓ અને/અથવા વિશેષતાઓ દ્વારા પૂરા પાડવામાં આવ્યાં હોય તેવા કોઈ હેતુ સિવાયના અન્ય કોઈ હેતુ માટે અથવા તો VerSe, લાગુ થતાં યુઝર અને/અથવા લાગુ થતાં થર્ડ-પાર્ટી માલિકની અગાઉથી લેવામાં આવેલી સ્પષ્ટ સંમતિ વગર તમારા દ્વારા આ પ્લેટફૉર્મ, પ્લેટફૉર્મના વિષયવસ્તુ અને અન્ય કોઈ યુઝરના કોઇપણ યુઝર કન્ટેન્ટનો ઉપયોગ થઈ શકશે નહીં, તેમાં સુધારાવધારા કરી શકાશે નહીં, તેને ફરીથી ઉત્પાદિત કરી શકાશે નહીં, તેને ડુપ્લિકેટ બનાવી શકાશે નહીં, તેની નકલ બનાવી શકાશે નહીં, તેને પ્રકાશિત, વિતરિત, ડાઉનલૉડ કરી શકાશે નહીં, વેચી, ફરીથી વેચી, રૂપાંતરિત, ફરીથી ડીઝાઇન, ફરીથી કૉન્ફિગર, ફરીથી પ્રસારિત કે અન્ય કોઈ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહીં.
12.1 ઉપયોગની શરત મુજબ, તમે આ કરાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યાં હોય તેવા કોઈ હેતુ માટે આ પ્લેટફૉર્મનો ઉપયોગ નહીં કરવાનું વચન આપો છો. તમે આ પ્લેટફૉર્મના સંબંધમાં તમારી તમામ પ્રવૃત્તિઓ માટે તમે પોતે જવાબદાર છો.
12.2 તમે સંમત થાઓ છો, બાંયધરી આપો છો અને પુષ્ટી કરો છો કે, તમને વિષયવસ્તુને ઍક્સેસ કરવા અને તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલા કે પોસ્ટ કરવા માટે તમને અધિકૃત કરવામાં આવ્યાં હોય તેવા કોઈ વિષયવસ્તુને પ્લેટફૉર્મ પર શૅર કરવા માટે જ આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરવાની મંજૂરી છે.
12.3 આથી તમે અહીં સ્વીકારો છો અને માન્ય રાખો છો કે, આ પ્લેટફૉર્મની સુવિધાઓના ઉપયોગ, ઍક્સેસ અને તેની પ્રાપ્તિનું સંચાલન VerSeની સેવાની શરતો, ગુપ્તતા સંબંધિત નીતિ અને સામુદાયિક માર્ગદર્શિકા દ્વારા થશે તથા તમે ઉક્ત દસ્તાવેજો અનુસાર જ વર્તશો.
12.4 વધુમાં, તમે તમામ લાગુ થતાં કાયદા અને વિનિયમોનું પાલન કરશો અને જો તમે કોઈ વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરતાં હો તો, તમે તમારા ઉદ્યોગને લાગુ થતાં જાહેરખબર, માર્કેટિંગ, ગુપ્તતા કે અન્ય કોઈ સેલ્ફ-રેગ્યુલેટરી કૉડ(ડો)નું પણ પાલન કરશો.
12.5 તમે એવા કોઇપણ વિષયવસ્તુને હૉસ્ટ, ડિસ્પ્લે, અપલૉડ, ફેરફાર, પ્રકાશિત, પ્રસારિત, સંગ્રહિત, અપડેટ કે શૅર કરશો નહીં, જે વિષયવસ્તુઃ
12.6 તમે અહીં નીચે જણાવેલી કોઇપણ પ્રકારની પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ થશો નહીં -
12.7 સામુદાયિક માર્ગદર્શિકા અને ગુપ્તતા સંબંધિત નીતિ તમને ચુસ્તપણે બંધનકર્તા રહેશે.
13. રજૂઆતો અને બાંયધરીઓ
13.1 આ શરતોમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત કરવામાં આવ્યાં મુજબ અથવા કાયદા દ્વારા આવશ્યક બનાવવામાં આવ્યું હોય તે સિવાય આ સેવાઓ ‘જેમ છે તેમ’ પૂરી પાડવામાં આવે છે અને VERSE આ સેવાઓ અંગે કોઈ ચોક્કસ કટિબદ્ધતાઓ કે બાંયધરીઓ આપતી નથી. ઉદહારણ તરીકે, અમે આ બાબતો અંગે કોઈ બાંયધરીઓ આપતા નથીઃ (A) આ સેવા મારફતે પૂરું પાડવામાં આવેલું વિષયવસ્તુ; (B) આ સેવાઓની કોઈ ચોક્કસ વિશેષતાઓ અથવા તેની સચોટતા, વિશ્વસનીયતા, ઉપલબ્ધતા કે તમારી જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા અથવા (C) તમારા દ્વારા સબમિટ કરવામાં આવેલ કોઇપણ વિષયવસ્તુ સર્વિસ પર સુલભ થશે જ.
13.2 આ પ્લેટફૉર્મના તમારા ઉપયોગ મારફતે તમને સુલભ થતા વિષયવસ્તુમાં થર્ડ પાર્ટીને લગતી સામગ્રીનો સમાવેશ થાય છે. તમે સ્વીકારો છો કે, VerSe આ પ્રકારના વિષયવસ્તુની કોઈ જવાબદારી સ્વીકારતું નથી. તમે એ વાતને સમજો છો કે, આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરતી વખતે તમારી સમક્ષ અપમાનજનક, અભદ્ર કે અન્ય કોઈ વાંધાજનક વિષયવસ્તુ આવી શકે છે અને તમે અનાયાસ જ આ પ્રકારની અપમાનજનક અને અભદ્ર સામગ્રીના સંપર્કમાં આવી શકો છો. એમ પણ શક્ય છે કે, તમારા દ્વારા આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરવાને લીધે અન્ય લોકો તમારા અંગેની અંગત માહિતી મેળવી શકે છે અને આ પ્રકારની માહિતી મેળવનારી વ્યક્તિ તમને હેરાન કરવા કે તમને ઇજાગ્રસ્ત કરવા આ પ્રકારની માહિતીનો ઉપયોગ કરી શકે છે. VerSe આ પ્રકારના બિનઅધિકૃત ઉપયોગને મંજૂર કરતી નથી પરંતુ આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરીને તમે એ સ્વીકારો છો અને સંમત થાઓ છો કે, અન્યો દ્વારા મેળવવામાં આવેલી કોઇપણ પ્રકારની અંગત માહિતીના આ પ્રકારના ગેરકાયદે ઉપયોગ માટે VerSe જવાબદાર નથી.
13.3 VerSe એ પ્રકારની કોઈ રજૂઆત કરતું નથી કે બાંયધરી આપતું નથી કે આ પ્લેટફૉર્મ ખોટ, વિનાશ, નુકસાન, VerSeના સલામત સર્વરો અને/અથવા તમામ અંગત માહિતી અને/અથવા તેમાં રહેલી નાણાકીય માહિતીના કોઈ બિનઅધિકૃત ઍક્સેસ અથવા ઉપયોગ, ભ્રષ્ટાચાર, હુમલા, પ્લેટફૉર્મને થતાં કે પ્લેટફૉર્મમાંથી થતાં ટ્રાન્સમિશનમાં કોઈ વિક્ષેપ પડવા કે ટ્રાન્સમિશન બંધ થઈ જવા, કોઈ થર્ડ પાર્ટી દ્વારા આ પ્લેટફૉર્મને અથવા તેના મારફતે ફેલાવવામાં આવેલા બગ્સ, વાઇરસ, ટ્રોજન હૉર્સ કે તેના જેવા અન્ય કોઈ વાઇરસ અને/અથવા કોઈ વિષયવસ્તુમાં કોઈ ત્રુટિ કે ચૂક અથવા આ પ્લેટફૉર્મ મારફતે સુલભ થયેલા કોઇપણ વિષયવસ્તુના ઉપયોગના પરિણામસ્વરૂપ થતી કોઇપણ પ્રકારની ખોટ કે નુકસાનથી મુક્ત હશે.
13.4 VerSe એ પ્રકારની કોઈ બાંયધરી આપતું નથી, કોઈ રજૂઆત કરતું નથી કે વૉરન્ટી આપતું નથી કે, યુઝર દ્વારા આ પ્લેટફૉર્મ મારફતે સુલભ કરાવવામાં આવેલું વિષયવસ્તુ અથવા થર્ડ પાર્ટી દ્વારા પૂરી પાડવામાં આવેલી લિંક વાઇરસ કે તેના જેવા કોઈ દૂષણો કે વિનાશકારી ફીચરોથી મુક્ત હશે. તમે એ વાતે સંમત થાઓ છો કે, તમે આ પ્લેટફૉર્મની ગુણવત્તા અને કાર્યદેખાવ તથા વિષયવસ્તુની સચોટતા અને સંપૂર્ણતાને લગતા તમામ જોખમો ઉઠાવો છો.
13.5 VerSe આ પ્લેટફૉર્મના ઉપયોગ મારફતે કોઇપણ થર્ડ પાર્ટી દ્વારા વિજ્ઞાપિત કરવામાં આવેલા કે પૂરા પાડવામાં આવેલા કોઇપણ ઉત્પાદન કે સેવા અથવા તો કોઇપણ બેનર કે અન્ય જાહેરખબરોમાં દર્શાવવામાં આવેલી કોઇપણ હાઇપરલિંક થયેલી સેવાઓની કોઈ ખાતરી આપતું નથી, તેનું સમર્થન કરતું નથી, કોઈ બાંયધરી આપતું નથી કે તેની કોઈ જવાબદારી સ્વીકારતું નથી તથા VerSe તમારી તથા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડનારા થર્ડ-પાર્ટી પ્રોવાઇડરોની વચ્ચે થતાં કોઇપણ ટ્રાન્ઝેક્શનના નિરીક્ષણ માટેની પાર્ટી બનશે નહીં કે કોઇપણ પ્રકારે આવા નિરીક્ષણ માટે જવાબદાર ગણાશે નહીં. કોઇપણ માધ્યમ કે કોઇપણ માહોલ મારફતે ઉત્પાદન કે સેવાને ખરીદવામાં જેવા વિવેકનો ઉપયોગ કરવામાં આવે છે, તે મુજબ તમે તમારા શ્રેષ્ઠ વિવેકનો ઉપયોગ કરશો તથા આ પ્લેટફૉર્મના ઉપયોગને પરિણામે સર્જાતા કોઇપણ પ્રકારના હસ્તક્ષેપ, વ્યક્તિગત ઇજા અને સંપત્તિને થતાં નુકસાન, હેકિંગ કે તમારા દ્વારા સુરક્ષાને લગતા અન્ય અતિક્રમણ પ્રત્યે તમે સાવચેત રહેશો અને VerSe તેને સંબંધિત કોઇપણ જવાબદારી સ્વીકતું નથી.
13.6 VerSe એવી કોઈ બાંયધરી આપતું નથી, રજૂઆત કરતું નથી કે ખાતરી આપતું નથી કે, આ પ્લેટફૉર્મનો ઉપયોગ કે તેના પરિણામો સચોટ, સમયસર, વિશ્વસનીય, નિર્બાધ કે કોઇપણ પ્રકારની ત્રુટિ વગરના હશે. VerSe અગાઉથી જાણ કર્યા વગર આ પ્લેટફૉર્મના કોઇપણ હિસ્સામાં અથવા સમગ્ર પ્લેટફૉર્મમાં કે આ પ્લેટફૉર્મના તમારા ઉપયોગમાં ફેરફાર કરી શકે છે, સ્થગિત કરી શકે છે અથવા બંધ કરી શકે છે. આ પ્રકારની ઘટનામાં VerSe તમારા કે અન્ય કોઈ થર્ડ પાર્ટી માટે જવાબદાર ગણાશે નહીં.
14. જાહેરખબરો અને થર્ડ-પાર્ટીનું વિષયવસ્તુ
14.1 આ પ્લેટફૉર્મ થર્ડ-પાર્ટીના વિષયવસ્તુને અને/અથવા VerSeની માલિકીની ન હોય અથવા તેના દ્વારા નિયંત્રિત ન થતી હોય તેવી વેબસાઇટનું ઍક્સેસ પૂરું પાડી શકે છે.
