જાન્યુઆરી 2023

સામુદાયિક માર્ગદર્શિકા

પરિચય

આ સામુદાયિક માર્ગદર્શિકા (માર્ગદર્શિકા) ભારતના કાયદા હેઠળ સ્થાપિત થયેલી અને હેલિયોસ બિઝનેસ પાર્ક, 11મો માળ, વિંગ E, હેલિયોસ બિઝનેસ પાર્ક, આઉટર રિંગ રોડ, કડ્ડુબીસનહાલી, બેંગ્લુરુ-560103, કર્ણાટક, ભારત ખાતે પોતાની રજિસ્ટર થયેલી ઑફિસ ધરાવતી ખાનગી કંપની VerSe ઇનોવેશન પ્રા. લિ. (‘VerSe’ અથવા અમે કે અમારા કે જોશ) દ્વારા સંચાલિત થતી અમારી જોશ વેબસાઇટ/મોબાઇલ એપ્લિકેશન (પ્લેટફૉર્મ)ના તમારા ઉપયોગનું દિશાનિર્દેશન કરે છે. તમે, તમારા, યુઝર અને યુઝર્સ શબ્દો તમારા સંદર્ભમાં વંચાવા જોઇએ અને તે તમને સંદર્ભિત કરે છે.

આ દસ્તાવેજને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (રીઝનેબલ સિક્યુરિટી પ્રેક્ટિસિસ એન્ડ પ્રોસિજર્સ એન્ડ સેન્સિટિવ પર્સનલ ડેટા ઑર ઇન્ફોર્મેશન) રુલ્સ, 2011 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કૉડ) રુલ્સ, 2021 સહિત વર્ષ 2000ના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને તેના સંબંધિત નિયમો અનુસાર પ્રકાશિત કરવામાં આવ્યો છે.

A. તમારી સ્વીકૃતિ

આ પ્લેટફૉર્મને જોતા કે તેના પર કોઈ વિષયવસ્તુને પોસ્ટ કરતાં પહેલા કૃપા કરીને આ માર્ગદર્શિકાને કાળજીપૂર્વક વાંચી જાઓ. આ પ્લેટફૉર્મ પર કોઇપણ વિષયવસ્તુ જોઇને અને પોસ્ટ કરીને તમે આ માર્ગદર્શિકાના નિયમો અને શરતો સાથે બાધ્ય થવા માટે સંમત થાઓ છો.

આ માર્ગદર્શિકા આ નિયમો અને શરતોના આંતરિક હિસ્સાની રચના કરશે. તમે જ્યારે આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરવાની શરૂઆત કરો છો ત્યારે તમે તેના ઉપયોગની શરતો, ગુપ્તતા સંબંધિત પૉલિસી અને આ સામુદાયિક માર્ગદર્શિકાની સાથે બાધ્ય થાઓ છો.

આ પ્લેટફૉર્મ વિવિધ સ્રોતોમાંથી પ્રાપ્ત કરવામાં આવેલા વિષયવસ્તુના એકત્રીકરણની સુવિધા પૂરી પાડે છે. VerSe ફક્ત મધ્યસ્થી તરીકે વિવિધ પ્રકારના વિષયવસ્તુ સુધીનું ઍક્સેસ પૂરું પાડે છે. આ પૉલિસીના હેતુ માટે જ્યાં પણ VerSeનો સંદર્ભ આવે ત્યાં-ત્યાં તેના આનુષંગિકો, વ્યાવસાયિક ભાગીદારો, પેરેન્ટ કંપની, સહાયક કંપનીઓ અને સિસ્ટર કન્સર્સનો સમાવેશ થશે.

અમારું મિશન લોકોને શૅર કરવાની શક્તિ આપવાનો તથા વિશ્વને વધુ સુલભ અને કનેક્ટેડ બનાવવાનું છે. લોકો દરરોજ અમારા પ્લેટફૉર્મ પર આવે છે અને તેમની વાત શૅર કરે છે, અન્યોની દ્રષ્ટિએ વિશ્વને જુએ છે તથા મિત્રો અને સત્કાર્યો સાથે જોડાય છે. આ પ્લેટફૉર્મ પર થતી વાતચીત/ક્રિયાપ્રતિક્રિયા દસ લાખથી વધારે લોકોના સમુદાયની વૈવિધ્યતાને પ્રતિબિંબિત કરે છે.

અમે ઇચ્છિએ છીએ કે લોકો જ્યારે અમારા પ્લેટફૉર્મનો ઉપયોગ કરે ત્યારે તેઓ સુરક્ષાની લાગણી અનુભવે. આ કારણોસર, અમે સામુદાયિક માર્ગદર્શિકા તૈયાર કરી છે, જેને અહીં નીચે રેખાંકિત કરવામાં આવેલી છે. આ પૉલિસી તમને એ સમજવામાં મદદરૂપ થશે કે આ પ્લેટફૉર્મ પર કેવા પ્રકારના વિષયવસ્તુની મંજૂરી આપવામાં આવી છે અને કેવા પ્રકારના વિષયવસ્તુની અમને જાણ કરવામાં આવી શકે છે અને તેને હટાવી દેવામાં આવી શકે છે. અમારા વૈશ્વિક સમુદાયની વૈવિધ્યતાને કારણે એ બાબત ધ્યાનમાં રાખો કે જે બાબત સાથે તમે સંમત ન હો કે જે બાબત તમને વિચલિત કરનારી હોય તે અમારી સામુદાયિક માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ન પણ કરતી હોય.

VerSe આઇટી એક્ટ હેઠળ એક મધ્યસ્થી તરીકે આ પ્લેટફૉર્મનું સંચાલન કરે છે.

આ પૉલિસી/કરાર (પૉલિસી’)ના હેતુ માટે અહીં વિષયવસ્તુનો અર્થ પ્લેટફૉર્મ પર લોકો સમક્ષ રજૂ કરવામાં આવતાં, પ્રસારિત કરવામાં આવતાં, પ્રકાશિત કરવામાં આવતાં, હૉસ્ટ કરવામાં આવતાં અને સંચારિત કરવામાં લખાણો, ઇમેજિસ, ઑડિયો, વીડિયો સહિત પરંતુ તેના સુધી મર્યાદિત ન રહીને કોઇપણ પ્રકારની સામગ્રી થાય છે. સ્પષ્ટતા માટે વિષયવસ્તુમાં કૉમેન્ટો અને હાઇપરલિંક્સનો પણ સમાવેશ થાય છે.

તમે જ્યારે આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરો છો ત્યારે તમે આ પૉલિસીની તમામ શરતો, સેવાની શરતો અને ગુપ્તતા સંબંધિત પૉલિસીની સાથે સંમત થાઓ છો. તમે જો આ શરતોમાંથી કોઇપણ શરત સાથે સંમત ન હો તો, કૃપા કરીને આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરવાનું બંધ કરી દો.

B. આ પ્લેટફૉર્મ પર રહેલું વિષયવસ્તુ

VerSe એ વર્ષ 2000ના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની જોગવાઇઓ અને તેના નિયમો હેઠળ       માન્યતા પ્રાપ્ત ફક્ત મધ્યસ્થી અને ટેકનોલોજી પ્રોવાઇડર છે. આ પ્લેટફૉર્મ પર પોસ્ટ કરવામાં આવેલું વિષયવસ્તુ કન્ટેન્ટ પ્રોવાઇડર પાસેથી મેળવવામાં આવેલું કે યુઝરો દ્વારા પોસ્ટ કરવામાં આવેલું હોઈ શકે છે. VerSe આ વિષયવસ્તુના સંદર્ભમાં કોઈ નિયંત્રણ ધરાવતું નથી અને તે વિષયવસ્તુની ચોક્કસાઈ, માન્યતા કે કાયદેસરતાની કોઈ બાંયધરી આપતું નથી. VerSe સ્પષ્ટપણે આવી તમામ બાંયધરીઓનો અસ્વીકાર કરે છે તથા તેને દિવાની કે ફોજદારી કાયદા હેઠળ કોઇપણ પ્રકારના ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવી શકાશે નહીં.

