જાન્યુઆરી 2023

જોશ - ગુપ્તતા સંબંધિત નીતિ

કૃપા કરીને આ ગુપ્તતા સંબંધિત નીતિને કાળજીપૂર્વક વાંચો. 11મો માળ, વિંગ E, હેલિયોસ બિઝનેસ પાર્ક, આઉટર રિંગ રોડ, કડ્ડુબીસનહાલી, બેંગ્લુરુ - 560103, કર્ણાટક, ભારત ખાતે પોતાનું વ્યાવસાયિક સરનામું ધરાવતી Ver Se ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ (જોશ, VerSe, અમે, અમારા કે આપણા) દ્વારા તાત્કાલિક લાગુ કરવામાં આવી છે.

1. જનરલ

  1. જોશ તમારી (તમે, તમારા અથવા યુઝર) ગુપ્તતાને ખૂબ જ ગંભીરતાથી લે છે અને તમારા અંગત ડેટા/માહિતીની સુરક્ષાનું રક્ષણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરે છે. જોશ તેના પ્લેટફૉર્મ અને સેવાઓના ઉપયોગ માટે એક સુરક્ષિત અને વિશ્વસનીય માહોલ પૂરો પાડવા પ્રયત્નશીલ છે. જોશ દ્વારા તમારી પાસેથી લેવામાં આવેલી તમારી કોઇપણ અંગત માહિતીનો ઉપયોગ આ ગુપ્તતા સંબંધિત નીતિ તથા અહીં અંદર પૂરાં પાડવામાં આવેલા નિયમો અને શરતો અનુસાર કરવામાં આવશે.
  2. આ ગુપ્તતા સંબંધિત નીતિ જોશ (પ્લેટફૉર્મ અથવા જોશ) તરીકે ઓળખાતી જોશની મોબાઇલ કે ડેસ્કટૉપ એપ્લિકેશન સોફ્ટવેર ટેકનોલોજી તથા આ પ્લેટફૉર્મ (સેવાઓ)ના સંબંધમાં જોશ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓને લાગુ થાય છે.
  3. આ ગુપ્તતા સંબંધિત નીતિ અમારી મોબાઇલ કે ડેસ્કટૉપ એપ્લિકેશન્સ અને/અથવા તેની સાથે સંકળાયેલી સેવાઓના યુઝરો પાસેથી અમે કેવી રીતે માહિતી એકઠી કરીએ છીએ, ઉપયોગમાં લઇએ છીએ, જાળવીએ છીએ અને જાહેર કરીએ છીએ, તે પદ્ધતિને નિર્ધારિત કરે છે.
  4. તમને આ નીતિને કાળજીપૂર્વક વાંચી જવાની અને જો તમે આ નીતિની શરતો સાથે સંમત હો તો જ તેને સંમતિ આપવાની સલાહ આપવામાં આવે છે. આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરીને કે તેની પર તમારી પ્રોફાઇલ રજિસ્ટર કરીને અને/અથવા આ પ્લેટફૉર્મના સંબંધમાં પૂરી પાડવામાં આવતી સેવાઓનો ઉપયોગ કરીને તમે આ ગુપ્તતા સંબંધિત નીતિમાં નિર્ધારિત કરવામાં આવ્યાં મુજબ તમારી માહિતીનો ઉપયોગ કરવા, એકઠી, ટ્રાન્સફર, સંગ્રહ, જાહેર કરવા અને અન્ય કોઈ ઉપયોગમાં લેવાની સંમતિ આપી રહ્યાં છો. આ નીતિના હેતુ માટે જ્યાં પણ જોશનો સંદર્ભ આવતો હોય ત્યાં-ત્યાં તેમાં તેના આનુષંગિકો, સહાયક કંપનીઓ અને સિસ્ટર કન્સર્ન્સનો સમાવેશ થશે.
  5. આ પ્લેટફૉર્મને અપડેટ, ડાઉનલૉડિંગ, ઇન્સ્ટોલ અને/અથવા આ પ્લેટફૉર્મને ઍક્સેસ/ઉપયોગ કરવાનું ચાલું રાખીને તમે આ ગુપ્તતા સંબંધિત નીતિમાં સમયાંતરે થતાં ફેરફાર, સુધારા-વધારા કે પરિવર્તનની સાથે બાધ્ય થવા માટે સંમત થાઓ છો.
  6. આ ગુપ્તતા સંબંધિત નીતિ જોશ જેની માલિકી કે નિયંત્રણ ન ધરાવતી હોય કે જેને મેનેજ ન કરતી હોય તેવી થર્ડ પાર્ટીઓની કામગીરીને લાગુ થતી નથી, જેમાં કોઇપણ થર્ડ પાર્ટીની વેબસાઇટ, સેવાઓ, એપ્લિકેશનો કે વ્યવસાયો (થર્ડ-પાર્ટીની સેવાઓ)નો સમાવેશ થાય છે પરંતુ આ બાબતો આટલા પૂરતી મર્યાદિત નથી. જોશ આવી થર્ડ-પાર્ટીઓની સેવાઓના વિષયવસ્તુ કે ગુપ્તતા સંબંધિત નીતિઓની કોઈ જવાબદારી લેતું નથી. જોશ તમને તેના પ્લેટફૉર્મ મારફતે તમારા દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ થર્ડ-પાર્ટીની સેવાઓની ગુપ્તતા સંબંધિત નીતિની કાળજીપૂર્વક સમીક્ષા કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
  7. આ ગુપ્તતા સંબંધિત નીતિ આ પ્લેટફૉર્મની સેવાની શરતોને આધિન છે.
  8. જો તમે આ ગુપ્તતા સંબંધિત નીતિની કોઇપણ જોગવાઈ સાથે સંમત ન હો તો, તમારે આ પ્લેટફૉર્મને ડાઉનલૉડ, ઇન્સ્ટોલ કરવું જોઇએ નહીં અને/અથવા તેને અને/અથવા તેની સેવાઓનો ઉપયોગ કરવો જોઇએ નહીં. જોશ આ પેજને અપડેટ કરીને કોઇપણ સમયે આ ગુપ્તતા સંબંધિત નીતિને સુધારી શકે છે, તેમાં ફેરફાર, સુધારો-વધારો કે તેમાં પરિવર્તન કરી શકે છે.