14.2 આથી તમે આ પ્લેટફૉર્મના ઉપયોગ મારફતે જાહેરખબરો મેળવવા માટે સંમત થાઓ છો, બાંયધરી આપો છો અને પુષ્ટી કરો.
14.3 આ પ્લેટફૉર્મ થર્ડ-પાર્ટીની ગેમ્સ, ક્વિઝ અને જેમાં કૌશલ્યની જરૂર હોય તેવી અન્ય પ્રવૃત્તિઓને ઍક્સેસ પૂરું પાડી શકે છે, જેના માટે સંબંધિત થર્ડ-પાર્ટી દ્વારા ઇનામો પણ આપવામાં આવી શકે છે. VerSe આ થર્ડ-પાર્ટી ગેમ્સ કે અન્ય કોઈ પ્રવૃત્તિઓની માલિકી કે તેના પર નિયંત્રણ ધરાવતું નથી તથા પરિણામો જાહેર કરવા કે ઇનામો આપવાની કોઈ જવાબદારી પર નિયંત્રણ ધરાવતું નથી કે કોઈ બાંયધરી પણ આપતું નથી.
14.4 VerSe કોઇપણ થર્ડ-પાર્ટી વિષયવસ્તુ માટે જવાબદાર નથી, જેમાં લખાણો, ગ્રાફિક્સ, યુઝર ઇન્ટરફેસ, વિઝ્યુઅલ ઇન્ટરફેસ, ફોટોગ્રાફ્સ, ટ્રેડમાર્ક્સ, લૉગો, સાઉન્ડ, મ્યુઝિક અને આર્ટવર્ક કે એપ્લિકેશનો, સેવાઓ, જાહેરખબરો અને/અથવા આ પ્લેટફૉર્મમાં રહેલી હોઈ શકે તેવી કોઈ લિંક્સનો સમાવેશ થાય છે પરંતુ આ બાબતો આટલા પૂરતી મર્યાદિત નથી.
14.5 જો તમને આ પ્લેટફૉર્મમાં રહેલા થર્ડ-પાર્ટી વિષયવસ્તુ કે થર્ડ-પાર્ટી દ્વારા ચલાવવામાં આવતી કોઈ પ્રવૃત્તિઓના સંબંધે કોઈ ફરિયાદ કે ચિંતા હોય તો, તમે ફરિયાદો દાખલ કરવા માટેની મિકેનિઝમ (લિંક દાખલ કરો)માં ઉલ્લેખિત ફરિયાદ નિવારણની મિકેનિઝમ મારફતે તમારી ફરિયાદ નોંધાવા માટે સંમત થાઓ છો. તમે આગળ ઉપર એ માટે પણ સંમત થાઓ છો અને સ્વીકારો છો કે, VerSe ફરિયાદ નિવારણની મિકેનિઝમ અને લાગુ થતાં કાયદા મુજબ તમારી ફરિયાદોનો ઉકેલ લાવશે.
14.6 તમે અન્ય કોઇપણ કમ્પ્યૂટર, સર્વર, વેબસાઇટમાં કે પ્રકાશન કે વિતરણના અન્ય કોઇપણ માધ્યમમાં કે કોઇપણ વાણિજ્યિક ઉદ્યમ માટે આ પ્લેટફૉર્મ કે તેના કોઇપણ વિષયવસ્તુની નકલ તૈયાર કરશો નહીં, તેને ફરીથી ઉત્પાદિત, ફરીથી પ્રકાશિત કરશો નહીં, અપલૉડ, પોસ્ટ કરશો નહીં, જાહેરમાં દર્શાવશો નહીં, એનકૉડ કરશો નહીં, ભાષાંતર કરશો નહીં, પ્રસારિત, ડાઉનલૉડ કે વિતરિત કરશો નહીં. કોઇપણ પ્રકારના ઉલ્લંઘનના કિસ્સામાં VerSe પાસે જરૂરી કાર્યવાહી કરવાના અને તેને થયેલા નુકસાનનું વળતર માંગવાના તમામ અધિકારો હશે. આ પ્રકારની કાર્યવાહીમાં તમારા એકાઉન્ટને ડીલીટ કરીને આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરવા માટે તમને આપવામાં આવેલી મંજૂરીને પાછી ખેંચી લેવાનો પણ સમાવેશ થાય છે.
14.7 તમે જેની સ્પષ્ટપણે મંજૂરી આપવામાં આવી હોય તેવી આ પ્લેટફૉર્મને લગતી સામાન્ય માહિતીનો ઉપયોગ કરી શકો છો, પરંતુ શરત એ છે કે તમે (1) આ પ્રકારના દસ્તાવેજોની તમામ નકલોમાં કોઇપણ માલિકીની નોટીસની ભાષાને દૂર કરશો નહીં, (2) જ્યાં સુધી કોઈ કરાર મારફતે સંમત થવામાં આવ્યું ન હોય ત્યાં સુધી આ પ્રકારના વિષયવસ્તુનો ઉપયોગ ફક્તને ફક્ત તમારા અંગત, બિન-વાણિજ્યિક અનૌપચારિક હેતુ માટે જ કરશો તથા આ પ્રકારના વિષયવસ્તુની નેટવર્કમાં રહેલા કોઇપણ નેટવર્ક પર નકલ કે પોસ્ટ કરશો નહીં કે પછી કોઈ માધ્યમમાં પ્રસારિત કરશો નહીં, (3) આ પ્રકારના કોઇપણ વિષયવસ્તુમાં કોઈ ફેરફાર કરશો નહીં, અને (4) આ પ્રકારના દસ્તાવેજોના સંબંધે કોઇપણ વધારાની રજૂઆતો કરશો નહીં કે બાંયધરી આપશો નહીં.
15. પ્લેટફૉર્મનો ઉપયોગ
15.1 તમે એ બાબતે સંમત થાઓ છો અને સ્વીકારો છો કે, જોશ અને આ પ્લેટફૉર્મ ફક્તને ફક્ત એક સુવિધા પૂરી પાડનારા છે અને તે આ પ્લેટફૉર્મ પર થતાં કોઇપણ ટ્રાન્ઝેક્શનને કોઇપણ પ્રકારે નિયંત્રિત કરવા માટે કોઈ પક્ષ બની શકતા નથી કે તેને નિયંત્રિત કરી શકતા નથી. તદનુસાર, આ પ્લેટફૉર્મ પર ઉત્પાદનોના વેચાણનો કરાર સખતાઇપૂર્વક અને પ્રત્યક્ષ રીતે ફક્તને કક્ત તમારી અને પ્લેટફૉર્મ પર રહેલા વિક્રેતા/વેપારીની વચ્ચે જ હશે.
તમે આ પ્લેટફૉર્મ પર ઉપલબ્ધ કોઇપણ ઉત્પાદનોનો ઉપયોગ કોઇપણ ગેરકાયદે કે બિનઅધિકૃત હેતુ માટે કરી શકશો નહીં;
આ પ્લેટફૉર્મ પરથી કોઇપણ ઉત્પાદન ખરીદવા માટે જો આ પ્લેટફૉર્મ કે લાગુ થતી ચૂકવણીની પદ્ધતિનો છેતરપિંડીભર્યો ઉપયોગ કરવામાં આવે છે અને તમારા કૃત્ય/નિષ્ક્રિયતાને પરિણામે જોશે કોઈ આર્થિક નુકસાન વેઠવું પડે છે, તો તેને તમારી પાસેથી વસૂલવામાં આવશે. ઉપરોક્ત બાબત પ્રત્યે પૂર્વગ્રહ વગર જોશ આ પ્લેટફૉર્મનો છેતરપિંડી માટે ઉપયોગ કરવા બદલ અને/અથવા આ શરતોનું ઉલ્લંઘન કરી અન્ય કોઇપણ ગેરકાયદે કૃત્ય કે ચૂક કરવા બદલ તમારી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવાનો અધિકાર ધરાવે છે;
આ પ્લેટફૉર્મ પર દર્શાવવામાં આવેલી ઇમેજ અને ચિત્રાત્મક રજૂતાઓ જાહેરખબરના હેતુ માટે વધારવામાં આવી હોઈ શકે છે;
વિષયવસ્તુ, ઉત્પાદનોનું વર્ણન અને અન્ય સંબંધિત માહિતીની ચકાસણી કરવાની જવાબદારી તમારા શિરે રહેશે; અને
તમારો કરાર આ પ્લેટફૉર્મ પર રહેલા વિક્રેતાઓ/વેપારીઓ સાથે છે અને તમે એ વાતની પુષ્ટી કરો છો કે, તમારા દ્વારા જે ઉત્પાદન(નો) મંગાવવામાં આવ્યાં છે, તેને તમારા અંગત / વ્યક્તિગત ઉપયોગ માટે ખરીદવામાં આવ્યાં છે અને તે ફરીથી વેચવા કે વ્યવસાય કરવાના હેતુ માટે નથી. તમે જોશને તમારા દ્વારા અન્ય વેબસાઇટ પરથી મંગાવવામાં આવેલા ઉત્પાદનોના ઉક્ત હેતુનો ઉલ્લેખ કરી તમારા વતી કોઇપણ સરકારી સત્તાને આ માહિતી જાહેર કરવા કે આ જાહેરનામું પૂરું પાડવા માટે અધિકૃત કરો છો.
15.2 પ્રતિબંધિત ઉપયોગોઃ
જોશે કેટલીક સિસ્ટમોનું નિર્માણ કર્યું છે, જેમાં તે વેપારીઓને આ પ્લેટફૉર્મ પર કોઇપણ પ્રતિબંધિત ચીજોનું વેચાણ કરતા અટકાવે છે. જોકે, તમે એ વાતને સમજો છો અને સ્વીકારો છો કે, વેપારીઓ દ્વારા અહીં નીચે જણાવેલા ઉત્પાદનો પ્લેટફૉર્મ પર સૂચિબદ્ધ કરવામાં આવે તેવી અસંભવિત ઘટના ઘટવાના કિસ્સામાં તમે એક ખરીદદાર તરીકે કોઇપણ ભોગે આવા ઉત્પાદનો ખરીદશો નહીં તેની ખાતરી કરવાની જવાબદારી તમારી પણ છે.
કોઇપણ સ્વરૂપ (પ્રિન્ટ, ઑડિયો/વીડિયો, મલ્ટિમીડિયા મેસેજિસ, ઇમેજિસ, ફોટોગ્રાફ્સ વગેરે)માં રહેલા એડલ્ટ ઉત્પાદનો અને પોર્નોગ્રાફિક સામગ્રીઓ (ચાઇલ્ડ પોર્નોગ્રાફી સહિત).
15.3 જેને ખરીદવા માટે નોંધણી પામેલા મેડિકલ પ્રેક્ટિશનરના પ્રીસ્ક્રિપ્શનની જરૂર પડે છે, તેવી દવાઓ, ડ્રગ્સ અને ડ્રગને લગતી સાધનસામગ્રી;
16. ઉત્પાદનો
16.1 આ પ્લેટફૉર્મ માર્કેટપ્લેસ તરીકે સંચાલન કરે છે અને તે વિવિધ વિક્રેતાઓને આ પ્લેટફૉર્મના યુઝરોને તેમના વિવિધ ઉત્પાદનો (ઉત્પાદનો અને સેવાઓને આનુષંગિક હોય તેવી સેવાઓ સહિત), વાઉચરો અને સેવાઓ (‘ઉત્પાદનો’)ની જાહેરખબર કરવા, દર્શાવવા, ઉપલબ્ધ કરાવવા અને વેચવા માટેનું ફક્ત એક ઓનલાઇન પ્લેટફૉર્મ પૂરું પાડે છે. આ પ્લેટફૉર્મ ફક્ત યુઝરો અને વિવિધ વિક્રેતાઓને સંલગ્ન થવાની સુવિધા પૂરી પાડે છે તથા તેને લગતી અને આનુષંગિક હોય તેવી સેવાઓ પૂરી પાડે છે. વધુમાં, આ પ્લેટફૉર્મ કોઇપણ સમયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર યુઝરોને પૂરી પાડવામાં આવી રહેલી આ સેવાઓને બંધ કરવાનો પણ અધિકાર ધરાવે છે.