આ પ્લેટફૉર્મ પર રહેલું વિષયવસ્તુ VerSeની માલિકીનું નહીં હોવાથી તે આ પ્લેટફૉર્મ પર પોસ્ટ કરવામાં કે ઉપલબ્ધ કરવામાં આવેલા કોઇપણ પ્રકારના વિષયવસ્તુ માટે જવાબદાર નથી.

તમે શિક્ષણ, મનોરંજન, વિવેચના કે માહિતીના પ્રસાર સહિત કાયદામાન્ય અને બિન-વાણિજ્યિક પ્રકારના હેતુઓ માટે સદભાવનામાં વિષયવસ્તુ પોસ્ટ કરવા માટે સંમત થાઓ છો.

તમારે ઑટોમેટેડ ડીવાઇઝ, સ્ક્રિપ્ટ, બોટ, સ્પાઇડર, ક્રૉલર કે સ્ક્રેપરનો ઉપયોગ કરવા સહિત પરંતુ તેના સુધી મર્યાદિત ન રહીને કોઇપણ પ્રકારના બિન-અધિકૃત માધ્યમો મારફતે વિષયવસ્તુનું ઍક્સેસ કરવું જોઇએ નહીં કે તેને પોસ્ટ કરવું જોઇએ નહીં.

બદઇરાદાથી કોઇપણ વિષયવસ્તુને પોસ્ટ કરશો નહીં કે પ્લેટફૉર્મ પર કોઈ વિષયવસ્તુ પોસ્ટ કરવા માટે બિન-અધિકૃત માધ્યમોનો ઉપયોગ કરશો નહીં.

તમે એ બાબતે સંમત થાઓ છો કે તમારા દ્વારા પોસ્ટ કરવામાં આવેલું વિષયવસ્તુ કાયદામાન્ય છે અને જે દેશમાં લોકો સમક્ષ આ વિષયવસ્તુ પ્રકાશિત, પ્રસારિત કરવામાં આવ્યું છે કે VerSe દ્વારા વિતરિત કરવામાં આવ્યું છે, તેના લાગુ થતાં કાયદા, નિયમો, વિનિયમો, પૉલિસીઓ, માર્ગદર્શિકાઓ અને/અથવા ધોરણોનું ઉલ્લંઘન કરતું નથી. તમે એ વાતની પુષ્ટી કરો છો કે, તમે આ પ્લેટફૉર્મ પર વિષયવસ્તુને પોસ્ટ કરવા માટે અધિકૃત છો. VerSe આ પ્લેટફૉર્મ પર કોઇપણ પ્રકારની માહિતી કે વિષયવસ્તુ પ્રકાશિત કરવા માટે બાધ્ય નથી અને તે તેની મુનસફી મુજબ, યુઝરને જાણ કરીને અથવા જાણ કર્યા વગર કોઇપણ વિષયવસ્તુને હટાવી પણ શકે છે.

વિષયવસ્તુ અને વર્તણૂકની પૉલિસીઓ અમારા યુઝર માટે હકારાત્મક અનુભવની ખાતરી કરવામાં મદદરૂપ થાય છે. આ પ્લેટફૉર્મ પર આવવા અને તેના પર જળવાઈ રહેવાની પાત્રતા માટે તમારું વિષયવસ્તુ અમારી પૉલિસીઓ મુજબ શ્રેષ્ઠ વ્યવહારોનું પાલન કરતું હોવું જોઇએ અને આ વિષયવસ્તુ અહીં જણાવ્યાં મુજબનું ન હોવું જોઇએઃ

1. દ્વેષ ફેલાવતું અને ભેદભાવ કરતું

આ પ્લેટફૉર્મ પર રહેલા અન્ય લોકો સાથે ગૌરવ, આદરપૂર્વક અને સહાનુભૂતિપૂર્વક વર્તો. અમે આ પ્લેટફૉર્મ પર માન્ય અને સારો ઇરાદો ધરાવતી અભિવ્યક્તિઓ અને તંદુરસ્ત અસંમતિ વ્યક્ત કરવાને પ્રોત્સાહન આપીએ છીએ. અમે કોઇપણ પ્રકારના દ્વેષપૂર્ણ, વ્યક્તિગત હુમલા, વગર વિચાર્યે આપવામાં આવતી પ્રતિક્રિયા કે પછી અન્ય યુઝરને નુકસાન પહોંચાડવાના કે તેમને માનસિક તણાવ કે પીડા આપવાના ઇરાદે અસભ્ય રીતે વ્યક્ત કરવામાં આવતી અસંમતિની મંજૂરી આપતાં નથી. દ્વેષપૂર્ણ કે ભેદભાવપૂર્ણ અભિવ્યક્તિના ઉદાહરણોમાં હિંસાને પ્રોત્સાહન આપનારી તથા વંશીય રીતે કે જાતીય રીતે વાંધાજનક હોય તેવી ટિપ્પણીઓનો અથવા તો કોઈ વ્યક્તિની તેના રાષ્ટ્રીય મૂળ, જાતિ, જાતિય ઓળખ, જાતિય અભિગમ, ધાર્મિક જોડાણ, વિકલાંગતા કે બીમારીના આધારે ઉપેક્ષા કરવાનો સમાવેશ થાય છે. અમે એવા વિષયવસ્તુને પણ પ્રતિબંધિત કરીએ છીએ, જે અન્ય યુઝરોને આ પ્રકારના વિષયવસ્તુને શૅર કરવા માટે પ્રોત્સાહિત કરતું હોય. તમને તમારી પ્રોફાઇલ ઇમેજ કે પ્રોફાઇલ હેડરમાં દ્વેષપૂર્ણ ઇમેજિસ કે પ્રતીકોનો ઉપયોગ કરવાની મંજૂરી પણ આપવામાં આવતી નથી. તમે જાણે કે અપમાન કરી રહ્યાં હો અથવા તો અન્ય યુઝર(રો)ની સતામણી કરી રહ્યાં હો કે દ્વેષ વ્યક્ત કરી રહ્યાં હો તેમ સ્પષ્ટપણે જણાતી હોય તેવી વર્તણૂકમાં સંકળાયેલા હો તે પ્રકારે તમારા યુઝરનેમમાં ફેરફાર કરી શકો નહીં, નામ કે પ્રોફાઇલ બાયો દર્શાવી શકો નહીં.

અહીં નીચે જણાવેલા વિષયવસ્તુને પોસ્ટ કરવું, અપલૉડ કરવું, સ્ટ્રીમ કરવું કે શૅર કરવું જોઇએ નહીં:

 • એવું વિષયવસ્તુ કે જે દ્વેષ અને ભેદભાવ સાથે સંકળાયેલા નામો, પ્રતિકો, લૉગો, નકશાઓ, ધ્વજો, સૂત્રોચ્ચારો કે અન્ય કોઈ પદાર્થો ધરાવતું હોય.
 • એવું વિષયવસ્તુ કે જે ધાર્મિક પ્રથાઓ સંબંધિત સુધારણાને પ્રોત્સાહન આપતું હોય, સમર્થન પૂરું પાડતું હોય કે તેની જાહેરાત કરતું હોય.
 • હિંસા, દ્વેષ, અલગાવ કે ભેદભાવને પ્રોત્સાહન આપતું હોય તેવું વિષયવસ્તુ.
 • ધર્મ, જ્ઞાતિ, સ્ત્રી-દ્વેષ, એલજીબીટીક્યૂ કે અન્યો વિરુદ્ધ દ્વેષપૂર્ણ વિચારધારાને સમર્થન પૂરું પાડતું હોય તેવું વિષયવસ્તુ.