2. જોશ દ્વારા કેવી માહિતી એકઠી કરવામાં આવી શકે છે

  1. તમે જ્યારે આ પ્લેટફૉર્મ પર એકાઉન્ટ બનાવો છો અને તેની પર વિષયવસ્તુને અપલૉડ કરો છો, ત્યારે તમારા દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી અમે એકઠી કરીએ છીએ અને તેની પર પ્રક્રિયા હાથ ધરીએ છીએ. તેમાં તમારા દ્વારા પ્લેટફૉર્મના ઉપયોગ અંગેની ટેકનિકલ અને વર્તણૂક સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે. જો તમે એપ ડાઉનલૉડ તો કરો છો પરંતુ તેની પર એકાઉન્ટ ખોલ્યાં વગર પ્લેટફૉર્મની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો, તો ત્યારે પણ અમે તમારી માહિતી એકઠી કરીએ છીએ. જોશ તેના યુઝર પાસેથી વિવિધ તબક્કે માહિતી એકઠી કરી શકે છે, યુઝર દ્વારા પ્લેટફૉર્મ પર નોંધણી કરતી વખતેથી માંડીને યુઝર દ્વારા વિષયવસ્તુ સોંપતી વખતે કે પછી યુઝર સેવાઓને ઍક્સેસ કરતા હોય/ઉપયોગમાં લેતા હોય ત્યારે.
  2. જોશ તમારી ઓળખ છતી કરી શકે તેવી અંગત માહિતી એકઠી કરી શકે છે. તેમાં પ્લેટફૉર્મને ડાઉનલૉડ, ઇન્સ્ટોલ અને/અથવા ઉપયોગ/ઍક્સેસ કરતી વખતે સોંપવામાં આવેલી માહિતી અથવા તો સેવાઓના ઍક્સેસ/ઉપયોગના સંબંધમાં અથવા આ પ્લેટફૉર્મ મારફતે પૂરી પાડવામાં આવતી વિશેષતાઓ કે પ્લેટફૉર્મના સંબંધમાં રહેલી માહિતીનો સમાવેશ થાય છે પરંતુ તે આટલી પૂરતી મર્યાદિત નથી. એકઠી કરવામાં આવેલી અંગત માહિતીમાં તમારા નામ, ઇમેજ, સંદેશાવ્યવહારના સરનામા, ઈ-મેઇલ એડ્રેસ, ફોન નંબર તથા વસતીવિષયક માહિતી જેમ કે, જાતિ, રાષ્ટ્રીયતા, પોસ્ટકૉડ અને અન્ય અંગત માહિતી જેમ કે જન્મતારીખ, જન્મસમય કે જન્મસ્થળ, નિવાસસ્થાન, અભિરુચિના વિષયો, પ્રાથમિકતાઓ, ગમા-અણગમા અને ઉપયોગ સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે, પરંતુ તે આટલા પૂરતી મર્યાદિત નથી.
  3. જો તમે જોશને આ પ્રકારની અંગત માહિતી પૂરી પાડો છો અથવા તો આ પ્લેટફૉર્મ કે સેવાઓ મારફતે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ સાથે જોડાઇને અમને આ પ્રકારની માહિતીને ઍક્સેસ કરવાની મંજૂરી આપો છો, તો જ ફક્ત જોશ આવી અંગત માહિતી એકઠી કરે છે (ઉદાહરણ તરીકે, જ્યારે તમે આ પ્લેટફૉર્મ સાથે સંકળાયેલી સુવિધાઓ કે સેવાઓનો ઉપયોગ કરો છો અથવા તો આ પ્લેટફૉર્મ સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓમાં સંકળાઓ છો, જેમાં સભ્ય બનવું અથવા એકાઉન્ટ માટે સાઇન અપ કરવું કે ફેસબૂક, ટ્વીટર કે ગૂગલ પ્લસ સહિત પરંતુ તેના પૂરતા મર્યાદિત નહી રહીને કોઈ સોશિયલ નેટવર્ક મારફતે એકાઉન્ટને લિંક કરવું વગેરેનો સમાવેશ થાય પરંતુ તે આટલા પૂરતું મર્યાદિત નથી).
  4. તમે જ્યારે ઈ-મેઇલ અથવા ફોન મારફતે અમારી સાથે સંદેશાવ્યવહાર કરો છો અથવા તો આ પ્લેટફૉર્મ અને/અથવા સેવાઓની અન્ય કોઈ ઇન્ટરેક્ટિવ/નોન-ઇન્ટરેક્ટિવ વિશેષતાઓને ઍક્સેસ કરો છો/ઉપયોગમાં લો છો, ત્યારે જોશ તમારા દ્વારા પૂરી પાડવામાં આવતી તમારી અંગત માહિતીને એકઠી કરી શકે છે.
  5. તમે હંમેશા તમારી અંગત માહિતી પૂરી પાડવાની ના પાડી શકો છો; પરંતુ તેના કારણે તમે આ પ્લેટફૉર્મ અને/અથવા આ પ્લેટફૉર્મની કેટલીક વિશેષતાઓ અને સેવાઓનો ઉપયોગ કરી શકશો નહીં.
  6. તમે જ્યારે પણ આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરો છો, તેને ઍક્સેસ કરો છો કે તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો અને/અથવા તેની સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે જોશ અંગત પ્રકારની હોય અથવા ન હોય તેવી અન્ય પ્રકારની માહિતીને પણ એકઠી કરી શકે છે અને તેનો સંગ્રહ કરી શકે છે. આ પ્રકારની માહિતીમાં મોબાઇલ અથવા કમ્પ્યૂટરના નામ, તેના વર્ઝન, ઉપયોગમાં લીધેલા ઉપકરણનો પ્રકાર, તમારી ઓપરેટિંગ સિસ્ટમ અને તેના વર્ઝન, મોબાઇલ ડીવાઇઝનો યુનિક આઇડી, તમને આ પ્લેટફૉર્મનો સંદર્ભ આપનારી થર્ડ-પાર્ટીની એપ્સ અથવા વેબસાઇટ્સ કે સેવાઓ, ભાષાની પ્રાથમિકતાઓ, સ્થળની માહિતી, આઇપી એડ્રેસ, ટેકનિકલ માહિતી, કોઇપણ પ્રકારની મર્યાદા વગર પૅકેજના નામ (જે પ્લે સ્ટોર પરના પૅકેજ આઇડીને સમાન હોય છે) સહિત થર્ડ-પાર્ટીની એપ્સ અંગેની માહિતી, પૅકેજના વર્ઝન, ઇન્સ્ટોલેશન અને/અથવા અનઇન્સ્ટોલેશનની ઘટનાઓની માહિતી અને યુઝર અંગેની આ પ્રકારની અન્ય કોઈ માહિતીનો સમાવેશ થાય છે.
  7. તમારી સ્પષ્ટ અને ચોક્કસ સંમતિ પર આધાર રાખીને અમે કેટલીક વધારાની માહિતી પણ એકઠી કરી શકીએ છીએ, જેમાં જીપીએસ, ફોન મેમરી વગેરેનો સમાવેશ થાય છે પરંતુ તે આટલા પૂરતી મર્યાદિત નથી. આ પ્રકારની માહિતીનો ઉપયોગ તમારી પ્રોફાઇલ અથવા પ્લેટફૉર્મ પર રહેલા વિષયવસ્તુને અપડેટ કરવા માટે થઈ શકે છે.
  8. જો તમે જોશને તમારી અંગત માહિતી અને/અથવા અન્ય કોઈ માહિતી પૂરી પાડવા કે શૅર કરવા માંગતા ન હો તો, તમે આ પ્લેટફૉર્મને ડાઉનલૉડ, ઇન્સ્ટોલ અને/અથવા ઉપયોગમાં લઈ શકતા નથી. જોશને તમારી અંગત કે અન્ય કોઈ માહિતી પૂરી પાડીને તમે આ ગુપ્તતા સંબંધિત નીતિમાં પૂરી પાડવામાં આવ્યાં મુજબની ઉક્ત માહિતીનો ઉપયોગ કરવા માટે જોશને મંજૂરી આપવા માટે સંમત થાઓ છો.