16.2 આ પ્લેટફૉર્મ પર પ્રદર્શિત કરવામાં આવેલા તમામ ઉત્પાદનો ‘જેમ છે તે મુજબ’ અને ‘ઉપલબ્ધ છે તે મુજબ’ના ધોરણે છે. ઉત્પાદનોની ઇમેજિસ ફક્તને ફક્ત સંદર્ભ માટે છે અને અસલી ઉત્પાદન પ્લેટફૉર્મ પર પ્રદર્શિત કરવામાં આવેલી તેની ઇમેજ કરતાં અલગ હોઈ શકે છે. પ્લેટફૉર્મ આ મામલે રહેલી કોઇપણ વિસંગતતામાંથી ઉદ્ભવતી હોય તેવી કોઇપણ જવાબદારીઓનો અસ્વીકાર કરે છે. જોશ એવી કોઈ બાંયધરી આપતું નથી કે, આ પ્લેટફૉર્મ પરથી તમારા દ્વારા ખરીદવામાં કે મેળવવામાં આવેલા કોઇપણ ઉત્પાદન, માહિતી કે અન્ય કોઈ સામગ્રીની ગુણવત્તા તમારી અપેક્ષા મુજબ જ હશે અથવા તો સેવામાં રહેલી કોઇપણ ત્રુટિઓને સુધારી લેવામાં આવશે. આ માટે ફક્તને ફક્ત જે-તે વેપારીઓ જવાબદાર ગણાશે.
16.3 આથી અહીં પ્લેટફૉર્મ યુઝર દ્વારા મંગાવવામાં આવેલા ફાઇનલ ઉત્પાદનની ફિનિશ અને દેખાવની યથાર્થતાની કોઇપણ બાંયધરી સ્વીકારતું નથી. આ પ્લેટફૉર્મ મારફતે તમારા દ્વારા ખરીદવામાં આવેલ કે મેળવવામાં આવેલ કોઇપણ ઉત્પાદનો, સેવાઓ, માહિતી કે અન્ય કોઈ સામગ્રીની ગુણવત્તાનું જોશ દ્વારા સમર્થન કરવામાં આવતું નથી કે તેને કોઈ સમર્થન પૂરું પાડવામાં આવતું નથી તથા તે ફક્તને ફક્ત સંબંધિત વિક્રેતાની જવાબદારી છે. સંબંધિત બ્રાન્ડ્સના સાઇઝ ચાર્ટમાં તફાવત હોવાથી ઉત્પાદનની ઉપલબ્ધતાને કારણે સર્જાયેલી મર્યાદાઓને લીધે તમારા ઑર્ડરના કેટલાક પાસાંઓ, જેમ કે, મર્ચન્ડાઇઝની બ્રાન્ડ, સાઇઝ, રંગ વગેરેમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે.
16.4 જોશ આ પ્લેટફૉર્મની જોગવાઇને કોઇપણ વ્યક્તિ, ભૌગોલિક ક્ષેત્ર કે અધિકારક્ષેત્ર સુધી મર્યાદિત કરવાનો અધિકાર ધરાવે છે પરંતુ આ માટેની કોઈ જવાબદારી ધરાવતું નથી. અમે પ્રત્યેક કેસ પર આધાર રાખીને અમારા અધિકારનો ઉપયોગ કરી શકે છીએ. ઉત્પાદનના તમામ વર્ણનો અને ઉત્પાદનની કિંમતો અમારી સંપૂર્ણ મુનસફી મુજબ અગાઉથી જાણ કર્યા વગર બદલાવાને આધિન છે. અમે કોઇપણ ઉત્પાદનને કોઇપણ સમયે વેચાતી બંધ કરવાનો અધિકાર ધરાવીએ છીએ. આ પ્લેટફૉર્મ પર કોઇપણ ઉત્પાદન માટે રજૂ કરવામાં આવેલી કોઇપણ ઑફર પ્રતિબંધિત કરવામાં આવતાં રદબાતલ થઈ જશે.
16.5 જ્યાં સુધી અન્ય કોઈ સ્પષ્ટ કરવામાં આવ્યું ન હોય ત્યાં સુધી તમામ કિંમતો ગૂડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (‘જીએસટી’), લાગુ થતાં હોય તે મુજબના અન્ય કરવેરાઓ અને સેસ સહિતની છે. અમારી પાસેથી ખરીદવામાં આવેલા ઉત્પાદન સાથે સંકળાયેલી તમામ ફી/ખર્ચાઓ/ચાર્જિસ વગેરેની ચૂકવણી કરવા માટે તમે પોતે જવાબદાર છો અને તમે જીએસટી, અન્ય કરવેરા અને સેસ સહિત પરંતુ તેના સુધી મર્યાદિત ન રહીને લાગુ થતાં કોઇપણ અને તમામ કરવેરા ભોગવવા માટે સંમત થાઓ છો.
16.6 જોશ અગાઉથી જાણ કર્યા વગર કોઇપણ સમયે આ સેવાઓ, પ્લેટફૉર્મ અને/અથવા તેનો કોઇપણ હિસ્સો કે વિષયવસ્તુમાં ફેરફાર કરવાનો કે તેને બંધ કરી દેવાનો અધિકાર ધરાવે છે. જોશ આ પ્લેટફૉર્મની કોઇપણ સેવાઓમાં કોઇપણ પ્રકારના ફેરફાર, કિંમતોમાં કોઇપણ પ્રકારનો ફેરફાર, તે સ્થગિત થઈ જવા કે બંધ થઈ જવા માટે તમારા કે અન્ય કોઈ થર્ડ-પાર્ટી પ્રત્યે જવાબદાર ગણાશે નહીં.
17. ચૂકવણી, રીટર્ન અને એક્સચેન્જ, ડીલિવરી
17.1 ઉત્પાદનોની કિંમતો અમારા પ્લેટફૉર્મ પર વર્ણવવામાં આવી છે અને સંદર્ભ દ્વારા તેને આ શરતોમાં સમાવવામાં આવી છે. તમામ કિંમતો ભારતીય રૂપિયામાં છે. કિંમતો, ઉત્પાદનો અને સેવાઓ સંબંધિત વિક્રેતા દ્વારા પૂરા પાડવામાં આવે છે અને પ્રત્યેક વિક્રેતાને લાગુ થતી બ્રાન્ડની માર્ગદર્શિકાઓ અને અન્ય નિયમો અને શરતો અનુસાર તે બદલાઈ શકે છે. યુઝર આગળ એ બાબતે બાંયધરી આપે છે કે, આ પ્રકારના ટ્રાન્ઝેક્શનની શરૂઆત કરીને યુઝર લાગુ થતાં કાયદાઓ દ્વારા મંજૂર કરવામાં આવેલી અને પ્લેટફૉર્મ દ્વારા સ્વીકારવામાં આવેલી ચૂકવણીની આ પ્રકારની સુવિધાઓનો ઉપયોગ કરીને ઉત્પાદનને ખરીદવા માટે વિક્રેતા સાથે કાયદાકીય રીતે બાધ્ય અને અમલ કરવા યોગ્ય કરાર કરી રહ્યાં છે.
17.2 ચૂકવણી અને ડીલિવરી સંબંધિત તમામ શરતો ઉત્પાદનોના વિક્રેતાઓ અને આ ઉત્પાદન ખરીદી રહેલા યુઝરની વચ્ચે ગર્ભિત રીતે સ્થાપિત થયેલા કરાર આધારિત સંબંધને અનુસાર છે તથા પ્લેટફૉર્મ દ્વારા પૂરી પાડવામાં આવેલી ચૂકવણીની સુવિધા એ યુઝર દ્વારા કરવામાં આવેલી ખરીદીની પ્રક્રિયાને પૂરી કરવા માટે ફક્તને ફક્ત ઉત્પાદન ખરીદનારા યુઝર અને ઉત્પાદન વેચનારા વિક્રેતા દ્વારા જ ઉપયોગમાં લેવામાં આવે છે.
17.3 ઉત્પાદનને પરત આપવાની અને બદલાવવાની પ્રક્રિયા તમારી અને વિક્રેતાની વચ્ચે થાય છે. વિક્રેતાની ઉત્પાદનને પરત કરવાની કે બદલાવવાની નીતિ વિક્રેતા દ્વારા પહોંચાડવામાં આવેલા ખામીયુક્ત કે ખોટા ઉત્પાદનોને લાગુ થશે. કોઇપણ પ્રકારના ખામીયુક્ત કે ખોટા પહોંચાડવામાં આવેલા ઉત્પાદનો માટે જોશ તમારા કે અન્ય કોઈ થર્ડ-પાર્ટી પ્રત્યે જવાબદાર નથી.
17.4 આ પ્લેટફૉર્મ પરથી ખરીદવામાં આવેલા તમામ ઉત્પાદનોને લોજિસ્ટિક પાર્ટનર મારફતે અથવા તો વિક્રેતાઓ દ્વારા જાતે સ્ટાન્ડર્ડ કુરિયર સર્વિસ દ્વારા યુઝરને પહોંચાડવામાં આવશે. જ્યાં પણ લાગુ થતું હોય ત્યાં તમામ ડીલિવરીઓ શ્રેષ્ઠ પ્રયત્નના આધારે કરવામાં આવશે અને વિક્રેતા સૂચવવામાં આવેલી તારીખના રોજ ઉત્પાદનને પહોંચાડવાનો પ્રયાસ કરશે પરંતુ આ પ્લેટફૉર્મ ઉત્પાદનને પહોંચાડવામાં થતાં વિલંબમાંથી ઉદ્ભવતા કોઇપણ દાવાઓ અને જવાબદારીઓને સ્વીકારતું નથી.
17.5 ઉત્પાદન પહોંચાડવામાં કોઇપણ વિલંબ થવા માટે પ્લેટફૉર્મ/જોશ જવાબદાર ગણાશે નહીં. લોજિસ્ટિક પાર્ટનર દ્વારા યોગ્ય રીતે કાળજી નહીં લેવાને કારણે ઉત્પાદનને પરિવહન દરમિયાન કોઈ નુકસાન પહોંચે તો તેના માટે પ્લેટફૉર્મ જવાબદાર ગણાશે નહીં.
18. ગુપ્તતા
તમે જ્યારે આ પ્લેટફૉર્મને ઍક્સેસ કરી રહ્યાં હો, તેની સેવા મેળવી રહ્યાં હો અને/અથવા તેનો ઉપયોગ કરી રહ્યાં હો ત્યારે VerSe તમારી કેટલીક અંગત માહિતી અને ડેટાને એકઠો કરી શકે છે. આ પ્રકારે મેળવવામાં આવેલી માહિતી ફક્ત પ્લેટફૉર્મની કામગીરી માટે એકઠી કરવામાં આવે છે. તમે એ સમજો છો અને સ્વીકારો છો કે, VerSe દ્વારા એકઠી કરવામાં આવેલી યુઝરની તમામ માહિતી VerSeના વ્યાવસાયિક સહયોગીઓ (ભાગીદારો, જાહેરખબરો આપનારાઓ અને કોન્ટ્રાક્ટરો વગેરે સહિત પરંતુ તેના સુધી મર્યાદિત નહીં) અને આનુષંગિકોને શૅર કરવામાં અને વહેંચવામાં આવી શકે છે. તમે અહીં નીચે આપેલી લિંકની મુલાકાત લઇને VerSeની ગુપ્તતા સંબંધિત નીતિને વાંચી શકો છોઃ ગુપ્તતા સંબંધિત નીતિ (ગુપ્તતા સંબંધિત નીતિના પેજની લિંક)
અમે તમારી ગુપ્તતાની સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લઇએ છીએ અને આથી જ અમે તમારા એકાઉન્ટ સાથે સંબંધિત તમામ માહિતીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અને તેના હેઠળ બનાવવામાં આવેલા નિયમો હેઠળ ફરજિયાત બનાવવામાં આવેલા ડેટાની સુરક્ષાના ઉચ્ચ માપદંડો અને સુરક્ષાને લગતાં પગલાંઓને અનુરૂપ રહીને પૂરી પાડીએ છીએ. અમારી ગુપ્તતા સંબંધિત વર્તમાન નીતિને અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
19. ક્ષતિપૂર્તિ
આથી તમે અહીં VerSe અને તેના આનુષંગિકો અને તેના અધિકારીઓ, ડિરેક્ટરો અને કર્મચારીઓને આ પ્લેટફૉર્મના તમારા ઉપયોગમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉદ્ભવતા, પરિણામસ્વરૂપ થતાં તમામ નુકસાન, જવાબદારીઓ, કિંમતો, ખર્ચાઓની સામે ક્ષતિપૂરિત રાખવા, તેમનું રક્ષણ કરવા અને હાનિરહિત રાખવા માટે સંમત થાઓ છો. વાજબી પ્રયત્નો કરવામાં આવ્યાં છતાં આ પ્લેટફૉર્મ મારફતે તમારા દ્વારા ઍક્સેસ કરવામાં આવેલા વિષયવસ્તુ માટે VerSe કોઈ જવાબદારી સ્વીકારતું નથી કે તેનું નિયંત્રણ લેતું નથી.