2. ધાર્મિક રીતે અપમાનજનક વિષયવસ્તુ

તમારે અન્યોની ધાર્મિક આસ્થા અને માન્યતાનો હંમેશા આદર કરવો જોઇએ, ભલે પછી તેઓ તમારા જેવો જ દ્રષ્ટિકોણ કે માન્યતા શૅર કરતાં હોય કે ન હોય. તમારે એવું કશું જ પ્રકાશિત કરવું જોઇએ નહીં કે જેનાથી અન્યોની લાગણીઓ દુભાય કે પછી તેમના ધર્મ કે પરંપરાઓનું અપમાન થાય.

3. આતંકવાદ અને ઉદ્દામવાદ

તમારે આ પ્લેટફૉર્મ પર કોઇને ધમકી આપવી જોઇએ નહીં કે ખતરનાક પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવું જોઇએ નહીં. વિશેષ રીતે, તમારે આતંકવાદ, અલગાવવાદ, વ્યક્તિ કે સંપત્તિને નુકસાન પહોંચાડે તેવી હિંસક પ્રવૃત્તિઓ અથવા તો જે ભારતની એકતા, અખંડિતતા, સંરક્ષણ, સુરક્ષા કે સાર્વભૌમત્વને કે વિદેશો સાથેના મિત્રતાપૂર્ણ સંબંધોને નુકસાન પહોંચાડે, અન્ય કોઈ દેશનું અપમાન કરે તેવી કોઈ પ્રવૃત્તિઓને ઉશ્કેરવા માટે આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરવો જોઇએ નહીં. તમારે એવા કોઈ વિષયવસ્તુને પોસ્ટ કરવું જોઇએ નહીં, જે આતંકવાદી કે રાષ્ટ્રવિરોધી સંગઠનો વતી કાર્યવાહી કરવા અથવા આવા સંગઠનો માટે ભરતી કરવા અને માહિતીનો પ્રચાર-પ્રસાર કરવા કે તેમના હેતુને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપે. આ ઉપરાંત, તમારે કાયદામાન્ય વિરોધપ્રદર્શનો દરમિયાન આ પ્લેટફૉર્મ પર હિંસાત્મક પ્રવૃત્તિઓ કરવા માટે સમર્થન મેળવવું જોઇએ નહીં કે તેને મંજૂરી આપવી જોઇએ નહીં કે પછી હિંસાને પ્રોત્સાહન આપનારા આતંક અને કાવતરાખોર નેટવર્ક્સની રચના કરવી જોઇએ નહીં.

4. હિંસાત્મક અને ગ્રાફિક કન્ટેન્ટ

        મનુષ્ય

અન્ય કોઈ વ્યક્તિને શારીરિક હાનિ પહોંચાડવાના ઉદ્દેશ્યથી તમારે પ્રત્યક્ષ કે પરોક્ષ ધમકીઓ આપવા માટે આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરવો જોઇએ નહીં. તેમાં ચોરી, તોડફોડ, ખોટી રીતે કેદમાં રાખવા, શારીરિક, માનસિક કે નાણાકીય હાનિ સંબંધિત કોઇપણ પ્રકારની ધમકીનો સમાવેશ થાય છે. આ પ્લેટફૉર્મ તેના યુઝરોને સામુહિક હત્યા, હિંસક ઘટનાઓ કે હિંસાના કોઈ ચોક્કસ માધ્યમો, ખાસ કરીને જેમાં સંવેદનશીલ સમુદાયો કે ગ્રૂપો પ્રાથમિક લક્ષ્યાંક કે પીડિતો હોય કે પછી જે આ પ્રકારની કાર્યવાહીનું વર્ણન કરતા હોય કે તેના ગુણગાન ગાતા હોય તેવા સંદર્ભોનો સમાવેશ કરતાં વિષયવસ્તુને પોસ્ટ કરવાની મંજૂરી આપતું નથી. આ પ્લેટફૉર્મ કોઇપણ પ્રકારે હિંસાનું મહિમામંડન કરવાની મંજૂરી આપતું નથી, જેમાં કોઇપણ વ્યક્તિ કે ગ્રૂપને શારીરિક હાનિ પહોંચાડનારી કે તેમની લાગણીઓને દુભાવનારી ઘટનાઓનું મહિમામંડન કરવામાં આવતું હોય, તેનો સમાવેશ થાય છે પરંતુ તે આટલા પૂરતું મર્યાદિત નથી. તમારે ત્રાસ, ઇજા, માનસિક પીડા, મૃત્યુ, શારીરિક ઇજા, ભગાડી જવા, અપહરણ કરવા કે હિંસાત્મક વિષયવસ્તુના અન્ય કોઈ સ્વરૂપના વિષયવસ્તુને પોસ્ટ કરવાથી દૂર રહેવું જોઇએ. અમે આવા મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ પેદા કરવા માટે લોકોને મદદરૂપ થવા આ પ્રકારના વિષયવસ્તુને પોસ્ટ કરવાની મંજૂરી આપીએ છીએ પરંતુ થોડી મર્યાદાઓની સાથે.

તમારે અહીં નીચે જણાવેલા વિષયવસ્તુને પોસ્ટ, શૅર, અપલૉડ કે સ્ટ્રીમ કરવું જોઇએ નહીં:

 • તબીબી પરિદ્રશ્યમાં રહ્યાં હોય તે સિવાયના લોકો કે મૃત્યદેહો સંબંધિત વીડિયો.
 • એકબીજાની સાથે હિંસા થતી દર્શાવતા હોય તેવા વીડિયો અને ફોટો.
 • કોઈ વ્યક્તિની હિંસાત્મક મૃત્યુને દર્શાવતું હોય તેવું વિષયવસ્તુ.

 પ્રાણી

તમારે એવું કોઈ વિષયવસ્તુ પોસ્ટ કરવું જોઇએ નહીં, જે આઘાતજનક, પરપીડક કે વાસ્તવિક પ્રાણીઓની કતલ, પ્રાણીઓના અવશેષોની કાપકૂપ, આવા અવશેષોને વિકૃત બનાવવા, તેને બાળી નાંખવાની ઘટનાઓનું વિશદ ચિત્રણ કરતું હોય કે જેમાં પ્રાણીઓ સાથે ક્રૂરતા આચરવામાં આવતી હોય.

તમારે અહીં નીચે જણાવેલા વિષયવસ્તુને પોસ્ટ, શૅર, અપલૉડ કે સ્ટ્રીમ કરવું જોઇએ નહીં:

એવા વીડિયો કે જેમાં મનુષ્યોને પ્રાણીઓની કતલ કરતાં દર્શાવવામાં આવ્યાં હોય, સિવાય કે તેમાં સ્પષ્ટપણે ઉત્પાદન, ભોજન કરવા કે આહારને તૈયાર કરવાને લગતું વિષયવસ્તુ હોય.

 • પ્રાણીઓની વચ્ચે ચાલી રહેલી લડતને રજૂ કરતી ઇમેજિસ કે વીડિયો, જેમાં ફરીથી જીવિત
  ન થઈ શકનારા શરીરના અંગોનું જંગલી રીતે વિચ્છેદન થઈ રહ્યું હોય.
 • જીવતા પ્રાણીઓની સાથે મનુષ્યોની ક્રૂરતા કે તેમની હેરાનગતિને દર્શાવતા વીડિયો કે ઇમેજિસ.
 • વિચ્છેદિત, બાળી નાંખવામાં આવેલા, વિકૃત થઈ ગયેલા કે બળીને કોલસા જેવા થઈ ગયેલા પ્રાણીઓના અવશેષો.