3. જોશ આ પ્રકારે એકઠી કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરે છે

  1. જોશ વ્યવસાય કરવા માટે અને/અથવા બિન-વાણિજ્યિક હેતુઓ માટે તમારી અંગત માહિતી અને અન્ય માહિતીને એકઠી કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. જોશ અહીં નીચે જણાવેલા હેતુઓ માટે આ માહિતીનો ઉપયોગ કરી શકે છેઃ
  1. તમે જ્યારે પ્લેટફૉર્મમાં લૉગઇન થાઓ છો ત્યારે તમારી ઓળખવિધિ કરવા માટે તમારા ઈ-મેઇલ એડ્રેસ અને પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જોશ આ પ્લેટફૉર્મના તમારા ઍક્સેસ તેમજ આ પ્લેટફૉર્મના તમારા ઉપયોગ અને સેવાઓને નિયંત્રિત કરવા, આ પ્લેટફૉર્મ અને/અથવા કોઇપણ ઈ-મેઇલ ન્યૂઝલેટરના વિષયવસ્તુ કે પછી જોશ દ્વારા સમયાંતરે મોકલવામાં આવતી અન્ય કોઈ સામગ્રીનો ઉપયોગ કરીને તમારા અનુભવને કસ્ટમાઇઝ કરવા તથા વિષયવસ્તુ અને વ્યક્તિગત ઓળખ છતી કરનારી માહિતી પર આધાર રાખીને ઉપયોગી કે રસપ્રદ હોઈ શકે તેવી માહિતી પૂરી પાડવા માટે તમારી અંગત માહિતીનો ઉપયોગ કરી શકે છે. તમારા ઈ-મેઇલ એડ્રેસનો ઉપયોગ યુઝરની માહિતી, વહીવટી માહિતી, તમારા એકાઉન્ટના સેટિંગ્સમાં થતાં કોઇપણ પ્રકારના ફેરફાર તથા પ્લેટફૉર્મ/સેવાઓમાં થતાં કોઇપણ ફેરફાર કે જોશની નવી નીતિઓ પરના અપડેટ્સને મોકલવા માટે કરવામાં આવી શકે છે. આ સિવાય જો તમે અમારા મેઇલિંગ લિસ્ટમાં સામેલ થવાનું પસંદ કરો છો તો, તમને સમયાંતરે કંપનીના સમાચાર, સંબંધિત ઉત્પાદનો કે સેવાઓની માહિતી સાથે સંબંધિત હોય તેવા ઈ-મેઇલ પ્રાપ્ત થશે. તમારા ઈ-મેઇલ એડ્રેસનો ઉપયોગ કોઇપણ પ્રકારની પૂછપરછ, પ્રશ્નો અને/અથવા તમારા દ્વારા કરવામાં આવેલી અન્ય કોઈ વિનંતીઓને પ્રતિક્રિયા આપવા માટે થઈ શકે છે. જો તમે કોઇપણ સમયે આ પ્રકારના ઈ-મેઇલ પ્રાપ્ત કરવામાંથી અનસબસ્ક્રાઇબ થવા માંગતા હો તો, જોશે પ્રત્યેક ઈ-મેઇલના અંતે, તળિયે અનસબસ્ક્રાઇબ કરવાની વિગતવાર સૂચનાઓ પૂરી પાડેલી છે અથવા તો તમે આ પ્લેટફૉર્મ મારફતે જોશનો સંપર્ક કરી શકો છો.
  2. જોશ પ્લેટફૉર્મ અને/અથવા સેવાઓના ઉપયોગ તથા આ પ્લેટફૉર્મની મુલાકાત લઈ રહેલા અને તેનો ઉપયોગ કરી રહેલા લોકોનું વિશ્લેષણ કરવા માટે, આ પ્લેટફૉર્મની વિશેષતાઓને સુધારવા માટે આ પ્રકારે એકઠી કરવામાં આવેલી માહિતીનો આગળ ઉપર વધુ ઉપયોગ કરી શકે છે. તમને કસ્ટમાઇઝ કરેલું વિષયવસ્તુ, જાહેરખબરો અને વિશેષતાઓ પૂરાં પાડવા માટે જોશ તમારા દ્વારા આ પ્લેટફૉર્મના ઉપયોગનું વિશ્લેષણ કરવા તમારી માહિતીનો ઉપયોગ કરી શકે છે. તમારા દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી જોશને તમારી ગ્રાહકસેવા સંબંધિત વિનંતીઓને પ્રતિક્રિયા આપવામાં તથા સહાય સંબંધિત જરૂરિયાતોને વધુ કાર્યક્ષમ રીતે પૂરી કરવામાં મદદરૂપ થાય છે.
  3. એક સમુહ તરીકે યુઝરો કેવી રીતે પ્લેટફૉર્મ અને/અથવા સેવાઓનો ઉપયોગ કરે છે, તે સમજવા માટે જોશ આ માહિતીનો ઉપયોગ સમગ્રપણે કરી શકે છે. જોશ તેના કરાર અને લાગુ થતાં કાયદાનું ઉલ્લંઘન કરનારી પ્રવૃત્તિઓને નિવારવા અથવા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે યુઝર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરી શકે છે.
  4. જોશ થર્ડ-પાર્ટીની એપ્સ સંબંધિત માહિતી જેવી તમારી અંગત ન હોય તેવી માહિતીનો ઉપયોગ કરી શકે છે, જેમાં કોઇપણ પ્રકારની મર્યાદા વગર પૅકેજના નામ (જે પ્લેસ્ટોર પરના પૅકેજ આઇડીને સમાન હોય છે), પૅકેજના વર્ઝન, તમારા રસ પર આધાર રાખી વિષયવસ્તુ અને સેવાઓને પર્સનલાઇઝ કરવા માટે ઇન્સ્ટોલેશન અને/અથવા અનઇન્સ્ટોલેશન કરવાની ઘટનાની માહિતીનો સમાવેશ થાય છે પરંતુ તે આટલા પૂરતી મર્યાદિત નથી. આ ઉપરાંત, જોશ તમારા દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવેલી કે ઉપયોગમાં લેવામાં આવેલી અન્ય એપ્લિકેશનોના સંબંધમાં રહેલા કે તેમાંથી મેળવવામાં આવેલા વિષયવસ્તુને પ્રોત્સાહન આપવા માટે અથવા તમારા માટે કસ્ટમાઇઝ કરેલા શૅરિંગના વિકલ્પોને તૈયાર કરવા માટે તમારી અંગત ન હોય તેવી માહિતીનો પણ ઉપયોગ કરી શકે છે.
  5. આ પ્લેટફૉર્મ અને સેવાઓની વિશેષતાઓને સુધારવા માટે જોશ આ પ્લેટફૉર્મ અને સેવાઓના તમારા ઉપયોગનું તથા આ પ્લેટફૉર્મની અને સેવાઓની મુલાકાત લઈ રહેલા અને ઉપયોગમાં લઈ રહેલા લોકોનું વિશ્લેષણ કરવા માટે તમારી માહિતીનો ઉપયોગ કરી શકે છે. આ પ્લેટફૉર્મ અને/અથવા સેવાઓને ઍક્સેસ કરતી વખતે, ઉપયોગ કરતી વખતે કે ઇન્સ્ટોલ કરતી વખતે આ પ્લેટફૉર્મમાં જેની એસડીકે (સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ્સ)નો સમાવેશ કરવામાં આવ્યો છે, તેવી થર્ડ-પાર્ટીઓને પણ તમારી માહિતી સુલભ થઈ શકે છે. આવી એસડીકેમાં ગૂગલ એડ્સ, ગૂગલ પ્લેટફૉર્મ ઇન્ડેક્સિંગ, ગૂગલ સપોર્ટ લાઇબ્રેરી, ગૂગલ ડીઝાઇન લાઇબ્રેરી, લૉગઇન માટેનું ગૂગલ ઑથેન્ટિકેશન, મોબવિસ્ટા (એડ્સ), એપનેક્સ્ટ નેટિવ (એડ્સ), એપનેક્સ્ટ ઇન્ટરસ્ટિશિયલ (એડ્સ), ફેસબૂક ઑડિયેન્સ નેટવર્ક (એડ્સ), વીમેક્સ (એડ્સ), મસ્ટએડવ્યૂ (એમરેઇડ), ગ્લાઇડ ફૉર ગ્રાફિક્સ, ડીપલિંક સપોર્ટ માટે બ્રાન્ચ આઇઓ, બાઇડુ (એડ્સ), ડીપલિંક સપોર્ટ માટે ફાયરબેઝ, આઇએમએ (એડ્સ), એપનેક્સ્ટએક્શન્સ (એડ્સ), ઇમેજના હેન્ડલિંગ માટે પિકાસો, આરએક્સજાવા, કૉડની કાર્યક્ષમતા માટે રેટ્રોફિટ અને ડેગર, નેટવર્કની કાર્યક્ષમતા માટે ઓકેએચટીટીપી, ઓટ્ટો ઇવેન્ટ બસ, મેમરીના ઑપ્ટિમાઇઝેશન માટે ડિસ્કએલઆરયુકૅશ, નેટવર્કની ગુણવત્તાના મૂલ્યાંકન માટે ફેસબૂક કનેક્શન, લૉગઇન માટે ફેસબૂક એસડીકે અને પર્ફોમન્સના ઑપ્ટિમાઇઝેશન માટે એસક્યુએલ લાઇટ એસેટ હેલ્પરનો સમાવેશ થાય છે. આ એસડીકે જેનેરિક વિશ્લેષણ અને અન્ય હેતુઓ માટે તમારી માહિતીનો ઉપયોગ કરી શકે છે.
  6. જોશ બજારના સંશોધનના હેતુ માટે તમારી માહિતીનો ઉપયોગ કરી શકે છે અને તે જેને નિયંત્રિત કરે છે, તેવા તેના આનુષંગિક વ્યવસાયો (જોશ ઇનોવેશન સહિત)ને તમારી માહિતી શૅર કરી શકે છે. જોશ લક્ષિત જાહેરખબરો, લક્ષિત વિષયવસ્તુની ડીલિવરી અને અન્ય વ્યાવસાયિક હેતુઓ માટે તમારી માહિતીનો ઉપયોગ કરી શકે છે, સિવાય કે તમે આ પ્રકારના ઉપયોગમાંથી બહાર નીકળી ગયાં હો.
  7. જોશ આ પ્લેટફૉર્મ અને સેવાઓનું ઍક્સેસ કરતી વખતે/ઉપયોગમાં લેતી વખતે તમારા દ્વારા સોંપવામાં આવતી તમારી વ્યક્તિગત ઓળખ છતી કરનારી અને/અથવા અન્ય કોઈ માહિતીનો ઉપયોગ પ્રતિક્રિયા આપવા, ટિપ્પણીઓ કરવા/ટિપ્પણીઓ સબમિટ કરવા, ઇનપૂટ્સ આપવા અને/અથવા આ પ્લેટફૉર્મ પર તથા સેવાઓના સંબંધમાં યુઝરના અનુભવને સુધારવા, લક્ષિત વિષયવસ્તુ, જાહેરખબરો અને સેવાઓ પૂરી પાડવા તથા અન્ય વ્યવસાયો અને/અથવા બિન-વાણિજ્યિક હેતુઓ માટે કરી શકે છે.