20. કોઈ જવાબદારી નહીં
કોઇપણ પ્રકારની ઘટનામાં લાગુ કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવેલી મહત્તમ મર્યાદા સુધી VerSe કે તેના કોઈ આનુષંગિકોને કોઇપણ પ્રકારના પ્રત્યક્ષ, પરોક્ષ, આકસ્મિક, દંડાત્મક, વિશેષ કે પરિણામસ્વરૂપ નુકસાનો, નફાના નુકસાન કે કોઈ ગુપ્ત કે માહિતીના નુકસાન, વ્યવસાયમાં વિક્ષેપ, વ્યક્તિગત ઇજા, ગુપ્તતા છીનવાઈ જવા માટે, સદ્ભાવના અને વાજબી કાળજી લેવા સહિતની કોઇપણ ફરજ પૂરી નહીં કરી શકવા માટે, બેદરકારી માટે અને અન્ય કોઈ આર્થિક અથવા આ પ્લેટફૉર્મના ઉપયોગ કરવા કે ઉપયોગ નહીં કરી શકવાના સંબંધમાંથી ઉદ્ભવતા અન્ય કોઈ પ્રકારના નુકસાન માટે અને VerSe કે તેના કોઈ આનુષંગિકના નિયંત્રણમાં ન હોય તેવી કોઈ આસમાની આફત કે કોઈ થર્ડ-પાર્ટીના કૃત્યના સંબંધમાંથી ઉદ્ભવતી કોઈ ખોટ કે નુકસાન માટે જવાબદાર ગણી શકાશે નહીં.
VerSe કે તેના કોઈ આનુષંગિકોને યુઝર દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટાને કારણે થતાં કોઇપણ પ્રત્યક્ષ કે પરોક્ષ નુકસાન માટે અથવા આ પ્લેટફૉર્મના ઉપયોગ કે ઉપયોગ નહીં કરી શકવાના સંબંધમાંથી ઉદ્ભવેલા કોઇપણ પ્રકારના થર્ડ-પાર્ટીના અધિકારોના ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવી શકાશે નહીં.
કોઇપણ પ્રકારની ઘટનામાં આ પ્લેટફૉર્મના સંબંધમાં તમામ પ્રકારના દાવાઓ માટે VerSeની એકંદર જવાબદારી રૂ. 5000/- (રૂપિયા પાંચ હજાર પૂરા)થી વધશે નહીં. જવાબદારીની આ મર્યાદા એ તમારી અને VerSeની વચ્ચેના સંબંધના આધારનો એક હિસ્સો છે તથા તે જવાબદારીઓ (એટલે કે, બાંયધરી, ક્ષતિ, બેદરકારી, કરાર, કાયદો)ના તમામ દાવાઓને લાગુ થાય છે, ભલે પછી VerSe કે તેના આનુષંગિકોને આવા કોઇપણ પ્રકારના નુકસાનની શક્યતા અંગે જણાવવામાં આવ્યું હોય તો પણ અને આ ઉપાયો તેનો મૂળભૂત હેતુ પૂરો કરવામાં નિષ્ફળ રહે તો પણ.
21. વિભાજનક્ષમતા
જો આ કરારમાં રહેલી કોઇપણ જોગવાઈ અમાન્ય બની જાય કે ગેરકાયદે થઈ જાય કે પછી બિન-અમલપાત્ર બની જાય તો, આવી જોગવાઈને આ કરારમાંથી અલગ કરી દેવામાં આવી હોવાનું માનવામાં આવશે અને આ કરારની બાકીની જવાબદારીઓ જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી આ પ્રકારના વિભાજનથી પ્રભાવિત થશે નહીં.
22. અધિકાર જતો કરવો
જો VerSe કોઇપણ સમયે આ કરારની કોઇપણ જોગવાઇને લાગુ કરી શકે નહીં, તો તેનું અર્થઘટન જરાયે એમ ન થવું જોઇએ કે, VerSeએ તેનો અધિકાર, સત્તા, વિશેષાધિકાર કે ઉપાય છોડી દીધાં છે કે આ કરારના સંબંધમાં તમારા દ્વારા અગાઉ કે પછી થયેલા ઉલ્લંઘનોને માફ કરી દેવામાં આવ્યાં છે કે પછી કોઈ અધિકાર, સત્તા, વિશેષાધિકાર કે ઉપાયમાંથી કોઈ એકનો કે આંશિક પ્રયોગ થવાથી આ પ્રકારના કે આ કરારમાં પૂરા પાડવામાં આવેલા અન્ય કોઈ અધિકાર, સત્તા, વિશેષાધિકાર કે ઉપાયનો આગળ ઉપર પ્રયોગ થતો અટકી જશે, તેમ જરાયે માનવાની જરૂર નથી, જેમાંથી આ તમામ અલગ-અલગ અને સંચિત છે તથા તે એકબીજાથી કે કાયદા અને ઇક્વિટીમાં VerSe માટે અન્યથા ઉપલબ્ધ કરાવવામાં આવેલા અન્ય કોઈ અધિકારો કે ઉપાયોથી વિશિષ્ટ નથી.
23. કુદરતી આફત અને થર્ડ પાર્ટીના કાર્યો
VerSe અને તેના આનુષંગિકો દ્વારા આ સેવાની શરતો કે અન્ય કોઈ નીતિઓના કોઇપણ હિસ્સાના કાર્યદેખાવને કુદરતી આફતની ઘટના (જેમાં કુદરતી હોનારત, જન શત્રુ, રોગચાળો, વૈશ્વિક રોગચાળો, બળવો, પ્રહારો, હુલ્લડો, આતંકવાદી હુમલો, આગ, પૂર, યુદ્ધ, ચક્રવાત અને સરકારના કોઇપણ નિયમન કે કોઇપણ સક્ષમ વૈધાનિક કે ન્યાયિક સત્તા કે કોઇપણ સરકારના આદેશનો સમાવેશ થાય છે પરંતુ તે આટલા પૂરતું મર્યાદિત નથી) ઘટવા પર કે પછી VerSeના વાજબી નિયંત્રણમાં ન હોય તેવા અન્ય કોઈ કારણોસર કે VerSeના નિયંત્રણમાં ન હોય તેવા અન્ય કોઈ થર્ડ-પાર્ટીના કૃત્યના કારણોસર માફ કરવામાં આવશે, જેમાં હેકિંગ, ડેટાની ચોરી, યુઝરના એકાઉન્ટનું બિનઅધિકૃત ઍક્સેસ, કોઇનો સ્વાંગ ધારણ કરવો, છેતરપિંડી, ખોટી રજૂઆત વગેરેનો સમાવેશ થાય છે પરંતુ તે આટલા પૂરતું મર્યાદિત નથી.
24. આ કરારમાં ફેરફાર
આથી તમે સંમત થાઓ છો, બાંયધરી આપો છો અને પુષ્ટી કરો છો કે, VerSe સમયાંતરે આ કરાર અને/અથવા ગુપ્તતા સંબંધિત નીતિના કોઇપણ હિસ્સાને અપડેટ કરવાનો, ફેરફાર કરવાનો કે સ્થગિત કરી દેવાનો અધિકાર ધરાવે છે. આ પ્રકારનો સુધારેલો કરાર અને/અથવા ગુપ્તતા સંબંધિત નીતિ જે તારીખે અપડેટ થયાં હોય કે જે તારીખે તેમાં ફેરફાર થયો કે જે તારીખે સ્થગિત થયાં હોય, તે તારીખથી લાગુ થશે. જો તમે કરારમાં થયેલા કોઇપણ ફેરફારની સાથે સંમત ન હો તો તમે આ પ્લેટફૉર્મને અનઇન્સ્ટોલ કરીને આ પ્લેટફૉર્મને ઍક્સેસ કરવાનું કે તેનો ઉપયોગ કરવાનું બંધ કરી શકો છો. કરાર અને/અથવા નીતિઓ (ગુપ્તતા સંબંધિત નીતિ, સામુદાયિક માર્ગદર્શિકા સહિત)માં ફેરફાર થયાં પછી પણ જો તમે આ પ્લેટફૉર્મને ઍક્સેસ કરવાનું કે તેનો ઉપયોગ કરવાનું કે તેની સેવા મેળવવાનું ચાલું રાખો છો તો, તે એ સૂચવે છે કે તમને આ ફેરફારો સ્વીકાર્ય છે અને તમે તેને સ્વીકારો છો અને આથી તમે અહીં સંમત થાઓ છો, બાંયધરી આપો છો અને પુષ્ટી કરો છો કે, તમે આ સુધારેલા કરાર અને/અથવા નીતિઓ સાથે બાધ્ય થાઓ છો.
25. સંચાલન કરનારો કાયદો
25.1 આ કરારનું સંચાલન ભારતીય ક્ષેત્રમાં જે-તે સમયે અમલમાં હોય તેવા કાયદાઓ દ્વારા થશે તથા ફક્ત બેંગ્લોરમાં આવેલી કૉર્ટ જ આ કરારને સંબંધિત બાબતો પર વિશિષ્ટ અધિકારક્ષેત્ર ધરાવતી હશે.
25.2 આ કરાર હેઠળ કે તેના સંબંધમાં ઉદ્ભવતા તમામ વિવાદો એકમાત્ર લવાદ સમક્ષ લવાદી માટે સંદર્ભિત કરવામાં આવી શકે છે. જો બધાં જ પક્ષો ઇન્ડિયન આર્બિટ્રેશન એન્ડ કન્સિલિયેશન એક્ટ, 1996 (‘કાયદો’) હેઠળ નિર્ધારિત કરવામાં આવેલા સમયની અંદર એકમાત્ર લવાદની નિમણૂક પર સંમત થતાં નથી, તો આ પાર્ટીઓ એકમાત્ર લવાદની નિમણૂક માટે આ કાયદા હેઠળની સક્ષમ કૉર્ટનો સંપર્ક કરી શકે છે. લવાદની કાર્યવાહી આ કાયદા અને તેના હેઠળ ઘડવામાં આવેલા નિયમો અનુસાર હાથ ધરવામાં આવશે અને લવાદનું સ્થળ/બેઠક બેંગ્લોર જ રહેશે. લવાદની કાર્યવાહી અંગ્રેજી ભાષામાં હાથ ધરવામાં આવશે.
26. નોટીસ
આથી અહીં ખાસ કરીને નોટીસ પાઠવવામાં આવે છે કે, આ પ્લેટફૉર્મ મારફતે ઍક્સેસ કરી શકાતા વિષયવસ્તુ કે જાહેરખબરો માટે VerSe જવાબદાર નથી. VerSe તેની સંપૂર્ણ મુનસફી મુજબ થર્ડ-પાર્ટીના અધિકારોનું ઉલ્લંઘન કરતા હોય તેવા કથિત વિષયવસ્તુની ઍક્સેસને દૂર કરવાનો અને/અથવા બંધ કરવાનો અને/અથવા VerSeના અને/અથવા કોઈ થર્ડ પાર્ટીની બૌદ્ધિક સંપદા કે અન્ય અધિકારોનું ઉલ્લંઘન કરતાં હોય તેવા આ પ્લેટફૉર્મના યુઝરના એકાઉન્ટ્સને બંધ કરવાનો અધિકાર ધરાવે છે.