5. સગીરોની સુરક્ષા

જેમાં 18 વર્ષથી નાની વયની કોઇપણ વ્યક્તિનો સમાવેશ થાય છે, તેવા સગીરોની સુરક્ષા એ જોશ અને આ પ્લેટફૉર્મ પર ચિંતાનો મુખ્ય વિષય છે અને આ પ્લેટફૉર્મ તેની સુરક્ષા પ્રત્યે ગંભીરપણે કટિબદ્ધતા વ્યક્ત કરે છે. આથી જોશ સગીરો કે પછી સગીર જેવી દેખાતી હોય તેવી કોઈ વ્યક્તિનો સમાવેશ કરતાં જાતીય કે સૂચક વિષયવસ્તુને પ્રતિબંધિત કરે છે. તેમાં બાળકોના જાતીય શોષણના ફોટા, ચાઇલ્ડ પોર્નોગ્રાફી તથા ફેન્ટસી કન્ટેન્ટ (જેમ કે, વાર્તાઓ, ‘લોલી’/એનિમ કાર્ટૂન) સહિતના અન્ય કોઇપણ વિષયવસ્તુનો સમાવેશ થાય છે, જે પીડોફેલિયા (બાળકોના જાતિય શોષણ), બાળકોની જાતીય સતામણી કે પછી સગીરોને કે સગીર જેવી લાગતી અન્ય કોઈ વ્યક્તિને જાતીય પ્રવૃત્તિઓમાં સાંકળવાને પ્રોત્સાહન આપે છે. કેટલાક કિસ્સાઓમાં તો સંદર્ભ પર આધાર રાખીને તેમાં સંપૂર્ણપણે વસ્ત્રો પહેરેલા હોય અને સ્પષ્ટપણે જાતિય પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ન હોય તેવા સગીરોનો પણ સમાવેશ થાય છે. અમે અમારા પ્લેટફૉર્મ પર જાતીય રીતે સ્પષ્ટ હોય કે આહ્લાદક હોય તેવા વિષયવસ્તુને પોસ્ટ કરવાની મંજૂરી આપતાં નથી, જેમાં આ પ્રકારના એનિમેટ કરેલા વિષયવસ્તુનો પણ સમાવેશ થાય છે. જાતીય પ્રકારના વિષયવસ્તુ સાથે ઘણાં જોખમો સંકળાયેલા હોઈ શકે છે, જેમ કે, કેટલાક અધિકારક્ષેત્રોમાં કાયદાકીય દંડ ફટકારવો અને સંમતિ વગર શૅર કરવામાં આવેલી છબીઓ (ઉદાહરણ તરીકે બદલો લેવાની ભાવનાથી બનાવવામાં આવેલ પૉર્ન)ને કારણે અમારા યુઝરોને નુકસાન પહોંચવું. આ ઉપરાંત કેટલીક સંસ્કૃતિઓમાં તો સ્પષ્ટપણે જાતિય પ્રકારનું વિષયવસ્તુ અપમાનજનક ગણાઈ શકે છે. અમે શૈક્ષણિક, દસ્તાવેજીકરણ, વૈજ્ઞાનિક કે કલાત્મક હેતુઓ માટે નગ્નતા કે જાતીય રીતે સ્પષ્ટ હોય તેવા વિષયવસ્તુને અપવાદરૂપ ગણવાની મંજૂરી આપતાં નથી. જો તમને સગીર કે સગીર જેવી લાગતી હોય તેવી કોઈ વ્યક્તિનો સમાવેશ કરતાં વિષયવસ્તુ અંગે થોડી પણ શંકા હોય તો કૃપા કરીને આવા વિષયવસ્તુને પોસ્ટ કરશો નહીં.

અહીં નીચે જણાવ્યાં મુજબના કેટલાક વિષયવસ્તુને પોસ્ટ, શૅર, અપલૉડ કે સ્ટ્રીમ કરી શકાતું નથીઃ

 • સગીરોને જાતિય પ્રવૃત્તિમાં સાંકળતું હોય અથવા સગીરોના જાતીય શોષણનો સમાવેશ કરતું હોય તેવું વિષયવસ્તુ.
 • નગ્નતા કે સગીરો સાથે જાતીય પ્રવૃત્તિ કરવા સહિત બાળકોના જાતિય શોષણની છબીઓને પ્રોત્સાહન આપતું હોય તેવું વિષયવસ્તુ.
 • જેમાં સગીરોના કપડાં ઉતરતા દર્શાવવામાં આવ્યાં હોય તેવું વિષયવસ્તુ.

6. પુખ્ત નગ્નતા અને જાતીય પ્રવૃત્તિ સંબંધિત વિષયવસ્તુ

જોશ તેના પ્લેટફૉર્મ પર નગ્નતા, પોર્નોગ્રાફી સંબંધિત વિષયવસ્તુ કે સ્પષ્ટપણે જાતિય હોય તેવું અન્ય કોઈ વિષયવસ્તુ પોસ્ટ કરવાની મંજૂરી આપતું નથી. આ ઉપરાંત આ પ્લેટફૉર્મ સંમતિ વગરના જાતિય કૃત્યોને સમર્થન પૂરું પાડનારા કે પછી આ પ્રકારના સંમતિ વગરના જાતિય કૃત્યો, અંતરંગ છબીઓ કે પુખ્તો દ્વારા કરવામાં આવતાં જાતિય આગ્રહ સંબંધિત વિષયવસ્તુને શૅર કરવાની મંજૂરી આપતું નથી. નગ્નતા અને જાતીય વિષયવસ્તુમાં એવા પણ વિષયવસ્તુનો સમાવેશ થાય છે, જેમાં સ્પષ્ટપણે સ્તનો, જનનાંગો, ગુદા કે નિતંબને ઉજાગર કરવાનો કે પછી જાતીય કૃત્યોની નકલ, તેને દર્શાવવા કે તેને સૂચવવાનો ઉદ્દેશ્ય ધરાવતી કોઇપણ વર્તણૂકનો સમાવેશ થતો હોય. અમે શૈક્ષણિક, દસ્તાવેજીકરણ, જનજાગૃતિ કે કલાત્મક હેતુઓ માટે પોસ્ટ કરવામાં આવેલા હોય, તેવા વિષયવસ્તુને મંજૂરી આપીએ છીએ.

7 સાઇબર બુલિંગ અને સતામણી

યુઝરો બદનામી, અપમાનિત થવાના, પજવણી કે સતામણીના ડર વગર પોતાની જાતને અભિવ્યક્ત કરવામાં સલામતી અનુભવતા હોવા જોઇએ. અપમાનજનક વિષયવસ્તુથી વ્યક્તિને કેવો મનોવૈજ્ઞાનિક તણાવ થઈ શકે છે તે અમે સારી રીતે સમજીએ છીએ અને અમે અમારા પ્લેટફૉર્મ પર આવા અપમાનજનક વિષયવસ્તુ કે વર્તણૂકને સાંખી લેતા નથી. વ્યક્તિની વ્યક્તિગત પ્રવૃત્તિને નીચી દેખાડવા કે બદનામ કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા વિષયવસ્તુને પ્લેટફૉર્મ પરથી હટાવી દેવામાં આવશે. અન્ય વ્યક્તિની પજવણી કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા કે વ્યક્તિને નીચાજોણું કે બદનામ કરવા પર લક્ષિત કોઇપણ વિષયવસ્તુનો યુઝરે રીપોર્ટ કરવાની જરૂર છે.