4. જોશની સાથે તમારા સોશિયલ એકાઉન્ટ્સને લિંક કરવા

  1. અમારી સેવાઓ તમારા દિશાનિર્દેશ મુજબ તમારા ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને યુટ્યૂબના એકાઉન્ટ(ન્ટ્સ)ને અમારા જોશના એકાઉન્ટની સાથે લિંક કરવાની મંજૂરી આપે છે. તેની મદદથી યુઝરો જોશ મારફતે અન્ય પ્લેટફૉર્મ પર તમને ખૂબ જ સરળતાથી શોધી શકે છે અને તેમને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ(ન્ટ્સ) પર રીડાઇરેક્ટ કરે છે.
  2. અમે ફક્ત એવી મર્યાદિત માહિતીને જ પ્રાપ્ત કરીએ છીએ અને સંગ્રહ કરીએ છીએ, જેને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે (જેમ કે, તમારું નામ, યુઝરનેમ અથવા ચેનલનું નામ અને જાહેર પ્રોફાઇલ) અને તમે પહેલી વખત જ્યારે આવા પ્લેટફૉર્મ્સ પરથી તમારા એકાઉન્ટને તમારા જોશના એકાઉન્ટની સાથે કનેક્ટ કરો છો ત્યારે તમારા દ્વારા સંમતિ આપવામાં આવી હોય છે. તમારી લિંક થયેલી જાહેર પ્રોફાઇલને અમારા પ્લેટફૉર્મ પર દર્શાવવાના હેતુ માટે આ માહિતીને અલગથી સંગ્રહિત કરવામાં આવે છે અને તેને અન્ય કોઈ થર્ડ-પાર્ટી એપ્સ, વેબસાઇટ્સ કે અન્ય કોઈ સેવાની સાથે શૅર કરવામાં આવતી નથી.
  3. જો તમે હવે તમારા ઇન્સ્ટાગ્રામ કે યુટ્યૂબ એકાઉન્ટને તમારા જોશના એકાઉન્ટ સાથે લિંક કરવા માંગતા ન હો તો, કૃપા કરીને તમારા પ્રોફાઇલ પેજમાં ઇન્સ્ટાગ્રામ કે યુટ્યૂબના આઇકન પર ટૅપ કરો અને જોશ એપને આપવામાં આવેલી ઍક્સેસની મંજૂરીને દૂર કરવા માટેના સૂચનોનું પાલન કરો.