27. ફરિયાદ નિવારણની મિકેનિઝમ
ફરિયાદો સાથે કામ પાર પાડવા માટે VerSeએ અહીં નીચે જણાવેલી મિકેનિઝમને અમલી બનાવી છેઃ
સેવાની શરતો, ગુપ્તતા સંબંધિત નીતિ અને સામુદાયિક માર્ગદર્શિકા સંબંધિત ફરિયાદો કે ચિંતાઓને ‘રેસિડેન્ટ ગ્રિવન્સ ઑફિસર’ને સંબોધવી જોઇએ. રેસિડેન્ટ ગ્રિવન્સ ઑફિસરનો સંપર્ક grievance.officer@myjosh.in ઈ-મેઇલ મારફતે થઈ શકે છે અથવા તો અહીં નીચે જણાવેલા સરનામે ટપાલ દ્વારા થઈ શકે છે. VerSe આ પ્રકારની ફરિયાદોનો ઉકેલ લાવી શકે તે માટે ફરિયાદ જરૂરી હોય તેવી બધી જ માહિતી ધરાવતી હોવી જોઇએ.
ડેટાની સુરક્ષા, ગુપ્તતા અને અન્ય પ્લેટફૉર્મના ઉપયોગ સંબંધિત તમારી ચિંતાઓનો ઉકેલ લાવવા માટે VerSe ફરિયાદ નિવારણ અધિકારી ધરાવે છે.
તમે સંપર્ક કરી શકો છો
સ્કૉપ | નામ/શીર્ષક | ઈ-મેઇલ આઇડી |
ફરિયાદ નિવારણ માટે | ફરિયાદ નિવારણ અધિકારી | |
કાયદાની અમલબજવણીના સંકલન માટે | નોડલ અધિકારી શ્રી સુનિલ કુમાર ડી. | |
નિયમનકારી અનુપાલન માટે | અનુપાલન અધિકારી |
આ પ્લેટફૉર્મ પર પ્રકાશિત કરવામાં આવેલા વિષયવસ્તુ કે જાહેરખબરથી જે કોઇપણ વ્યક્તિ/એન્ટિટીની લાગણી દુભાયેલ છે, તેઓ આ પ્રકારના વિષયવસ્તુ કે જાહેરખબર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. આવી વ્યથિત વ્યક્તિ/એન્ટિટીના કાયદાકીય વારસદારો, એજન્ટ કે એટર્ની પણ આ પ્રકારના વિષયવસ્તુ કે ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. જો આવી ફરિયાદ ગુનાના વ્યાપની હેઠળ આવતી ન હોય તો, આવા વિષયવસ્તુ કે જાહેરાતમાં કોઈ હિતસંબંધ ન ધરાવતી કે તેનાથી વ્યથિત ન થયેલી હોય તેવી અસંબંધ વ્યક્તિ/એન્ટિટી આવા વિષયવસ્તુ કે જાહેરખબરની વિરુદ્ધ માન્ય ફરિયાદ નોંધાવી શકતી નથી. જો તમે વ્યથિત થયેલી પાર્ટીના એજન્ટ કે એટર્ની હો તો, આવી વ્યથિત પાર્ટી વતી ફરિયાદ નોંધાવાના તમારા અધિકારને સ્થાપિત કરવા માટે તમારે દસ્તાવેજી પુરાવો સોંપવાનો રહે છે.
28. ફરિયાદ દાખલ કરવાની અને વિષયવસ્તુને હટાવવાની પ્રક્રિયા
28.1 જો તમે કોઈ વિષયવસ્તુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રહ્યાં છો તો, તમારે અહીં નીચે જણાવેલી માહિતી પૂરી પાડવાની રહેશેઃ
VerSeને પાઠવવામાં આવતી તમામ નોટીસો લેખિતમાં હોવી જોઇએ અને જો તેને રૂબરૂમાં સોંપવામાં આવે કે તેને રજિસ્ટર્ડ મેઇલ મારફતે મોકલવામાં આવે તો તેને યોગ્ય રીતે સોંપવાની રહેશે, પરત રસીદની વિનંતી કરવાની રહેશે અથવા તો અહીં નીચે જણાવેલા એડ્રેસ કે ઈ-મેઇલ પર તેની નકલ મોકલવાની રહેશે
આઇડીઃ grievance.officer@myjosh.in
VerSe ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ
11મો માળ, વિંગ E, હેલિયોસ બિઝનેસ પાર્ક,
આઉટર રિંગ રોડ, કડ્ડુબીસનહાલી,
બેંગ્લુરુ - 560103, કર્ણાટક, ભારત
grievance.officer@myjosh.in
26.2 વિષયવસ્તુ હટાવવાની પ્રક્રિયા
આ પ્લેટફૉર્મનું સંચાલન VerSe ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ (‘VerSe’) દ્વારા કરવામાં આવે છે અને આ પ્લેટફૉર્મ સંબંધિત તમામ અધિકારો VerSeની પાસે રહેલા છે. આ માર્ગદર્શિકા યુઝર દ્વારા સર્જવામાં આવેલા વિષયવસ્તુ કે આ પ્લેટફૉર્મ પર દર્શાવવામાં આવેલા કે પ્રસારિત કરવામાં આવેલા અન્ય કોઈ વિષયવસ્તુની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી કોઈ ફરિયાદ કે આપત્તિના રીપોર્ટિંગ, તપાસ અને નિવારણ સાથે કામ પાર પાડે છે. આ માર્ગદર્શિકા ફરિયાદ દાખલ કરવા સંબંધિત સૂચનો પણ પૂરા પાડે છે. આ માર્ગદર્શિકા ફરિયાદ દાખલ કરી રહેલી વ્યક્તિ (‘તમે’)ને મદદરૂપ થવા, પ્લેટફૉર્મ પર દર્શાવવામાં આવેલ વિષયવસ્તુ કે જાહેરખબરની વિરુદ્ધ ફરિયાદ કેવી રીતે દાખલ કરવી, VerSe દ્વારા આ ફરિયાદની સાથે કેવી રીતે કામ પાર પાડવામાં આવશે તથા આ પ્લેટફૉર્મ પર દર્શાવવામાં આવેલ વિષયવસ્તુ અને જાહેરખબર સંબંધિત કાયદાકીય જરૂરિયાતોને સમજાવવા માટે પૂરી પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકાના હેતુ માટે જ્યાં પણ VerSeનો સંદર્ભ આવે ત્યાં-ત્યાં તેના સહાયક કંપનીઓ, પેરેન્ટ એન્ટિટી અને સિસ્ટર કન્સર્સનો સમાવેશ થશે.
તમે વિષયમાં ‘વિષયવસ્તુ હટાવવાની ફરિયાદ’ લખીને તમામ જરૂરી માહિતીની સાથે grievance.officer@myjosh.in ઈ-મેઇલ એડ્રેસ પર તમારી ફરિયાદને મોકલી શકો છો. તમે અહીં નીચે જણાવેલા સરનામે તમામ જરૂરી માહિતીની સાથે ટપાલ મારફતે તમારી ફરિયાદ/નોટીસો મોકલી પણ શકો છો.
શ્રી નાગરાજ
ફરિયાદ નિવારણ અધિકારી,
VerSe ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ
11મો માળ, વિંગ E, હેલિયોસ બિઝનેસ પાર્ક,
આઉટર રિંગ રોડ, કડ્ડુબીસનહાલી,
બેંગ્લુરુ-560103, કર્ણાટક, ભારત
ફરિયાદ નિવારણની મિકેનિઝમઃ
યુઝરની ફરિયાદ કે તેમના દ્વારા અનુભવવામાં આવતી અન્ય કોઈ સમસ્યાને અહીં નીચે આપેલા ઈ-મેઇલ એડ્રેસ પર ઈ-મેઇલ કરીને સોંપી શકાય છે. આ ફરિયાદમાં આટલી વિગતો હોવી જરૂરી છેઃ (i) અમારા પ્લેટફૉર્મના સંબંધિત ખાતાધારકનું યુઝરનેમ (ii) નિસબત ધરાવતું ચોક્કસ વિષયવસ્તુ/વીડિયો નંબર અથવા યુઆરએલ કે લિંક અને (iii) આ પ્રકારની ટેકડાઉનની વિનંતી માટેની વિનંતી પાછળનું કારણ(ણો).
ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કૉડ) રુલ્સ, 2021 તથા તેના હેઠળ ઘડવામાં આવેલા નિયમો અનુસાર, ફરિયાદ નિવારણની મિકેનિઝમની સંપર્કની વિગતો અહીં નીચે મુજબ છેઃ
શ્રી નાગરાજ
ઈ-મેઇલઃ grievance.officer@myjosh.in
તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી કોઇપણ અને તમામ ફરિયાદો પછી તે ફરિયાદ માટેના ફૉર્મ, ઈ-મેઇલ કે ટપાલ દ્વારા મોકલવામાં આવેલ હોય, તેની તપાસ આ માર્ગદર્શિકા મુજબ કરવામાં આવે છે અને આ માર્ગદર્શિકા મુજબ જ તેની સાથે કામ પાર પાડવામાં આવે છે. VerSe વિરુદ્ધ કે આ પ્લેટફૉર્મ પર દર્શાવવામાં આવેલા/પ્રસારિત કરવામાંઆવેલા કોઇપણ વિષયવસ્તુ વિરુદ્ધ પાઠવવામાં આવેલી કોઇપણ કાયદાકીય નોટીસ કે શરૂ કરવામાં આવેલી કોઈ કાયદાકીય કાર્યવાહી આ માર્ગદર્શિકાની શરતોને આધિન નથી.
આ માર્ગદર્શિકાના હેતુ માટે અહીં વિષયવસ્તુ (‘કન્ટેન્ટ’)નો અર્થ થશે, કોઇપણ અને તમામ સમાચાર, વીડિયો, ઇમેજિસ, યુઝર દ્વારા સર્જવામાં આવેલ વિષયવસ્તુ, પ્રાયોજિત વિષયવસ્તુ કે પછી આ પ્લેટફૉર્મ પર કે તેના કોઈ હિસ્સા પર લોકોને દર્શાવવામાં આવેલ, પ્રસારિત કરવામાં આવેલ કે સંચારિત કરવામાં આવેલ અન્ય કોઈ વિષયવસ્તુ.
આ માર્ગદર્શિકાના હેતુ માટે ‘જાહેરખબર’નો અર્થ થશે, આ પ્લેટફૉર્મ પર કે તેના કોઈ હિસ્સા પર દર્શાવવામાં આવેલ કે પ્રસારિત કરવામાં આવેલ કોઇપણ એન્ડોર્સમેન્ટ, જાહેરખબર કે પ્રચાર-પ્રસાર સંબંધિત સામગ્રી.
VerSe કોઇપણ સમયે તેની મુનસફી મુજબ આ માર્ગદર્શિકામાં સુધારો કરવાનો અધિકાર ધરાવે છે, આથી VerSeને કોઇપણ વિષયવસ્તુ કે જાહેરખબર વિરુદ્ધ કોઇપણ ફરિયાદ દાખલ કરતાં/મોકલતા પહેલાં તમને આ માર્ગદર્શિકા ખૂબ જ કાળજીપૂર્વક વાંચી જવાની વિનંતી કરવામાં આવે છે.
ફરિયાદ કોણ દાખલ કરી શકે છે?
આ પ્લેટફૉર્મ પર પ્રકાશિત કરવામાં આવેલ કોઇપણ વિષયવસ્તુ કે જાહેરખબરથી વ્યથિત થયેલી કોઇપણ વ્યક્તિ/એન્ટિટી આ પ્રકારના વિષયવસ્તુ કે જાહેરખબર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી શકે છે. આવી વ્યથિત વ્યક્તિ/એન્ટિટીના કાયદાકીય વારસદારો, એજન્ટ કે એટર્ની પણ આ પ્રકારના વિષયવસ્તુ કે ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. જો આવી ફરિયાદ ગુનાના વ્યાપની હેઠળ આવતી ન હોય તો, આવા વિષયવસ્તુ કે જાહેરાતમાં કોઈ હિતસંબંધ ન ધરાવતી કે તેનાથી વ્યથિત ન થયેલી હોય તેવી અસંબંધ વ્યક્તિ/એન્ટિટી આવા વિષયવસ્તુ કે જાહેરખબરની વિરુદ્ધ માન્ય ફરિયાદ નોંધાવી શકતી નથી.
જો તમે વ્યથિત થયેલી પાર્ટીના એજન્ટ કે એટર્ની હો તો, આવી વ્યથિત પાર્ટી વતી ફરિયાદ નોંધાવાના તમારા અધિકારને સ્થાપિત કરવા માટે તમારે દસ્તાવેજી પુરાવો સોંપવાનો રહે છે.