8. આત્મહત્યા અને પોતાને નુકસાન પહોંચાડવું

આત્મહત્યા, પોતાને નુકસાન પહોંચાડવા સંબંધિત વિષયવસ્તુ કે પછી ખતરનાક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરતા વિષયવસ્તુને આ પ્લેટફૉર્મ પર મંજૂરી આપવામાં આવતી નથી. પોતાને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિનું વર્ણન કરનાર, પોતાને હાનિ કે આત્મહત્યાનું મહિમામંડન કરનારું વિષયવસ્તુ તેમજ આત્મહત્યા કેવી રીતે કરવી કે પછી કોઇપણ પ્રકારે પોતાને નુકસાન કેવી રીતે પહોંચાડવું તેની સૂચના આપતી પોસ્ટ્સ પ્રતિબંધિત છે. ગંભીર સમસ્યાઓમાંથી પસાર થઈ રહેલા લોકોને સહાય પૂરી પાડવા સંબંધિત વિષયવસ્તુને મંજૂરી આપવામાં આવે છે.

9. ગુપ્તતાનું ઉલ્લંઘન

જોશ તેમના યુઝરો પ્રત્યે એવી અપેક્ષા રાખે છે કે તેઓ અન્યોની ગુપ્તતાનો આદર કરે. તમારે અન્ય કોઈ વ્યક્તિની વ્યક્તિગત માહિતી કે પછી ગુપ્તતાનું ઉલ્લંઘન કરનારી માહિતીને પ્રકાશિત, શૅરિંગ કે પ્રકાશિત કરવા પ્રોત્સાહન આપવાથી દૂર રહેવું જોઇએ. સંપર્ક નંબર, સરનામું, નાણાકીય માહિતી, આધાર નંબર, પાસપોર્ટની માહિતી સહિતનો કોઈ વ્યક્તિનો વ્યક્તિગત ડેટા કે સંવેદનશીલ વ્યક્તિગત માહિતીને ઉજાગર કરતા વિષયવસ્તુ પર અથવા આ પ્રકારની માહિતીને ઉજાગર કરવાની કે તેનો ઉપયોગ કરવાની ધમકી આપવા પર સખત પ્રતિબંધ છે અને તેની મંજૂરી આપવામાં આવતી નથી.

10. ખોટી માહિતી અને ઉપજાવી કાઢેલા સમાચાર

ખરાઈ કરવા પર જે ક્રિયાઓ કે ઘટનાઓ ઘટી નહીં હોવાનું જાણવા મળે છે, તેને ઉપજાવી કાઢીને દગો દેવા, છેતરવા કે ગેરમાર્ગે દોરવાના ઇરાદાથી ચાલાકીપૂર્વક તૈયાર કરવામાં આવેલા ઑડિયો, વીડિયો કે ઇમેજ જેવા વિષયવસ્તુને અમે મંજૂરી આપતા નથી. જો આ પ્રકારના વિષયવસ્તુને કારણે નોંધપાત્ર સંખ્યામાં લોકોમાં મૂળભૂત રીતે અલગ પ્રકારની સમજ કે છાપ ઊભી થાય છે, કે જેનાથી લોકોના જૂથ કે વ્યક્તિઓને નોંધપાત્ર નુકસાન પહોંચી શકે કે પછી જેના કારણે ચૂંટણી કે નાગરિક પ્રક્રિયામાં લોકોની સહભાગીદારી કે વિશ્વાસ નોંધપાત્ર રીતે નબળા પડે છે, તો આવા વિષયવસ્તુનો પણ તેમાં સમાવેશ થાય છે. યુઝરોએ ટ્રાફિક જનરેટ કરવા માટે અથવા ફૉલોઅર્સ કે વ્યૂઝ, કૉમેન્ટ્સ તેમજ શૅર્સને વધારવા માટે આ પ્રકારના કૃત્રિમ કે ચાલાકીભર્યા રસ્તાઓનો ઉપયોગ કરવાથી દૂર રહેવું જોઇએ.

11. ઓળખની ચોરી અને અન્ય વ્યક્તિનો સ્વાંગ ધારણ કરવો

વિષયવસ્તુના ઉદ્ભવસ્થાન અંગે યુઝરોને છેતરવા કે ગેરમાર્ગે દોરવા માટે અન્ય કોઈ વ્યક્તિ, બ્રાન્ડ કે સંગઠનનો સ્વાંગ રચશો નહીં કે તેમની ઓળખ ધારણ કરશો નહીં. તમને સ્વૈચ્છિક રીતે પોતાની ખરાઈ કરવા માટે તથા તમારી પ્રોફાઇલમાં પૂરી પાડવામાં આવેલી તમામ વિગતો સચોટ છે અને કોઇપણ પ્રકારે ખોટી રજૂઆત કરતી નથી તેની ખાતરી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.

12. અભદ્ર ભાષા અને અયોગ્ય આચરણ

અમે અતિશય ભયંકર કે આઘાતજનક હોય તેવા વિષયવસ્તુને મંજૂરી આપતા નથી, ખાસ કરીને એવું વિષયવસ્તુ કે જે અધમ પ્રકારની હિંસા અને પીડાને પ્રોત્સાહન આપે છે અને તેનું મહિમામંડન કરે છે. અમે કેટલીક પરિસ્થિતિઓમાં અપવાદોને મંજૂરી આપીએ છીએ, ઉદાહરણ તરીકે, સમાચાર તરીકે રજૂ કરવા માટે યોગ્ય હોય અથવા તો કોઈ ચોક્કસ મુદ્દે જાગૃતિ પેદા કરવા માટે હોય તેવું વિષયવસ્તુ. અમને જ્યારે હિંસાનું વાસ્તવિક જોખમ જણાય કે જાહેર સુરક્ષા સામે ખતરો લાગે ત્યારે અમે આવા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દઇએ છીએ અને અમને જ્યારે પણ જરૂર જણાય તે મુજબ સંબંધિત કાયદાકીય સત્તાઓ સાથે કામ કરીએ છીએ.

13. કિન્નાખોરી ભરેલા કાર્યક્રમો

જે માહિતીની ખરાઈ થઈ ના હોય કે ખોટી હોય કે ગેરમાર્ગે દોરનારી હોય અને તે સાચી હોવાનું ધારી લેવામાં આવ્યું હોય, તેવી માહિતીને ઇરાદાપૂર્વક પોસ્ટ કે શૅર કરશો નહીં. અમે ફોટોશૉપ કરેલા પિક્ચરો કે ચેડાં કરેલા વીડિયો સહિત મૉર્ફ કરેલા કે ચાલાકીથી ફેરફાર કરવામાં આવેલા મીડિયા માટે સહેજ પણ સાંખી નહીં લેવાની નીતિ ધરાવીએ છીએ. અમે નાગરિક-કેન્દ્રી પ્રક્રિયાઓને પ્રભાવિત કરે તેવા વિષયવસ્તુને દરગુજર કરતાં નથી. આ ઉપરાંત, અમે રાજકીય ચૂંટણીઓના પરિણામોમાં હસ્તક્ષેપ કરે તેવા કોઈ વિષયવસ્તુની પણ મંજૂરી આપતાં નથી. તમારે શક્ય એટલી હદે એ વાતની ખાતરી કરવાની રહેશે કે તમારા દ્વારા આ પ્લેટફૉર્મ પર પોસ્ટ કરવામાં આવેલ વિષયવસ્તુ અધિકૃત હોય તથા વિશ્વસનીય અને ખરાઈ કરી શકાય તેવા સ્રોતો પરથી તેને લેવામાં આવેલું હોય.