5. જોશ તેના યુઝરની માહિતીનું રક્ષણ કરે છે

તમારી માહિતી સાથે સુરક્ષિત રીતે અને આ નીતિ મુજબ કામ પાર પાડવામાં આવે તેની ખાતરી કરવા માટે યોગ્ય પગલાં લઇએ છીએ. જોકે, અમે આ નીતિઓ માટે કોઇપણ પ્રકારની જવાબદારીઓ કે ઉત્તરદાયિત્વ સ્વીકારતા નથી. ઇન્ટરનેટ 100% સુરિક્ષત નથી. અમે એવું કોઈ વચન આપી શકીએ નહીં કે તમારા દ્વારા અમારી વેબસાઇટ, એપ્સ કે સેવાઓનો ઉપયોગ સંપૂર્ણપણે સલામત હશે. તમારી માહિતીનું અમારી સેવાઓને થતું પ્રસારણ તમારા પોતાના જોખમે રહેશે. ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે અમે તમને સાવચેતી રાખવાની સલાહ આપીએ છીએ. અમે આ ગુપ્તતા સંબંધિત નીતિમાં વર્ણવવામાં આવેલી કામગીરીઓ માટે જરૂરી કે સંબંધિત હોય ત્યાં સુધી જ તમારી અંગત માહિતીને જાળવી રાખીએ છીએ, ઉદાહરણ તરીકે, કાનૂની અનુપાલન, વિવાદના ઉકેલ, કરારને લાગુ કરવા, બૅકઅપ, આર્કાઇવલ અને અન્ય આંતરિક કામગીરીઓના હેતુઓ માટે. તેમાં તમારા અથવા અન્યો દ્વારા અમને પૂરાં પાડવામાં આવતાં ડેટા તથા તમારા દ્વારા અમારી સેવાઓના ઉપયોગમાં ઉદ્ભવતા ડેટાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમે કાયદા દ્વારા આવશ્યક બનાવવામાં આવ્યું હોય ત્યારે પણ તમારી માહિતીને જાળવી રાખીએ છીએ.

  1. ઉપરોક્ત હેતુ માટે જોશ ડેટાના એકત્રિકરણ, સંગ્રહ, નિયંત્રણ અને પ્રોસેસિંગના યોગ્ય વ્યવહારોને તથા સુરક્ષા ઉપાયોને અપનાવે છે, જેથી કરીને આ એપ પર સંગ્રહિત કરવામાં આવેલી તમારી અંગત માહિતી, યુઝરનેમ, પાસવર્ડ અને ડેટાના બિનઅધિકૃત ઍક્સેસ, ફેરફારો, જાહેર થતાં અટકાવી શકાય. ખાસ કરીને જોશ પાસવર્ડની સુરક્ષા કરવી તથા નિયમિત અંતરાલે સુરક્ષામાં રહેલી નબળાઈઓનું નિરીક્ષણ કરવું તથા ડેટાના ઉલ્લંઘન અને તેને નુકસાન પહોંચતું અટકાવવા ઉપચારાત્મક પગલાં લેવા વગેરે જેવા સુરક્ષા ઉપાયો પ્રયોજીને તમારી અંગત માહિતીની કાળજી લે છે.
  2. જોશ એસએસએલ (સિક્યોર સોકેટ લેયર) સિક્યોર્ડ કમ્યુનિકેશન ચેનલનો ઉપયોગ કરીને પ્લેટફૉર્મ/સેવાઓ અને યુઝરની વચ્ચે આદાનપ્રદાન થતી અંગત માહિતીનું રક્ષણ કરે છે. જોકે, જોશ બિનઅધિકૃત એન્ટ્રી કે ઉપયોગ મારફતે મેળવવામાં આવેલી કોઇપણ માહિતી, હાર્ડવેર કે સોફ્ટવેર નિષ્ફળ જવું અને કોઇપણ સમયે યુઝરની માહિતીની સુરક્ષા સાથે બાંધછોડ કરી શકે તેવા અન્ય કોઇપણ પરિબળો માટે કોઈ બાંયધરી આપતું નથી. યુઝર તેના/તેણીના ડીવાઇઝનું ઍક્સેસ મર્યાદિત કરીને તેના/તેણીના એકાઉન્ટ અને અંગત માહિતીનું બિનઅધિકૃત ઍક્સેસ થતું અટકાવે તે ખૂબ જ મહત્વનું છે. [SS2]

6. યુઝરની માહિતી પરનું નિયંત્રણ

અમે ઇચ્છીએ છીએ કે તમે ઉપયોગની શરતો અનુસાર તમારી અંગત માહિતી પર તમારું નિયંત્રણ જાળવી રાખોઃ

  1. ઍક્સેસ, સુધારો અને પોર્ટેબિલિટીઃ તમે પ્લેટફૉર્મ પર જ તમારા એકાઉન્ટની માહિતીને ઍક્સેસ કરી શકો છો અને તેમાં સુધારો-વધારો કરી શકો છો. તમારી ગુપ્તતા અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોવાથી અમે તમને તમારી ઓળખની ખરાઈ કરવા માટે જણાવીશું. અમે ઘણાં બધાં કારણોસર તમારી અંગત માહિતીને અપડેટ કરવાની તમારી વિનંતીને નકારી શકીએ છીએ, ઉદાહરણ તરીકે, જો આવી વિનંતીને કારણે અન્ય યુઝરોની ગુપ્તતા જોખમાઈ શકે તેમ હોય કે       આવી ન વિનંતી ગેરકાયદેસર હોય.
  2. મંજૂરીઓ પાછી ખેંચવીઃ તમે અમને તમારી માહિતીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હોય તેવા મોટાભાગના કિસ્સાઓમાં, તમે અમારા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી મંજૂરી રદ કરવા માટેની નિશ્ચિત પ્રક્રિયા મુજબ અમને જાણ કરીને આવી મંજૂરીઓ પાછી ખેંચી શકો છો.
  3. એકાઉન્ટને ડીલીટ કરવું: અમને આશા છે કે તમે આજીવન જોશના યુઝર બની રહેશો પરંતુ કોઈ કારણોસર તમે જો તમારું એકાઉન્ટ ડીલીટ કરવા માંગતા હો તો, તમારા સોશિયલ લૉગઇન પર આધાર રાખીને આમ કેવી રીતે થઈ શકે તે શીખવા અહીં આપવામાં આવેલા સ્ટેપ્સનું પાલન કરો. તેમાં તમારા અથવા અન્યો દ્વારા અમને પૂરાં પાડવામાં આવેલા ડેટા તથા અમારી સેવાઓના ઉપયોગમાંથી  ઉદ્ભવેલા ડેટાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અમે કાયદા દ્વારા આવશ્યક બનાવવામાં આવી હોય તેવી માહિતી પણ જાળવી રાખીએ છીએ. અમે મર્યાદિત સમયગાળા માટે અથવા કાયદા દ્વારા આવશ્યક બનાવવામાં આવ્યાં મુજબ કેટલીક માહિતીને બૅકઅપમાં જાળવી રાખીએ છીએ.
  • એફબી કનેક્ટ માટે, જે યુઝરો અમારી પાસે રહેલા તેમના એફબી કનેક્ટ ક્રેડેન્શિયલ્સને ડિસેબલ કરી દે છે અથવા તેમાંથી લૉગઆઉટ થઈ જાય છે, તેમની પ્રોફાઇલનું બધું જ વિષયવસ્તુ અને અન્ય માહિતી ડીલીટ થઈ જઈ શકે છે. ડીલીટ કરવાની વિનંતી પ્રાપ્ત થવા પર જોશ આવા યુઝરને જોશ પર રહેલા તેમના તમામ એકાઉન્ટ્સમાંથી લૉગ આઉટ કરી દેશે અને યુઝરનો તમામ ડેટા રીસેટ કરી દેશે. આ ઉપરાંત, અમે તમારા યુઝર સંબંધિત વિષયવસ્તુ સહિત તમારા યુઝરનેમ, તમારા પાસવર્ડ અને તમામ સંબંધિત માહિતીઓ, ફાઇલ્સ તથા તમારા ખાતા (કે તેના કોઇપણ હિસ્સા) સાથે સંકળાયેલ કે તેમાં રહેલા તમારા વિષયવસ્તુને અલગ પાડી દઇશું. જોકે, કેટલીક વિગતો આર્કાઇવલ અને કાયદાકીય હેતુઓ માટે અમારી પાસે જાળવી રાખવામાં આવી શકે છે. તમારું યુઝર સંબંધિત વિષયવસ્તુ ડીલીટ થઈ જવા સહિત કોઇપણ સસ્પેન્શન કે ટર્મિનેશન માટે જોશને જવાબદાર ઠેરવી શકાશે નહીં. જોશ સ્થાનિક કાયદાઓ હેઠળ આવશ્યક હોય ત્યાં સુધી અને/અથવા સ્વીકાર્ય હોય ત્યાં સુધી આવા વિષયવસ્તુ/ડેટાને જાળવી રાખશે અને તેનો ઉપયોગ કરશે. આ કરારની એવી તમામ જોગવાઇઓ જે તેની પ્રકૃતિ મુજબ ટકી રહેવી જોઇએ, તે આ કરારના અંત પછી પણ ટકી રહેશે, જેમાં બાંયધરીના અસ્વીકરણો, સંચાલન સંબંધિત કાયદો અને ઉત્તરદાયિત્વની મર્યાદાઓનો સમાવેશ થાય છે પરંતુ આ બાબતો આટલા પૂરતી મર્યાદિત નથી.