ફરિયાદમાં કઈ માહિતી પૂરી પાડવાની રહેશે?
જો તમે કોઈ વિષયવસ્તુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રહ્યાં છો તો, તમારે અહીં નીચે જણાવેલી માહિતી પૂરી પાડવાની રહેશેઃ
તમે ફરિયાદના ફૉર્મ મારફતે ફરિયાદ દાખલ કરો છો કે ઈ-મેઇલ મારફતે તેને ધ્યાનમાં લીધાં વિના તમારે એ વાતની ખાતરી કરવાની રહેશે કે અહીં ઉપર જણાવવામાં આવેલી તમામ માહિતીનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવેલો હોય. જો ફરિયાદમાંથી આવી કોઇપણ આવશ્યક માહિતી ગાયબ હશે તો આવી ફરિયાદને અધૂરી ગણવામાં આવશે અને VerSe આ પ્રકારે દાખલ કરવામાં આવેલી ફરિયાદને ધ્યાન પર લેશે નહીં કે તેના આધારે કોઈ કાર્યવાહી કરશે નહીં.
‘ફરિયાદના પ્રકાર’નો અર્થ શું થાય છે અને તે શા માટે સુસંગત છે?
‘ફરિયાદના પ્રકાર’ સંબંધિત માહિતી VerSeને ફરિયાદના વિષયવસ્તુનું સંચાલન કરનારી કાયદાકીય જોગવાઇઓ પર આધાર રાખી જે-તે ફરિયાદનું વર્ગીકરણ કરવામાં મદદરૂપ થાય છે. પ્લેટફૉર્મ પર પ્રકાશિત થયેલા કોઇપણ વિષયવસ્તુ કે જાહેરખબર વિરુદ્ધની તમારી ફરિયાદ પર આધાર રાખીને VerSeએ ઘણાં બધાં વિકલ્પો પૂરા પાડ્યાં છે, જે ફરિયાદના પ્રકારને સ્પષ્ટ કરી શકે છે. અહીં નીચે ફૉર્મમાં પૂરી પાડવામાં આવેલી પ્રત્યેક કેટેગરીનું ટૂંકું વર્ણન આપવામાં આવ્યું છેઃ
કૉપીરાઇટનું ઉલ્લંઘનઃ એવું કોઇપણ વિષયવસ્તુ/જાહેરખબર, જે કૉપીરાઇટ, પર્ફોમરના અધિકાર કે વ્યથિત પક્ષના પ્રચારના અધિકારનું ઉલ્લંઘન કરે. તેમાં વ્યથિત પક્ષની મંજૂરી વગર તેમના દ્વારા સર્જવામાં આવેલા/તેમની માલિકીના વિષયવસ્તુને દર્શાવવાનો સમાવેશ થાય છે.
ટ્રેડમાર્કનું ઉલ્લંઘનઃ એવું કોઇપણ વિષયવસ્તુ/જાહેરખબર, જે વ્યથિત પક્ષના ટ્રેડમાર્કના અધિકારોનું ઉલ્લંઘન કરે અથવા ટ્રેડમાર્ક સંબંધિત કાયદા હેઠળ સંરક્ષિત હોય તેવા કોઇપણ શબ્દ, લૉગો કે અન્ય કોઈ રજૂઆતોનો ગેરકાયદે રીતે ઉપયોગ કરે/દર્શાવે.
ગુપ્તતાનું હનનઃ એવું કોઇપણ વિષયવસ્તુ/જાહેરખબર, જે અંગત હોય તેવી કે કોઇપણ થર્ડ પાર્ટીના ગુપ્તતાના અધિકારોનું ઉલ્લંઘન કરતી હોય તેવી માહિતી, ઇમેજ, લખાણ કે અન્ય કોઈ વિષયવસ્તુ ધરાવતા હોય.
માનહાનિઃ એવું કોઇપણ વિષયવસ્તુ/જાહેરખબર, જે એવી કોઈ માહિતી ધરાવતા હોય, જે ખોટી હોય અને 1) જે વ્યથિત પક્ષના પ્રતિષ્ઠા કે જાહેર છબીને નુકસાન પહોંચાડતા હોય કે 2) સામાન્ય રીતે લોકો દ્વારા વ્યથિત થયેલા પક્ષને કેવી રીતે જોવામાં આવે છે, તેના પર પ્રતિકૂળ પ્રભાવ પાડતા હોય.
ખોટું/ગેરમાર્ગે દોરનારું: એવું કોઇપણ વિષયવસ્તુ/જાહેરખબર, જે ખોટું કે અધૂરું હોય અને કોઈ ખોટી બાબતમાં વિશ્વાસ અપાવવા માટે લોકોને ગેરમાર્ગે દોરનારું હોય કે કોઈ એન્ટિટી, ઘટના કે કોઈ ચીજ પ્રત્યેના લોકોના દ્રષ્ટિકોણને ખોટી રીતે બદલતું હોય.
અશ્લીલ/ટીકાત્મક વિષયવસ્તુઃ એવું કોઇપણ વિષયવસ્તુ/જાહેરખબર, જે અણગમો પેદા કરનાર, મર્યાદા નહીં જાળવનાર, અભદ્ર, અધમ કે અનૈતિક અને સંભવિતપણે દર્શકના દિમાગને કલુષિત કરનાર કે ભ્રષ્ટ કરનાર ઇમેજ, લખાણ, વીડિયો, ઑડિયો કે અન્ય કોઈ રજૂઆતો ધરાવતું હોય.
ધાર્મિક લાગણીઓ દુભાવનારું કે હિંસાને પ્રેરિત કરનારું વિષયવસ્તુઃ એવું કોઇપણ વિષયવસ્તુ/જાહેરખબર, જે વ્યથિત પક્ષની ધાર્મિક માન્યતા કે લાગણીઓ દુભાવનાર કે લોકોમાં પ્રત્યક્ષ રીતે હિંસક વર્તણૂકને પ્રેરિત કરનાર કોઈ ઇમેજ, લખાણ કે અન્ય કોઈ વિષયવસ્તુ ધરાવતું હોય. દ્વેષપૂર્ણ ભાષણ ધરાવતું વિષયવસ્તુ/જાહેરખબર, સરકાર કે કોઈ ધર્મ કે ધાર્મિક સંગઠન વિરુદ્ધ બળવો પેદા કરનાર કોઈ વિષયવસ્તુને પણ આ કેટેગરી હેઠળ સમાવી શકાય છે.
આ તમામ કેટેગરીઓ સિવાય ફરિયાદના ફૉર્મમાં ‘અન્યથા ગેરકાયદે’ શીર્ષક ધરાવતી એક ઓપન કેટેગરી પણ આપવામાં આવી છે. જો ફરિયાદમાં ઉઠાવવામાં આવેલો મુદ્દો અહીં ઉપર જણાવવામાં આવેલી કોઇપણ કેટેગરી હેઠળ આવતો ન હોય તો, તમે ફરિયાદના આ પ્રકારને પસંદ કરી શકો છો અને તમારા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને ટૂંકમાં અલગથી સ્પષ્ટ કરી શકો છો.
તમે આ કેટેગરીઓમાંથી કોઈ એક જ કેટેગરીને પસંદ કરી શકો છો. જો ફરિયાદ અહીં ઉપર ઉલ્લેખિત એકથી વધુ કેટેગરીઓ હેઠળ આવતી હોય તો, તમે ફરિયાદની પ્રત્યેક કેટેગરી માટે અલગ-અલગ ફરિયાદ દાખલ કરી શકો છો અને ફરિયાદને સાબિત કરવા માટે તમામ જરૂરી દસ્તાવેજોની સાથે તેને લગતા તથ્યો અને ફરિયાદનું ચોક્કસ વર્ણન પૂરું પાડી શકો છો. જો તમે એક જ વિષયવસ્તુ/જાહેરખબર વિરુદ્ધ એકથી વધુ ફરિયાદ દાખલ કરો છો તો, તમારે એક જ વિષયવસ્તુ સંબંધિત તમારી તમામ અનુગામી ફરિયાદોમાં અગાઉની તમામ ફરિયાદોના કમ્પલેઈન્ટ આઇડીનો ઉલ્લેખ કરવાનો રહેશે, જેથી કરીને આ ફરિયાદનો ઉકેલ અસરકારક રીતે લાવી શકાય.
ફરિયાદની સાથે કેવા દસ્તાવેજી પુરાવાની જરૂર પડે છે?
ફરિયાદ અને આપત્તિના પ્રકાર પર આધાર રાખીને દસ્તાવેજી પુરાવાઓ અલગ-અલગ પ્રકારના હોઈ શકે છે. અહીં નીચે દસ્તાવેજી પુરાવાઓના કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યાં છે, જે ફરિયાદના વિવિધ પ્રકારોની સાથે સુસંગત હોઈ શકે છેઃ
કૉપીરાઇટનું ઉલ્લંઘનઃ વ્યથિત પક્ષના અધિકારોનો પુરાવો અને ઉલ્લંઘનનો પુરાવો.
ટ્રેડમાર્કનું ઉલ્લંઘનઃ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર, ઉલ્લંઘનનો પુરાવો.
ગુપ્તતાનું ઉલ્લંઘનઃ જે-તે વિષયવસ્તુ કે જાહેરખબર ખાનગી હોવાનો અન્યથા ગુપ્તતાના અધિકારોનું ઉલ્લંઘન થયું હોવાનો પુરાવો.
જો તમે વ્યથિત પક્ષના એજન્ટ કે એટર્ની હો તો, તમારે ફરિયાદની સાથે વ્યથિત પક્ષ વતી ફરિયાદ દાખલ કરવાના તમારા અધિકારને સ્થાપિત કરનારી પાવર ઑફ એટર્ની કે અધિકૃતતા પત્ર બીડવાનો રહેશે.
ફરિયાદમાં પૂરી પાડવામાં આવેલી માહિતી અધૂરી કે ખોટી હોય તો શું થાય છે?
કાયદા સાથે બાધ્ય એન્ટિટી હોવાથી VerSe પ્લેટફૉર્મ પર પ્રકાશિત થતાં કોઇપણ વિષયવસ્તુ કે જાહેરખબર વિરુદ્ધ દાખલ થયેલી પ્રત્યેક ફરિયાદને ધ્યાન પર લે છે અને તેની તપાસ કરે છે. વળી, VerSe જો જરૂર પડે તો આંતરિક તપાસ પણ હાથ ધરે છે, કોઇપણ ફરિયાદ સાથે કામ પાર પાડતી વખતે તેનો માહિતીનો પ્રાથમિક સ્રોત ફરિયાદમાં પૂરી પાડવામાં આવેલી માહિતી છે. ફરિયાદમાં પૂરી પાડવામાં આવેલી માહિતીના આધારે VerSe આ ફરિયાદ, વિવાદિત વિષયવસ્તુ/જાહેરખબર દ્વારા ઉલ્લંઘન કરવામાં આવેલા અધિકાર/કાયદા, આ બાબતમાં સંકળાયેલા પક્ષો અને આ સમસ્યાને ઉકેલવા માટે જરૂરી અન્ય સંબંધિત માહિતીના પ્રકારને નિર્ધારિત કરે છે.
VerSe આ ફરિયાદને ઉકેલવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે?
ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 હેઠળ VerSe એ ફક્ત એક ટેકનોલોજી પ્રોવાઇડર હોવાથી તે પ્લેટફૉર્મ પરથી વિષયવસ્તુ કે જાહેરાતને હટાવી લેવા માટે બાધ્ય છે, જો 1) તેને તમામ જરૂરી દસ્તાવેજોની સાથે ફરિયાદ પ્રાપ્ત થાય અને તેમાં પ્રથમ દ્રષ્ટિએ અને સ્પષ્ટપણે એમ સ્થાપિત થતું હોય કે પ્લેટફૉર્મ પર રહેલું વિષયવસ્તુ તે જાહેરખબર કોઇપણ થર્ડ પાર્ટીના અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે અથવા તો 2) કાયદા હેઠળ યોગ્ય સત્તા તરફથી તેને આવા વિષયવસ્તુ કે જાહેરખબરને હટાવી લેવાનો આદેશ પ્રાપ્ત થાય.