14. ગેરકાયદે પ્રવૃત્તિઓ અને પ્રતિબંધિત ચીજવસ્તુઓ

અમે પ્રતિબંધિત ચીજવસ્તુઓના વ્યાપાર, વેચાણ, પ્રચાર-પ્રસાર અને ઉપયોગ પર તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓના ચિત્રણ કે પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ મૂકેલો છે. કેટલાક વિષયવસ્તુને પ્લેટફૉર્મ પરથી દૂર કરવામાં આવી શકે છે, જો તે વિશ્વના મોટાભાગના પ્રદેશોમાં ગેરકાયદે કે પ્રતિબંધિત હોય તેવી પ્રવૃત્તિઓ કે ચીજવસ્તુઓ સાથે સંકળાયેલ હોય, ભલે પછી આ વિષયવસ્તુ જે અધિકારક્ષેત્રમાં પોસ્ટ કરવામાં આવી રહ્યું હોય ત્યાં આ પ્રવૃત્તિઓ કે ચીજવસ્તુઓ કાયદેસરની હોય કે પ્રતિબંધિત ન હોય. અમે કેટલાક એવા વિષયવસ્તુને અપવાદ તરીકે મંજૂરી આપીએ છીએ, જે લોકો માટે મૂલ્યવાન હોય, જેમ કે, શૈક્ષણિક, વૈજ્ઞાનિક, કલાત્મક અને સમાચારને લાયક વિષયવસ્તુ. શસ્ત્રો, દારૂગોળો, વિસ્ફોટકો, ગેરકાયદે ચીજવસ્તુઓ કે સેવાઓ, પ્રતિબંધિત ચીજવસ્તુઓ, માદક પદાર્થો, પ્રતિબંધિત પદાર્થો, જાતીય સેવાઓની વિનંતી કે વેચાણ વગેરેને પ્રોત્સાહન આપતા કે તેનું વેચાણ કરતાં વિષયવસ્તુને આ પ્લેટફૉર્મ પર મંજૂરી આપવામાં આવતી નથી અને તેની પર સખત પ્રતિબંધ છે.

મની લૉન્ડરિંગ કે જુગાર સાથે સંકળાયેલ કે તેને પ્રોત્સાહન આપતા વિષયવસ્તુ પર સખત પ્રતિબંધ છે.

કમ્પ્યૂટર વાઇરસ, માલવૅર કે કમ્પ્યૂટર સંસાધનની કામગીરીમાં બાધા ઊભી કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા હોય તેવા અન્ય કોઇપણ પ્રકારના કમ્પ્યૂટર કૉડ ધરાવતા વિષયવસ્તુને આ પ્લેટફૉર્મ પર અપલૉડ કરવાની મંજૂરી નથી. કૃપા કરીને એ વાતની ખાતરી કરો કે તમારી પાસે રહેલું વિષયવસ્તુ ગેરકાયદે, ખરાબ કે અનૈતિક ન હોય.

15. બૌદ્ધિક સંપદા (કૉપીરાઇટ અને ટ્રેડમાર્કનું ઉલ્લંઘન)

તમે એ વાતને સ્વીકારો છો, પુષ્ટી કરો છો અને તેની સાથે સંમત થાઓ છો કે, તમારા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિષયવસ્તુમાં રહેલા તમામ બૌદ્ધિક સંપદાના અધિકારો તમારી પોતાની પાસે છે અથવા તો તમે તેને આ પ્લેટફૉર્મ પર પોસ્ટ કરવા, દર્શાવવા, ફરીથી તૈયાર કરવા, તેની નકલ બનાવવા, લોકોમાં પ્રસારિત કરવા, સંચારિત કરવા માટે માન્ય પરવાનો ધરાવો છો.

તમે એ વાતને સ્વીકારો છો, પુષ્ટી કરો છો અને તેની સાથે સંમત થાઓ છો કે, આ પ્લેટફૉર્મના સોફ્ટવૅર, ઇન્ટરફેસ, વેબપેજિસ, ડેટાબેઝ, નામ અને લૉગો સહિત પરંતુ તેના સુધી મર્યાદિત ન રહીને આ પ્લેટફૉર્મમાં રહેલા તમામ બૌદ્ધિક સંપદા અધિકારો (રજિસ્ટર થયેલ હોય કે ન થયેલ હોય) VerSe પાસે રહેલા છે. તમે અહીં ઉપર જણાવેલી બૌદ્ધિક સંપદાના કોઇપણ સ્વરૂપમાં કોઇપણ પ્રકારના અધિકારનો દાવો કરશો નહીં.

તમે તમારા દ્વારા રજૂ કરવામાં આવેલા વિષયવસ્તુની માલિકી ધરાવો છો. VerSe આ પ્લેટફૉર્મમાં તમામ અધિકારો ધરાવે છે.

જ્યારે તમે પ્લેટફૉર્મ પર વિષયવસ્તુને પોસ્ટ કરો છો ત્યારે તમે VerSeને તમારા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિષયવસ્તુમાં રહેલા નિહિત કામો સહિત આ પ્રકારના વિષયવસ્તુને ઉપયોગમાં લેવા, વાણિજ્યિક રીતે ઉપયોગમાં લેવા, કૅશ, સંગ્રહ કરવા, પ્રકાશિત કરવા, રજૂ કરવા, વિતરિત કરવા અને સંગ્રહિત કરવા  માટે બિન-વિશિષ્ટ, કાયમી, વિશ્વવ્યાપી, ટ્રાન્સફર કરી શકાય તેવા, અફર, રૉયાલ્ટીથી મુક્ત, અમર્યાદિત લાઇસેન્સ મંજૂર કરો છો. તમે સંમત થાઓ છો, સમજો છો અને પુષ્ટી કરો છો કે, તમે તમારા દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિષયવસ્તુ માટે કોઇપણ પ્રકારની લાઇસેન્સ ફી, રૉયાલ્ટી કે અન્ય કોઈ લાગુ થતી રકમ ચૂકવવા માટે જવાબદાર છો.

તમે VerSeને આ પ્લેટફૉર્મ પર તમારા દ્વારા રજૂ કરવામાં આવેલા વિષયવસ્તુનો ઉપયોગ કરવાનો અધિકાર આપો છે.

આ પૉલિસીમાં સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં આવ્યું હોય તે સિવાય, તમે સંપૂર્ણપણે કે આંશિક રીતે આ પ્રકારના કોઇપણ વિષયવસ્તુ, સોફ્ટવેર, સામગ્રી કે સેવાઓની નકલ કરશો નહીં, તેમાં કોઈ સુધારો-વધારો, પ્રકાશિત, પ્રસારિત, અપલૉડ કરશો નહીં કે તેના વેચાણ, ફરીથી તૈયાર કરવામાં (આ વિભાગમાં પૂરું પાડવામાં આવ્યું હોય તે સિવાય), વિતરણ, પર્ફોમ, રજૂ કરવા પર આધાર રાખીને ડેરિવેટિવ વર્ક તૈયાર કરવામાં સામેલ થશો નહીં કે તેનો કોઇપણ પ્રકારે ફાયદો ઉઠાવશો નહીં.

બિનઅધિકૃત હેતુઓ માટે આ પ્લેટફૉર્મ પર પોસ્ટ કરવામાં આવેલા કોઇપણ વિષયવસ્તુનો ઉપયોગ કરશો નહીં.