7. યુઝરની માહિતીને શૅર કરવી

 અમે/અમને સેવાઓ પૂરી પાડવામાં, સંચાલન કરવામાં અને અમારી સેવાઓ સુધારવામાં મદદરૂપ થાય તેવા અમારા કૉર્પોરેટ ગ્રૂપ અને પસંદગીના થર્ડ-પાર્ટી ભાગીદારો કે વ્યાવસાયિક સહયોગીઓની સાથે કામ કરીએ છીએ. આ ઉપરાંત અમે ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડરો, સીડીએન, આઇએસપી, ટેકનોલોજી પાર્ટનર્સ, કન્ટેન્ટ મોર્ડનાઇઝેશન સર્વિસિઝ, મેઝરમેન્ટ પ્રોવાઇડર્સ, એડવર્ટાઇઝર્સ અને એનાલીટિક્સ પ્રોવાઇડરોની સાથે તમારી માહિતી શૅર કરીએ છીએ. આ ઉપરાંત, જ્યારે અને જ્યાં પણ કાયદા દ્વારા આવશ્યક બનાવવામાં આવ્યું હોય ત્યારે-ત્યારે અમે તમારી માહિતીને કાયદાની અમલબજવણી કરનારી એજન્સીઓ કે નિયામકો અને કૉર્ટના કાયદાકીય રીતે બાધ્ય આદેશોનું પાલન કરીને કોઈ થર્ડ પાર્ટીઓને શૅર કરીશું. જોશ વ્યાવસાયિક ભાગીદારી, કરારબદ્ધ જોડાણ, વિલીનીકરણ, અધિગ્રહણ અથવા જોશની આંશિક કે બધી જ સંપત્તિઓના વેચાણના પરિણામસ્વરૂપ યુઝરની તમામ અંગત માહિતી અન્ય કોઈ પાર્ટીને ટ્રાન્સફર કરવાનો અધિકાર ધરાવે છે તથા આ પ્રકારની પરિસ્થિતિ હેઠળ, જ્યાં સુધી તમને જાણ કરવામાં ન આવે ત્યાં સુધી આ ગુપ્તતા સંબંધિત નીતિની જોગવાઇઓ લાગુ થવાની ચાલું રહેશે.

  1. જોશ આ નીતિમાં પૂરાં પાડ્યાં સિવાય જોશ દ્વારા એકઠી કરવામાં આવેલી તમારી અંગત માહિતીને કોઇપણ થર્ડ પાર્ટીને વેચતી નથી, તેનો વ્યાપાર કરતી નથી કે તેને ભાડે આપતી નથી. જોશ તમારી કોઈ અંગત માહિતી સાથે સંકળાયેલ ન હોય તેવી, મુલાકાતીઓ અને યુઝરો સંબંધે એકઠી કરવામાં આવેલી જેનેરિક વસતીવિષયક માહિતીને જોશના વ્યાવસાયિક ભાગીદારો, કોન્ટ્રાક્ટરો, આનુષંગિકો (જોશ ઇનોવેશન સહિત) અને એડવર્ટાઇઝરોની સાથે શૅર કરી શકે છે.
  2. કાયદા કે મુકદમા દ્વારા આવશ્યક બનાવવામાં આવ્યું હોય તો જોશે યુઝર અંગેની અંગત માહિતી ઉજાગર કરવી પડી શકે છે. જો જોશને એમ લાગે કે રાષ્ટ્રીય સુરક્ષા, કાયદાની અમલબજવણી કે સાર્વજનિક મહત્વના અન્ય મામલાઓ માટે માહિતી ઉજાગર કરવી જરૂરી છે, તો જોશ તેના યુઝરો અંગેની માહિતી ઉજાગર કરી શકે છે.
  3. જો આ પ્લેટફૉર્મના ઉપયોગની લાગુ શરતોને અમલી કરવા માટે જરૂરી હોય અને/અથવા અમારા અધિકારો અને સંપત્તિ અથવા અમારા અધિકારીઓ, ડિરેક્ટરો, શૅરધારકો, કર્મચારીઓ કે એજન્ટોનું રક્ષણ કરવા માટે વાજબી રીતે જરૂરી લાગે તો, જોશ આ પ્રકારની માહિતી જાહેર કરી શકે છે.
  4. જોશ વ્યાવસાયિક ભાગીદારી, કરારબદ્ધ જોડાણ, વિલીનીકરણ, અધિગ્રહણ અથવા જોશની આંશિક કે બધી જ સંપત્તિઓના વેચાણના પરિણામસ્વરૂપ યુઝરની અંગત માહિતી અન્ય કોઈ પાર્ટીને ટ્રાન્સફર કરવાનો અધિકાર ધરાવે છે તથા આ પ્રકારની પરિસ્થિતિ હેઠળ, જ્યાં સુધી તમને જાણ કરવામાં ન આવે ત્યાં સુધી આ ગુપ્તતા સંબંધિત નીતિની જોગવાઇઓ લાગુ થવાની ચાલું રહેશે.