કાયદા અનુસાર, VerSe તમને એવા વિષયવસ્તુની વિગતો પણ પૂરી પાડી શકે છે, જે તમને સીધો સંદેશાવ્યવહાર કરવામાં અને તમારી ફરિયાદનો ઉકેલ લાવવામાં મદદરૂપ થઈ શકે છે.
કોઇપણ વિષયવસ્તુ કે જાહેરખબર વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદની તપાસ કરવાની અને તેને ઉકેલવાની VerSeની પ્રક્રિયા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ) રુલ્સ, 2011 અને ભારતમાં લાગુ અન્ય તમામ કાયદાઓ અનુસાર છે. કોઇપણ કાયદો ફરિયાદમાં પૂરી પાડવામાં આવેલી હોય તેવી કોઈ બાબતથી વિશેષની કોઈ બાબતની તપાસ કરવા માટે VerSe પર જવાબદારી નાંખતો નથી અને VerSe દ્વારા હાથ ધરવામાં આવેલી કોઇપણ તપાસ કે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી તેની સંપૂર્ણ મુનસફી મુજબ હાથ ધરવામાં આવે છે અને VerSeએ આ અંગેની જાણકરી તમને કે અન્ય કોઈ થર્ડ પાર્ટીને આપવાની જરૂર રહેતી નથી.
શું VerSe તેના પ્લેટફૉર્મ પર વિષયવસ્તુના પ્રકાશન માટે જવાબદાર છે?
ના, VerSe એ ફક્ત મધ્યસ્થ છે, જે વિવિધ થર્ડ-પાર્ટી કન્ટેન્ટ પ્રોવાઇડરોને તેમના વિષયવસ્તુને તમારા સહિત એન્ડ યુઝર સુધી પહોંચાડવા માટે ફક્ત એક પ્લેટફૉર્મ પૂરું પાડે છે. VerSe કોઇપણ વિષયવસ્તુ કે જાહેરખબરને આ પ્લેટફૉર્મ પર તૈયાર કરવામાં કે તેનું પ્રકાશન કરવામાં સંકળાયેલ નથી.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000ની કલમ 79 અનુસાર, VerSe આ પ્લેટફૉર્મ પર પ્રકાશિત થતાં કોઇપણ વિષયવસ્તુ કે તેના કોઇપણ હિસ્સા માટે જવાબદાર નથી. આ પ્લેટફૉર્મ પર પ્રકાશિત થતાં કોઇપણ વિષયવસ્તુ પ્રત્યેની VerSeની જવાબદારી આ પ્રકારના વિષયવસ્તુને પ્લેટફૉર્મ પરથી હટાવી લેવા પૂરતી મર્યાદિત છે, જો 1) તેને જે-તે વિષયવસ્તુ થર્ડ-પાર્ટીના અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યાં હોવાનું પ્રથમ દ્રષ્ટીએ અને સ્પષ્ટપણે સ્થાપિત કરતાં તમામ જરૂરી પુરાવાઓની સાથે ફરિયાદ પ્રાપ્ત થાય અથવા 2) તેને કાયદા હેઠળ યોગ્ય સત્તા તરફથી આવા વિષયવસ્તુ કે જાહેરખબરને હટાવી લેવાનો આદેશ પ્રાપ્ત થાય.
VerSe આ પ્લેટફૉર્મ પર કોઇપણ પ્રકારના વિષયવસ્તુને તૈયાર કરવા કે પ્રકાશિત કરવામાં સંકળાયેલું નહીં હોવાથી તે કોઇપણ વ્યથિત પક્ષને તેમના અધિકારોના ઉલ્લંઘન કરનારા કોઇપણ વિષયવસ્તુ કે તેના કોઈ હિસ્સા માટે તેમને કોઇપણ નુકસાનનું વળતર કે ખર્ચાઓની ચૂકવણી કરવા માટે બાધ્ય નથી. ફક્ત એક મધ્યસ્થ હોવાથી VerSe કોઇપણ થર્ડ પાર્ટીના અધિકારોનું ઉલ્લંઘન કરનારા કોઈ વિષયવસ્તુ કે તેના કોઈ હિસ્સા દ્વારા થઈ રહેલા અધિકારોના ઉલ્લંઘન માટે કોઇપણ પ્રકારના દીવાની દાવાને આધિન નથી.
VerSe તેના પ્લેટફૉર્મ પર રહેલા વિષયવસ્તુ અને જાહેરખબરની કાયદેસરતાની ખાતરી કેવી રીતે કરે છે?
અહીં ઉપર સમજાવવામાં આવ્યાં મુજબ, VerSe એ ફક્ત એક મધ્યસ્થ છે, જે વિવિધ થર્ડ-પાર્ટીઓને તેમના વિષયવસ્તુને રજૂ કરવા માટે એક પ્લેટફૉર્મ પૂરું પાડે છે. VerSe આ પ્લેટફૉર્મ પર દર્શાવવામાં આવતાં વિષયવસ્તુને અપલૉડ કરનારા થર્ડ-પાર્ટી કન્ટેન્ટ પ્રોવાઇડરોની સાથે કરાર ધરાવે છે. VerSe સાથેના તેમના કરારમાં આ કન્ટેન્ટ પ્રોવાઇડરોએ એવી રજૂઆત કરી હોય છે કે, આ પ્લેટફૉર્મ પર અપલૉડ કરવામાં આવેલું તેમનું વિષયવસ્તુ કે તેનો કોઇપણ હિસ્સો કોઇપણ કાયદા કે કોઇપણ થર્ડ-પાર્ટીના અધિકારોનું ઉલ્લંઘન કરતું નથી. આથી વિશેષ, કન્ટેન્ટ પ્રોવાઇડરોએ અહીં નીચે જણાવ્યાં મુજબની રજૂઆત કરી હોય છેઃ
આ ઉપરાંત VerSe તેના પ્લેટફૉર્મના ઉપયોગનું સંચાલન કરનારી તેના પોતાની નીતિઓ અને કરારો પણ ધરાવે છે. આ કરારો અને નીતિઓ યુઝરને બંધનકર્તા છે અને આ પ્લેટફૉર્મનો ઉપયોગ કોઇપણ કાયદાનું ઉલ્લંઘન કરે નહીં તેની ખાતરી કરવા માટે તેને ઘડવામાં આવ્યાં છે. આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરીને યુઝરો કોઇપણ કાયદા કે VerSeની ઉપયોગની શરતોનું ઉલ્લંઘન કરતું હોય તેવા કોઇપણ વિષયવસ્તુ (લખાણ, ઇમેજિસ, વીડિયો, કૉમેન્ટ્સ વગેરે સહિત)ને અપલૉડ નહીં કરવા માટે સંમત થાય છે.
VerSe એક મધ્યસ્થ હોવાથી તેણે તેના પ્લેટફૉર્મ પર વિષયવસ્તુનું નિરીક્ષણ કરવાની કોઈ જરૂર રહેતી નથી. VerSeએ ફક્ત જ્યારે તેને કોઈ યોગ્ય સત્તા તરફથી આદેશ પ્રાપ્ત થાય કે પ્રાથમિક દ્રષ્ટિએ કેસ હોવાનું સ્થાપિત કરનારી સંપૂર્ણ ફરિયાદ પ્રાપ્ત થાય ત્યારે આવા કોઇપણ વિષયવસ્તુ વિરુદ્ધ કાર્યવાહી કરવાની રહે છે. પરંતુ VerSeને તેની સંપૂર્ણ મુનસફી મુજબ એમ લાગે કે આ પ્રકારનું કોઈ વિષયવસ્તુ કોઇપણ કાયદા કે તેના પ્લેટફૉર્મની શરતોનું ઉલ્લંઘન કરે છે, તો તે આવા વિષયવસ્તુને હટાવવાનો અધિકાર પણ ધરાવે છે.
VerSe કોઇપણ વિષયવસ્તુ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદની સાથે કેવી રીતે કામ પાર પાડે છે?
VerSe સક્ષમ કાયદાકીય ટીમો ધરાવે છે, જે પ્લેટફૉર્મ પરના કોઇપણ વિષયવસ્તુ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી તમામ ફરિયાદોની સાથે કામ પાર પાડે છે. આ ટીમો તેમના આંતરિક સંશોધન તથા તમારા દ્વારા પૂરા પાડવામાં આવેલા વિષયવસ્તુ અને પુરાવાના આધારે વાસ્તવિક અને કાયદાકીય એમ બંને આધાર પર જે-તે બાબતની તપાસ કરે છે. ફરિયાદના વિષયવસ્તુ, પૂરા પાડવામાં આવેલા પુરાવા, આંતરિક સંશોધન, કાયદાકીય જોગવાઈ અને પ્રતિક્રિયા પર આધાર રાખીને આ ટીમો ફરિયાદ અને આપત્તિનું મૂલ્યાંકન કરે છે તથા તમને કે વ્યથિત પક્ષને કયા ઉપાયો પૂરા પાડી શકાય તેમ છે, તે નક્કી કરે છે.
આવી ફરિયાદો સાથે કામ પાર પાડતી વખતે શું VerSe તેના દ્વારા લેવામાં આવેલા સ્ટેપની વિગતો પૂરી પાડે છે?
ફરિયાદ તપાસની જટિલ પ્રક્રિયામાંથી પસાર થાય છે, જે ખૂબ જ સખતાઇપૂર્વક ગુપ્ત પ્રકારની હોય છે. જ્યાં સુધી કાયદા કે યોગ્ય ન્યાયિક/અર્ધ-ન્યાયિક સત્તા દ્વારા આવશ્યક બનાવવામાં ન આવે ત્યાં સુધી VerSe કોઈ ચોક્કસ ફરિયાદની સાથે કામ પાર પાડતી વખતે તેના દ્વારા લેવામાં આવેલા પગલાંઓને જાહેર કરી શકતું નથી.
શું VerSe દાખલ કરવામાં આવેલી તમામ ફરિયાદોની પ્રતિક્રિયા આપવા માટે બાધ્ય છે?
VerSe પ્લેટફૉર્મ પર રહેલા કોઇપણ/તમામ વિષયવસ્તુ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી તમામ ફરિયાદોને વિવિધ તથ્યોના આધારે ધ્યાન પર લે છે, જેમાં ફરિયાદમાં પૂરી પાડવામાં આવેલી માહિતી, ફરિયાદના પ્રકાર, પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજી પુરાવા, ફરિયાદ અને ફરિયાદમાં ઉઠાવવામાં આવેલી આપત્તિની કાયદાકીય માન્યતાનો સમાવેશ થાય છે પરંતુ તે આટલા પૂરતી મર્યાદિત નથી. આ પરિબળો પર આધાર રાખીને VerSe તમને પ્રતિક્રિયા આપી શકે અને ન પણ આપી શકે અથવા આ ફરિયાદ પર આધાર રાખીને કાર્યવાહી કરી શકે અને ન પણ કરી શકે. VerSe પ્લેટફૉર્મ પર રહેલા વિષયવસ્તુ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી દરેક ફરિયાદ પર આધાર રાખીને પ્રતિક્રિયા આપવા કે કાર્યવાહી કરવા માટે બાધ્ય નથી.
જો તમે ખોટી કે ક્ષુલ્લક ફરિયાદો દાખલ કરો છો તો શું થાય છે?
જો તમે ફરિયાદમાં ખોટી માહિતી પૂરી પાડો છો તો, VerSe તમામ જરૂરી માહિતી એકઠી કરી શકશે નહીં કે તમારી ફરિયાદને ઉકેલી શકશે નહીં. જો તમે ફરિયાદમાં ખોટી કે ગેરમાર્ગે દોરનારી માહિતી પૂરી પાડીને VerSeને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરો છો તો, VerSe તેના કાયદાકીય અધિકારો અને પ્લેટફૉર્મની અખંડિતતાનું રક્ષણ કરવા માટે તમારી વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લઈ શકે છે. કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે, જો તમે ખોટી અને ક્ષુલ્લક ફરિયાદો દાખલ કરો છો, તો તેના પરિણામસ્વરૂપ થતાં તમામ નુકસાનો (ખર્ચાઓ અને એટર્નીની ફી સહિત) માટે તમે પોતે જવાબદાર ગણાશો, કારણ કે, VerSe આવી ફરિયાદોની સમીક્ષા કરવા માટે નોંધપાત્ર સંસાધનો કામે લગાડે છે.
શું આ માર્ગદર્શિકા તમને બંધનકર્તા છે ખરી?