જો તમે આ પ્લેટફૉર્મ પરથી તમારું કોઇપણ વિષયવસ્તુ હટાવી લો છો અથવા આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરવાનું બંધ કરી દો છો, તેમ છતાં VerSe તેની સંપૂર્ણ મુનસફી મુજબ અને ફક્ત કાયદાકીય રીતે માન્ય હોય તેવા હેતુઓ માટે તમારા આ વિષયવસ્તુને પોતાની પાસે જાળવી રાખી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. તમારો ઉપયોગ બંધ થવાની તારીખ પછી પણ VerSe અને તેના યુઝરો તમારા વિષયવસ્તુને જાળવી રાખી શકે છે અને તેનો ઉપયોગ, સંગ્રહ કરવાનું ચાલું રાખી શકે છે.

તમે તમારા વિષયવસ્તુને પ્લેટફૉર્મ પરથી હટાવી લો તે પછી પણ VerSe તેનો ઉપયોગ કરવાનો રાખવાનો અધિકાર ધરાવે છે.

C. રજૂઆતો અને બાંયધરીઓ

તમે એ વાતની રજૂઆત કરો છો, પ્રતિજ્ઞા લો છો અને બાંયધરી આપો છો કે, તમારા દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિષયવસ્તુ આ પૉલિસીની કોઇપણ શરતનું તથા તમે જે ક્ષેત્રમાં આ વિષયવસ્તુને પોસ્ટ કરી રહ્યાં છો, તે ક્ષેત્રમાં લાગુ કોઇપણ કાયદાનું કે પછી જે પણ ક્ષેત્રોમાં આ વિષયવસ્તુને દર્શાવવામાં, પ્રસારિત કરવામાં, પ્રકાશિત કરવામાં, ઉપયોગમાં લેવામાં, લોકોને સંચારિત કરવામાં, ફરીથી તૈયાર કરવામાં કે નકલ કરવામાં આવી શકે છે, ત્યાં લાગુ થતાં કાયદાનું ઉલ્લંઘન કરતું નથી.

તમે આગળ એ વાતની પણ રજૂઆત કરો છો, પ્રતિજ્ઞા લો અને બાંયધરી આપો છો કે, તમે આ પ્લેટફૉર્મ પર વિષયવસ્તુમાં રહેલા નિહિત કાર્યો સહિત તમે જે-તે વિષયવસ્તુને પોસ્ટ કરવા માટે તેની માલિકી અને માન્ય પરવાનો ધરાવો છો અને આ પૉલિસી હેઠળની તમારી જવાબદારીઓને પૂરી કરો છો.

તમે પુષ્ટી કરો છો કે, તમારી પોસ્ટ કાયદામાન્ય છે અને તમે તેને પોસ્ટ કરવાનો અધિકાર ધરાવો છો.

VerSe આ પૉલિસી હેઠળ કોઈ બાંયધરી આપતી નથી અને VerSe વ્યક્ત અને અવ્યક્ત હોય તેવી તમામ બાંયધરીઓનું સ્પષ્ટપણે અસ્વીકરણ કરે છે, જેમાં અહીં નીચે જણાવેલી બાબતો પણ સમાવિષ્ટ છે પરંતુ તે આટલા પૂરતી મર્યાદિત નથીઃ

 • પ્લેટફૉર્મ(ર્મો) કે અન્ય કોઈ પાસાંના સંબંધમાં કોઈ ચોક્કસ હેતુ માટે મર્ચેન્ટેબિલિટી, ફિટનેસ તથા બિન-ઉલ્લંઘનની વ્યક્ત કે અવ્યક્ત બાંયધરીઓ;
 • કોઇપણ અને તમામ વિષયવસ્તુના સંબંધમાં રહેલી બાંયધરીઓ;
 • કોઇપણ પ્રકારની જાહેરાતની ઉપલબ્ધતા સહિત પરંતુ તેના પૂરતું મર્યાદિત ન રહીને પ્લેટફૉર્મ(ર્મો), સેવાઓ, ટેકનોલોજીની ગુણવત્તા કે કાર્યદેખાવ અંગેની કોઈ બાંયધરીઓ; અને
 • તેના દ્વારા પૂરાં પાડવામાં આવી રહેલા પ્લેટફૉર્મ(ર્મો) અને/અથવા સેવાઓ નિર્બાધ, સમયસર કે ત્રુટિરહિત હશે, તેની બાંયધરીઓ.

VerSe આ પ્લેટફૉર્મના સંબંધમાં કોઈ બાંયધરીઓ આપતું નથી.

D. ક્ષતિપૂર્તિ

તમે VerSe અને તેની આનુષંગિકો, વ્યાવસાયિક ભાગીદારો અને તેના ડિરેક્ટરો, અધિકારીઓ અને કર્મચારીઓની ક્ષતિપૂર્તિ કરશો તથા તેમને ખર્ચાઓ અને એટર્નીની ફી સહિતની બાબતોથી હાનિરહિત રાખશો, તમારા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા કોઇપણ વિષયવસ્તુના સંબંધમાંથી ઉદ્ભવતા કોઈ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવેલા કોઇપણ પ્રકારના દાવા કે માંગ, તમારા દ્વારા આ પૉલિસીના ઉલ્લંઘન કે તમારા દ્વારા કરવામાં આવેલ અન્ય કોઈ ગેરકાયદે કામની સામે હાનિરહિત રાખશો.

તમારા દ્વારા પ્લેટફૉર્મ પર કરવામાં આવેલા કોઈ કૃત્યને કારણે VerSe પર કોઈ દાવો માંડવામાં આવે તો, તેની પાછળ થતો ખર્ચ તમારે ચૂકવવાનો રહેશે.

VerSe અને/અથવા તેની આનુષંગિકો કાયદા દ્વારા મંજૂર કરવામાં આવેલ મહત્તમ હદ સુધી અહીં જણાવેલ બાબતોના પરિણામસ્વરૂપ થયેલા કોઇપણ પ્રકારના પરોક્ષ, પ્રાસંગિક, વિશિષ્ટ, પરિણામરૂપી કે દંડાત્મક નુકસાનો અથવા પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે નફા કે આવકમાં થયેલા કોઇપણ નુકસાન અથવા તો ડેટા, ઉપયોગ, પ્રતિષ્ઠા કે અન્ય કોઈ અમૂર્ત નુકસાનો માટે જવાબદાર ગણાશે નહીં (a) આ પ્લેટફૉર્મનું તમારું ઍક્સેસ કે ઉપયોગ અથવા આ પ્લેટફૉર્મના ઍક્સેસ કે ઉપયોગમાં લેવાની તમારી અક્ષમતા; (b) અન્ય યુઝરો કે થર્ડ પાર્ટીઓના કોઇપણ પ્રકારના અપમાનજનક, આક્રામક કે ગેરકાયદે આચરણ સહિત પરંતુ તેના સુધી મર્યાદિત ન રહી આ પ્લેટફૉર્મ પર કોઈ થર્ડ પાર્ટીના આચરણ કે વિષયવસ્તુ; અથવા (c) તમારા પ્રસારણ કે વિષયવસ્તુના બિનઅધિકૃત ઍક્સેસ, ઉપયોગ કે તેમાં ફેરફાર. આ પ્લેટફૉર્મ સંબંધિત ₹ 5000 (રૂપિયા પાંચ હજાર પૂરાં)થી વધારેના  હોય તેવા તમામ દાવાઓની એકંદર જવાબદારી કોઇપણ સંજોગોમાં VerSeની રહેશે નહીં.

E. અમારી જવાબદારી મર્યાદિત છે

જવાબદારીની આ મર્યાદા તમારા અને VerSeની વચ્ચે થયેલા કરારના આધારનો એક હિસ્સો છે અને તે જવાબદારી (જેમ કે, બાંયધરી, હાનિ, બેદરકારી, કરાર, કાયદો)ના તમામ દાવાઓને લાગુ થાય છે, ભલે પછી VerSe કે તેની કોઈ આનુષંગિકને આ પ્રકારના કોઈ નુકસાનની સંભાવના અંગે જણાવી દેવામાં આવ્યું હોય અને ભલે પછી આ ઉપાયોનો આવશ્યક હેતુ બર આવે નહીં.