7. કૂકીઝ

અમે કૂકીઝનો ઉપયોગ કરી શકીએ છીએ, ઉદાહરણ તરીકે, તમારી પ્રાથમિકતાઓ અને એકાઉન્ટ પ્રોફાઇલની માહિતીનો ટ્રેક રાખવો અથવા અમારા મુજબ તમારા યુઝર અનુભવને તથા આ પ્લેટફૉર્મ અને તેની પર પૂરી પાડવામાં આવી રહેલી કેટલીક સેવાઓ અને કામગીરીઓની કાર્યક્ષમતા અને અસરકારકતાને સુધારી શકે તેવી કેટલીક રીટાર્ગેટિંગની પ્રવૃત્તિઓમાં સંકળાવવું.  આ ઉપરાંત કૂકીઝ ઉપયોગ અંગત માહિતીનો સમાવેશ ન કરતી હોય તેવી સામાન્ય વપરાશ અને માત્રાની આંકડાકીય માહિતીને એકઠી કરવા માટે પણ થાય છે. પ્લેટફૉર્મના યુઝર અંગે અમારા માટે એકીકૃત આંકડાંનું સંકલન કરવા વ્યક્તિગત ઓળખ છતી ન કરે તેવી માહિતીને એકઠી કરવા માટે તમારા કમ્પ્યૂટર પર કૂકીઝને મૂકવા માટે અન્ય કોઈ કંપની કે થર્ડ પાર્ટીની સેવાનો ઉપયોગ પણ કરી શકીએ છીએ.

કૂકીઝ એ ખૂબ ઓછી માત્રામાં માહિતી હોય છે, જેને તમારા ઇન્ટરનેટ બ્રાઉઝર દ્વારા તમારા કમ્પ્યૂટરની હાર્ડ ડ્રાઇવમાં ટેક્સ્ટ ફાઇલ તરીકે સંગ્રહિત કરવામાં આવે છે. મોટાભાગના ઇન્ટરનેટ બ્રાઉઝર પ્રારંભિક રીતે આ કૂકીઝને સ્વીકારવા માટે સેટ થયેલા હોય છે. તમે તમારી વેબસાઇટમાંથી આ કૂકીઝને નકારી કાઢવા માટે તમારા બ્રાઉઝરને સેટ કરી શકો છો અથવા તો તમારી હાર્ડ ડ્રાઇવમાંથી આ કૂકીઝને દૂર કરી શકો છો પરંતુ જો તમે આ કરો છો તો, તમે આ પ્લેટફૉર્મના કેટલાક હિસ્સાઓને ઍક્સેસ કે ઉપયોગ કરી શકશો નહીં અથવા તો આ પ્લેટફૉર્મની કેટલીક સુવિધાઓ હેતુ મુજબ કામ કરી શકશે નહીં. આ ઉપરાંત, કેટલાક બ્રાઉઝર્સ ડૂ નોટ ટ્રેક (ટ્રેક કરશો નહીં)ની વિશેષતા ધરાવે છે, જે વેબસાઇટને તમને ટ્રેક નહીં કરવા માટે જણાવે છે. આ વિશેષતાઓ એકસમાન હોતી નથી. જો તમે કૂકીઝને બ્લૉક કરો છો તો, પ્લેટફૉર્મની કેટલીક વિશેષતાઓ કામ ન કરે તેમ બની શકે. જો તમે કૂકીઝને બ્લૉક કરો છો અથવા નકારી કાઢો છો તો, અહીં વર્ણવવામાં આવેલું બધું જ ટ્રેકિંગ કામ કરવાનું બંધ કરી દેશે નહીં. કૃપા કરીને અહીં એ બાબત ધ્યાનમાં રાખો કે તમારા દ્વારા પસંદ કરવામાં આવેલા કેટલાક વિકલ્પો બ્રાઉઝર અને ડીવાઇઝ-વિશિષ્ટ હોય છે.

  1. તમે જ્યારે પણ પ્લેટફૉર્મ અને/અથવા સેવાઓને ઍક્સેસ કરો છો, ત્યારે જોશ તમારા અનુભવને સુધારવા અથવા ક્યારેક તમારા અનુભવને પર્સનલાઇઝ કરવા માટે રેકોર્ડ રાખવાના હેતુસર તમારી હાર્ડ ડ્રાઇવ પર આ કૂકીઝને મૂકી શકે છે. કૂકીઝ એ તમે જે પ્લેટફૉર્મની મુલાકાત લો છો તેના દ્વારા તમારા કમ્પ્યૂટરની હાર્ડ ડ્રાઇવ પર મૂકવામાં આવતી નાનકડી ટેક્સ્ટ ફાઇલ હોય છે. આ કૂકીઝ જોશને તમારી પ્રવૃત્તિઓ સંબંધિત માહિતીને ઓળખવામાં તથા તમારી પ્રાથમિકતાઓ અને પ્લેટફૉર્મ પરની તમારી પૂર્વવિગતોને લગતી માહિતીને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
  2. જોશ અને/અથવા તેના સર્વિસ પ્રોવાઇડરો તમને અથવા તમારી અભિરૂચિની સાથે વધુ સુસંગત હોય તેવી જાહેરાતોને પહોંચાડવા માટે આવી જાહેરખબરોને લગતી કૂકીઝનો ઉપયોગ કરી શકે છે.
  3. તમે વેબ બ્રાઉઝર પર કૂકીના ફીચરને બંધ કરીને આ કૂકીઝને ડિસેબલ કરવાનું પસંદ કરી શકો છો. જોકે, આ ફીચરને ડિસેબલ કરવાથી પ્લેટફૉર્મના કેટલાક હિસ્સાઓ યોગ્ય રીતે કામ કરી શકશે નહીં. તેના લીધે તમે આ પ્લેટફૉર્મ અને સેવાઓનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકશો નહીં.

8. માહિતીનું સંયોજન

જોશ તમારી અભિરુચિઓ, ગમતી બાબતો અને/અથવા તમારી પ્રાથમિકતાઓની સાથે સૌથી વધુ સુસંગત હોય તેવી ઑફરો, પ્રમોશનો અને માહિતી પૂરી પાડવા માટે સમગ્ર પ્લેટફૉર્મ અને સેવાઓ પર રહેલી તમારી અંગત અને અન્ય માહિતીઓનું સંયોજન કરી શકે છે. આ ઉપરાંત, જોશ વિષયવસ્તુ પૂરું પાડવા, જાહેરખબરો, પ્રમોશનો અને ઑફરો પૂરી પાડવા તથા આ પ્લેટફૉર્મ અને સેવાઓ પર યુઝરના અનુભવને સુધારવા માટે તમારા દ્વારા પ્લેટફૉર્મ પર શૅર કરવામાં આવેલી માહિતી અને સેવાઓના સંબંધમાં રહેલી માહિતીને અમારી સાથે માહિતીને શૅર કરવા માટે અધિકૃત કરેલી હોય તેવી થર્ડ-પાર્ટીઓને તમે પૂરી પાડેલી માહિતીની સાથે સંયોજિત કરી શકે છે. જોશ જેમની પાસે તમારી માહિતી રહેલી છે અને જેઓ આવી માહિતીનું સંયોજન કરવા માટે અધિકૃત છે, તેવી થર્ડ-પાર્ટીઓની સાથે તમારી માહિતીને શૅર કરી શકે છે.