આ માર્ગદર્શિકાની રચના પ્લેટફૉર્મ પર રહેલા કોઇપણ વિષયવસ્તુ વિરુદ્ધ VerSe સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં તમને મદદરૂપ થવા માટે કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા દાખલ કરવામાં આવેલી ફરિયાદની સાથે કામ પાર પાડતી કે તેને સંબંધિત કાયદાકીય જોગવાઇઓ પર વિગતવાર રીતે તૈયાર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં ઉલ્લેખિત કોઇપણ બાબત કાયદાના દાયરાની બહાર નથી અને આથી, આ માર્ગદર્શિકા બાધ્યકારી છે કે નહીં તેને ધ્યાન પર લીધાં વિના તમે સંબંધિત કાયદાકીય જોગવાઇઓથી બાધ્ય છો.
તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની સાથે સંબંધિત વિષયવસ્તુ વિરુદ્ધ VerSe કઈ કાર્યવાહી કરી શકે છે?
એક મધ્યસ્થ હોવાથી VerSe તેને પ્રાપ્ત થયેલી ફરિયાદના વિષયવસ્તુ કે તેના કોઇપણ હિસ્સાને આપમેળે અથવા ફરિયાદનું અનુસરણ કરીને સંપાદિત કે તેમાં ફેરફાર કરી શકતું નથી. જોકે, કેટલીક પરિસ્થિતિઓમાં VerSeને સમગ્ર વિષયવસ્તુને પ્લેટફૉર્મ પરથી હટાવી લેવાની મંજૂરી છે.
VerSeએ અહીં નીચે જણાવેલા કિસ્સાઓમાં વિષયવસ્તુને હટાવી લેવું જરૂરી છેઃ
VerSe અહીં નીચે જણાવેલા કિસ્સાઓમાં વિષયવસ્તુને હટાવી શકે છેઃ
29. શરતો/કરારને સમાપ્ત કરવા
29.1 તમે તમારા એકાઉન્ટને ડીલીટ કરીને અને આ પ્લેટફૉર્મનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરીને કોઇપણ સમયે આ શરતોને સમાપ્ત કરી શકો છો. કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે, તમારા કમ્પ્યૂટર કે મોબાઇલ ડીવાઇઝમાંથી પ્લેટફૉર્મને ડીલીટ કરવાથી તમારું એકાઉન્ટ ડીલીટ થશે નહીં અને તમારા દ્વારા અગાઉ અપલૉડ કરવામાં આવેલું કોઇપણ યુઝર કન્ટેન્ટ પ્લેટફૉર્મ પર જ જળવાઈ રહેશે. જો તમે એકાઉન્ટ ડીલીટ કરવા માંગતા હો તો, કૃપા કરીને સાઇટ પર તમારા એકાઉન્ટમાં લૉગઇન થાઓ અથવા એપમાં એકાઉન્ટ પ્રોફાઇલના આઇકન પર ક્લિક કરો તથા એકવાર તમારી એકાઉન્ટ પ્રોફાઇલમાં જાઓ તે પછી ‘ડીલીટ એકાઉન્ટ’ને પસંદ કરો. કૃપા કરીને એ વાત પર ધ્યાન આપો કે, જો તમે તમારું એકાઉન્ટ ડીલીટ કરી નાંખો છો તો, તેમાં રહેલું તમામ યુઝર કન્ટેન્ટ પણ આપમેળે ડીલીટ થઈ જશે. વધુમાં જો તમે આ પ્લેટફૉર્મ પર તમારા દ્વારા અપલૉડ કરવામાં આવ્યાં હોય તેવા કોઈ યુઝર કન્ટેન્ટની કોઈ ચોક્કસ આઇટમને ડીલીટ કરવા માંગતા હો તો, તમે પ્લેટફૉર્મની અંદર જ રહેલા યુઝર કન્ટેન્ટને ડીલીટ કરવાની કાર્યાત્મકતાઓનો ઉપયોગ કરીને આમ કરી શકો છો. આ શરતો અને પોસ્ટ કરવામાં આવેલા કોઇપણ સુધારાઓ તમે જ્યાં સુધી આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરો છો ત્યાં સુધી સંપૂર્ણપણે લાગુ અને અમલી રહેશે અને કેટલીક જોગવાઇઓ તો તમારા દ્વારા પ્લેટફૉર્મનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે તે પછી પણ લાગુ થવાનું ચાલું રહી શકે છે.
29.2 તમે કોઇપણ કારણોસર કોઇપણ સમયે આ પ્લેટફૉર્મને અનઇન્સ્ટોલ કરીને કે ડીલીટ કરીને આ કરારને સમાપ્ત કરી શકો છો. જો તમે ફરીથી અમારી સેવાઓનો ઉપયોગ કરવા માંગતા ન હો અને તમારું એકાઉન્ટ ડીલીટ કરી દેવા માંગતા હો તો, grievance.officer@myjosh.in પર અમારો સંપર્ક કરો, અમે તમને આ સમગ્ર પ્રક્રિયામાં સહાયરૂપ થઇશું અને માર્ગદર્શન પૂરું પાડીશું. એકવાર તમે તમારું એકાઉન્ટ ડીલીટ કરવાનું પસંદ કરો છો તે પછી તમે તેને ફરીથી ચાલું કરી શકશો નહીં કે તમારા દ્વારા ઉમેરવામાં આવેલા કોઇપણ વિષયવસ્તુ કે માહિતીને પાછા મેળવી શકશો નહીં.
29.3 જો તમે આ શરતોની કોઇપણ જોગવાઇનું પાલન કરવામાં નિષ્ફળ જાઓ છો અથવા તો તમારા એકાઉન્ટ પર થતી પ્રવૃત્તિઓ અમારી સંપૂર્ણ મુનસફી મુજબ સેવાઓને નુકસાન પહોંચાડશે કે પહોંચાડી શકે તેમ હોય અથવા સેવાઓમાં વિક્ષેપ સર્જશે કે વિક્ષેપ સર્જી શકે તેમ હોય અથવા કોઈ થર્ડ પાર્ટીના અધિકારોનું ઉલ્લંઘન કરશે કે ઉલ્લંઘન કરી શકે તેમ હોય કે કોઇપણ લાગુ કાયદા કે વિનિયમોનું ઉલ્લંઘન કરશે કે કરી શકે તેમ હોય, તો અમે તમારા યુઝર એકાઉન્ટને નિષ્ક્રિય કરી દેવાનો કે બંધ કરી દેવાનો, તમારા દ્વારા અપલૉડ કે શૅર કરવામાં આવેલા વિષયવસ્તુને દૂર કરવાનો કે નિષ્ક્રિય કરવાનો અધિકાર ધરાવીએ છીએ. આ પ્રકારે એકાઉન્ટને બંધ કરી દેવા કે સ્થગિત કરી દેવા પર તમે આ પ્લેટફૉર્મને ઍક્સેસ કરી શકશો નહીં કે ઉપયોગમાં લઈ શકશો નહીં, અને તમે એ બાબતે સંમત થાઓ છો કે, તમે અલગ મેમ્બર નેમનો ઉપયોગ કરીને કે અન્ય કોઈ રીતે આ પ્લેટફૉર્મ પર ફરીથી નોંધણી કરવાનો કે તેને ઍક્સેસ કરવાનો પ્રયત્ન કરશો નહીં.
29.4 એકાઉન્ટ બંધ કરી દેવાનો પ્રભાવ. આ કરાર, તમારા એકાઉન્ટ કે પ્લેટફૉર્મની તમારી ઍક્સેસ કે ઉપયોગની સમાપ્તિમાં આ પ્લેટફૉર્મને દૂર કરવાનો કે તેનો આગળ વધુ ઉપયોગ થતો અટકાવવાનો સમાવેશ થાય છે. આ કરાર અથવા તમારું એકાઉન્ટ સમાપ્ત થઈ જવામાં તમારા યુઝર કન્ટેન્ટ સહિત તમારા યુઝરનેમ, તમારા પાસવર્ડ અને તમામ સંબંધિત માહિતીઓ, ફાઇલ્સ અને તમારા એકાઉન્ટ (કે તેના કોઈ હિસ્સા) સાથે સંકળાયેલા કે તેની અંદર રહેલા યુઝર કન્ટેન્ટ સાથેનું તમારું જોડાણ પણ સમાપ્ત થઈ જવાનો સમાવેશ થાય છે. આ કરાર સમાપ્ત થઈ જવા પર તમારી પ્રોફાઇલનું તમામ કન્ટેન્ટ અને અન્ય માહિતી પણ ડીલીટ થઈ જઈ શકે છે. જોકે, કેટલીક વિગતોને આર્કાઇવ અને કાયદાકીય હેતુઓ માટે અમારી પાસે જાળવી રાખવામાં આવી શકે છે. કરાર સમાપ્ત થઈ જવા છતાં વિષયવસ્તુ સંબંધિત જવાબદારી હંમેશા યુઝરના શિરે જળવાઈ રહેશે. આ કરાર સમાપ્ત થઈ જવા પર મોબાઇલ સોફ્ટવેર સહિત આ પ્લેટફૉર્મને ઉપયોગ કરવાનો તમારો અધિકાર પણ આપમેળે સમાપ્ત થઈ જશે. તમારું યુઝર કન્ટેન્ટ ડીલીટ થઈ જવા સહિત કોઇપણ પ્રકારના સસ્પેન્શન કે ટર્મિનેશન માટે તમારા પ્રત્યે VerSeની કોઈ જવાબદારી ગણાશે નહીં. VerSe જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી અને/અથવા સ્થાનિક કાયદા હેઠળ સ્વીકાર્ય હશે ત્યાં સુધી વિષયવસ્તુ/ડેટાને જાળવી રાખશે અને તેનો ઉપયોગ કરશે. આ કરારની તમામ એવી જોગવાઇઓ કે જે તેના પ્રકારને કારણે ટકી રહેવી જોઇએ, તે આ કરાર સમાપ્ત થયાં પછી પણ ટકી રહેશે, જેમાં વૉરન્ટી ડિસક્લેમર્સ, સંચાલન કરનારા કાયદા અને જવાબદારીઓની મર્યાદાઓનો સમાવેશ થાય છે.
29.5 VerSe સમયાંતરે આ શરતોમાં ફેરફાર કરવાનો અધિકાર ધરાવે છે. જો તમે આવા કોઇપણ ફેરફાર સાથે સંમત ન હો તો, તમે તમારા વિવેક મુજબ આ પ્લેટફૉર્મને ઍક્સેસ કરવાનું, તેની સેવાઓ મેળવવાનું કે તેનો ઉપયોગ કરવાનું બંધ કરી શકો છો. આવા કોઈ ફેરફારની જાણ કર્યા પછી પણ જો તમે આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરવાનું ચાલું રાખો છો તો, તે એ સૂચવશે કે આ પ્રકારના ફેરફારો તમને સ્વીકાર્ય છે અને તમે આ પ્રકારની સુધારેલી શરતો સાથે બાધ્ય થાઓ છો.
29.6 કરારની સમાપ્તિ પછી પણ જે જોગવાઇઓ તેના પ્રકારને કારણે જળવાઈ રહેવી જોઇએ તેવી તમામ જોગવાઇઓ કરારની સમાપ્તિ પછી પણ જળવાઈ રહેશે, જેમાં કોઇપણ પ્રકારની મર્યાદા વગર માલિકીની જોગવાઈ, વૉરન્ટી ડિસક્લેમર્સ, ક્ષતિપૂર્તિ અને જવાબદારીઓની મર્યાદાનો સમાવેશ થાય છે.
28. મધ્યસ્થ દ્વારા માહિતીને માસિક ધોરણે ઉજાગર કરવી, VerSe ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કૉડ્સ) રુલ્સ, 2021 હેઠળ આવશ્યક બનાવવામાં આવ્યાં મુજબ દર મહિને માહિતી જાહેર કરે છે. આ પ્રકારે જાહેર કરવામાં આવેલી માહિતી માટે કૃપા કરીને મુલાકાત લોઃ
ફરિયાદોને જાહેર કરવીઃ ફરિયાદનો ડેટા
કૉડ ઑફ એથિક્સ અનુસાર VerSe આવા વર્તમાન નિયમોનું પાલન કરવાની તેની કટિબદ્ધતાને દર્શાવે છે
Landscape mode not supported, Please try Portrait.