F. નોટીસ અને ફરિયાદ નિવારણનું તંત્ર

આથી અહીં ખાસ કરીને નોટીસ પાઠવવામાં આવી રહી છે કે, VerSe આ પ્લેટફૉર્મ મારફતે ઍક્સેસ કરી શકાતા વિષયવસ્તુ કે જાહેરખબરો માટે સહેજપણ જવાબદાર નથી. VerSe તેની સંપૂર્ણ મુનસફી મુજબ થર્ડ-પાર્ટીના અધિકારોનું ઉલ્લંઘન કરનારા વિષયવસ્તુને તેના પ્લેટફૉર્મ પરથી હટાવવાનો અને/અથવા તેના ઍક્સેસને બંધ કરવાનો અને/અથવા VerSe અને/અથવા અન્ય કોઈ થર્ડ પાર્ટીની બૌદ્ધિક સંપદા કે અન્ય અધિકારોનું ઉલ્લંઘન કરતાં હોય તેવા આ પ્લેટફૉર્મના યુઝરોના ખાતાને બંધ કરી દેવાનો અધિકાર ધરાવે છે.

        ફરિયાદ નિવારણનું તંત્ર

ફરિયાદો સાથે કામ પાર પાડવા માટે VerSeએ અહીં નીચે જણાવેલા તંત્રને અમલી બનાવ્યું છેઃ

સેવાની શરતો, ગુપ્તતાની પૉલિસી અને સામુદાયિક માર્ગદર્શિકાના ઉલ્લંઘન સંબંધિત ફરિયાદો કે ચિંતાઓના મામલે થનારો સંદેશાવ્યવહાર રેસિડેન્ટ ગ્રિવન્સ ઑફિસરને સંબોધીને કરવાનો રહેશે. રેસિડેન્ટ ગ્રિવન્સ ઑફિસરનો સંપર્ક grievance.officer@myjosh.in ઈ-મેઇલ દ્વારા અથવા અહીં નીચેના કૌષ્ટકમાં વિગતવાર જણાવ્યાં મુજબ થઈ શકે છે. VerSe ફરિયાદનો યોગ્ય રીતે નિકાલ કરી શકે તે માટે ફરિયાદમાં જરૂરી હોય તેવી બધી જ માહિતીનો સમાવેશ થતો હોવો જોઇએ.

તમે સંપર્ક કરી શકો છોઃ

બાબત

નામ/શીર્ષક

ઈ-મેઇલ આઇડી

ફરિયાદ નિવારણ માટે

ફરિયાદ નિવારણ અધિકારીઃ શ્રી નાગરાજ

grievance.officer@myjosh.in

કાયદાની અમલબજવણીમાં સંકલન સાધવા માટે

નોડલ ઑફિસરઃ શ્રી સુનિલકુમાર ડી.

nodal.officer@myjosh.in

નિયામકીય પાલન માટે

અનુપાલન અધિકારી

compliance.officer@myjosh.in

આ પ્લેટફૉર્મ પર પ્રકાશિત કરવામાં આવેલા વિષયવસ્તુ કે જાહેરખબરથી જે કોઇપણ વ્યક્તિ/એન્ટિટીની લાગણી દુભાયેલ છે, તેઓ આ પ્રકારના વિષયવસ્તુ કે જાહેરખબર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. આવી વ્યથિત વ્યક્તિ/એન્ટિટીના કાયદાકીય વારસદારો, એજન્ટ કે એટર્ની પણ આ પ્રકારના વિષયવસ્તુ કે લેખની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. જો આવી ફરિયાદ ગુનાના વ્યાપની હેઠળ આવતી ન હોય તો, આવા વિષયવસ્તુ કે જાહેરાતમાં કોઈ હિતસંબંધ ન ધરાવતી કે તેનાથી વ્યથિત ન થયેલી હોય તેવી અસંબંધ વ્યક્તિ/એન્ટિટી આવા વિષયવસ્તુ કે જાહેરખબરની વિરુદ્ધ માન્ય ફરિયાદ નોંધાવી શકતી નથી. જો તમે વ્યથિત થયેલી પાર્ટીના એજન્ટ કે એટર્ની હો તો, આવી વ્યથિત પાર્ટી વતી ફરિયાદ નોંધાવાના તમારા અધિકારને સ્થાપિત કરવા માટે તમારે દસ્તાવેજી પુરાવો સોંપવાનો રહે છે. વૈકલ્પિક રીતે, અમને અહીં નીચે જણાવેલા સરનામે લખીનેઃ

Ver Se ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ
11મો માળ, વિંગ E, હેલિયોસ બિઝનેસ પાર્ક,
આઉટર રિંગ રોડ, કડ્ડુબીસનહાલી,
બેંગ્લુરુ - 560103, કર્ણાટક, ભારત

અમારા ઉત્પાદનના યુઝરની ફરિયાદ કે તેમના દ્વારા અનુભવવામાં આવતી અન્ય કોઈ સમસ્યાને અહીં નીચે આપેલા ઈ-મેઇલ એડ્રેસ પર ઈ-મેઇલ કરીને સોંપી શકાય છે. આ ફરિયાદમાં આટલી વિગતો હોવી જરૂરી છેઃ (i) સંબંધિત ખાતાધારકનું યુઝરનેમ (ii) નિસબત ધરાવતું ચોક્કસ વિષયવસ્તુ/વીડિયો અને (iii) આ વિષયવસ્તુને હટાવી દેવા માટેની વિનંતી પાછળનું કારણ(ણો).

જોશ આ ફરિયાદનો યોગ્ય રીતે નિકાલ કરી શકે તે માટે આ ફરિયાદમાં તમામ જરૂરી માહિતી હોવી જોઇએ. જોશને પાઠવવામાં આવતી તમામ નોટીસો લેખિતમાં હોવી જોઇએ અને જો તેને રૂબરૂમાં સોંપવામાં આવે કે તેને રજિસ્ટર્ડ મેઇલ મારફતે મોકલવામાં આવે તો તેને યોગ્ય રીતે સોંપવાની રહેશે, પરત રસીદની વિનંતી કરવાની રહેશે અથવા તો ઉપરોક્ત એડ્રેસ કે ઈ-મેઇલ પર તેની નકલ મોકલવાની રહેશે.

મેં આ યુઝર સંબંધિત કરારની શરતોને વાંચી અને સમજી લીધી છે તથા હું આથી અહીં મારી મરજી મુજબ, તેની સાથે બાધ્ય થવા માટે બિનશરતી રીતે સંમત થાઉં છું.

જો તમને આ ગુપ્તતા સંબંધિત પૉલિસીના સંબંધમાં કોઈ ફરિયાદ કે ચિંતા હોય તો, તમે ઈ-મેઇલ કરીને કે ટપાલ મોકલીને જોશના ફરિયાદનિવારણ અધિકારીનો સંપર્ક કરી શકો છો. તમે વિષયમાં ગુપ્તતા સંબંધિત ફરિયાદલખીને grievance.officer@myjosh.in ઈ-મેઇલ એડ્રેસ પર તમારી ફરિયાદને મોકલી શકો છો. તમે ઈ-મેઇલ કે પત્ર મારફતે ઉપરોક્ત માધ્યમો દ્વારા ફરિયાદનિવારણ અધિકારીનો સંપર્ક પણ કરી શકો છો. 

tower
inter circlw intercircle intercircle intercircle

Ohh Nooo!

There is no internet connection, please check your connection

TRY AGAIN

Ohh Nooo!

Landscape mode not supported, Please try Portrait.