9. જોશ તમારો ડેટા કેટલા સમય સુધી જાળવી રાખી શકે છે

જોશ તમને તેની સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી હોય એટલો સમય તમારી અંગત માહિતીને જાળવી રાખશે. જો તમને સેવા પૂરી પાડવા માટે જો અમારે તમારી માહિતીની જરૂર ન હોય તેવા કિસ્સામાં અમે આ પ્રકારના ડેટાને અમારો કાયદામાન્ય વ્યાવસાયિક હેતુ હશે ત્યાં સુધી જ જાળવી રાખીશું. અમારા કાયદાકીય ઉત્તરદાયિત્વોને ધ્યાનમાં રાખીને અથવા તો કાયદા દ્વારા સ્થાપિત કરવામાં આવેલ, અમલી બનાવવામાં આવેલ કે મંજૂર કરવામાં આવેલ હોવાથી આવશ્યક બની જતું હોવાથી અમારે આ પ્રકારનો ડેટા લાંબો સમય સુધી જાળવી રાખવો પડી શકે છે.

આ પ્રકારના ડેટાને કેટલો સમય સુધી જાળવી રાખવામાં આવશે તે નિર્ધારિત કરવાના માપદંડોમાં નીચે મુજબ છેઃ

  • જ્યાં સુધી તમારી સાથે અમારું જોડાણ ચાલું રહે ત્યાં સુધી અને જ્યાં સુધી અમે તમને સેવા પૂરી પાડવાનું ચાલું રાખીએ એટલા સમયગાળા સુધી (ઉદાહરણ તરીકે, જ્યાં સુધી તમે સેવાઓનો ઉપયોગ કરવાનું ચાલું રાખો)
  • જ્યાં પણ અમારે કાયદાકીય ઉત્તરદાયિત્વોનું પાલન કરવાનું હોય (ઉદાહરણ તરીકે, અમે આવા કોઈ ડેટાને ડીલીટ કરી નાંખીએ તે પહેલાં કેટલાક કાયદા દ્વારા ચોક્કસ સમયગાળા માટે આવા ડેટાને જાળવી રાખવાનું આવશ્યક બનાવવામાં આવ્યું હોય)
  • અમારી કાયદાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રકારના ડેટાને જાળવી રાખવાનું સલાહભર્યું હોય (જેમ કે, મર્યાદાઓ, મુકદમાઓ કે નિયામકીય તપાસના કાનૂન માટે)

જોશ યુઝરની અંગત માહિતી તેને એકઠી કરવા પાછળનો હેતુ સિદ્ધ થઈ જાય ત્યાં સુધી અને જ્યાં સુધી કાયદા દ્વારા આવશ્યક બનાવવામાં આવ્યું હોય ત્યાં સુધી જ પોતાની પાસે જાળવી રાખશે. આ પ્રકારે ડેટાને જાળવી રાખવાનો સમયગાળો સમાપ્ત થઈ જતાં જોશ આ માહિતીને ડીલીટ કરી નાંખશે અથવા તો તેને અનામી બનાવી દેશે કે તેને કોઈ છદ્મનામ આપી દેશે.

10. તમે જોશને તમારા ડેટાનો ઉપયોગ કરતાં કેવી રીતે અટકાવી શકો

  1. જોશ તમારી પ્રાથમિકતાનો આદર કરે છે અને તે અમારા તરફથી થતાં પ્રત્યક્ષ માર્કેટિંગ સંદેશાવ્યવહારને અટકાવવાનો વિકલ્પ પૂરો પાડે છે. તમે અહીં નીચે  જણાવ્યા માંથી કોઇપણ રીતે અમારા તરફથી થતાં પ્રત્યક્ષ માર્કેટિંગ સંદેશાવ્યવહારને બંધ કરી શકો છોઃ
  1. અનસબસ્ક્રાઇબ પર ક્લિક કરો અથવા કોઈ ચોક્કસ વિભાગ, સેવા કે ટીમ તરફથી થઈ રહેલા ઈ-મેઇલ સંદેશાવ્યવહારમાંથી બહાર નીકળી જાઓ;
  2. તમારા એકાઉન્ટમાં લૉગઇન કરો અને તમારી ગુપ્તતાની પસંદગીઓને બદલી નાંખો.
  1. જો તમે માર્કેટિંગને લગતાં સંદેશાવ્યવહારને મેળવવામાંથી બહાર નીકળી જાઓ તેમ છતાં તમને જોશ તરફથી પ્રચાર-પ્રસાર સિવાયના ઈ-મેઇલ/નોટિફિકેશન પ્રાપ્ત થતાં રહેશે, જેમ કે, તમારા એકાઉન્ટ અંગેના ઈ-મેઇલ્સ, પ્લેટફૉર્મ અને/અથવા સેવાઓ સંબંધિત અપડેટેસ અને/અથવા અન્ય કોઈ વ્યાવસાયિક સંદેશાવ્યવહાર.
  2. જો તમે ગુપ્તતા સંબંધિત નીતિ સાથે સંમત ન હો અથવા તો આ નીતિમાં પૂરાં પાડવામાં આવેલા ઉપયોગો માટે તમારી માહિતીને શૅર કરવા માંગતા ન હો તો, તમે તમારા ડીવાઇઝમાંથી આ પ્લેટફૉર્મને ડીલીટ કરીને આ પ્લેટફૉર્મ અને સેવાઓને અનઇન્સ્ટોલ કરી શકો છો અથવા તો તેનો ઉપયોગ કરવાનું બંધ કરી શકો છો.

11. આ ગુપ્તતા સંબંધિત નીતિમાં ફેરફારો અને અપડેટ્સ

અમે સમયાંતરે આ ગુપ્તતા સંબંધિત નીતિને અપડેટ કરી શકીએ છીએ. અમે જ્યારે પણ આ ગુપ્તતા સંબંધિત નીતિને અપડેટ કરીશું ત્યારે તમને આ નીતિની ટોચે છેલ્લે અપડેટ કરવામાં આવ્યાંની તારીખને અપડેટ કરીને તથા ગુપ્તતા સંબંધિત નવી નીતિને પોસ્ટ કરીને અને કાયદા દ્વારા લાગુ કરવામાં આવ્યાં મુજબ અન્ય કોઈ રીતે નોટીસ આપીને આ અંગે જાણ કરીશું. આ નીતિ અપડેટ થયાં પછી જો તમે આ પ્લેટફૉર્મને ઍક્સેસ કરવાનું કે ઉપયોગ કરવાનું ચાલું રાખો છો તો તે આ અપડેટ કરેલી નીતિ તમને સ્વીકાર્ય હોવાનું સૂચવે છે. જો તમે આ અપડેટ થયેલી નીતિ સાથે સંમત ન હો તો, તમારે આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું જોઇએ.

જોશ સમયાંતરે આ ગુપ્તતા સંબંધિત નીતિને અપડેટ કરી શકે છે અને સુધારી શકે છે. આ સુધારેલી નીતિને અહીં પોસ્ટ કરવામાં આવશે. આ ગુપ્તતા સંબંધિત નીતિ અંગે માહિતગાર રહેવા માટે તમને સમયાંતરે આ પેજને ચકાસતા રહેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આથી તમે અહીં એ વાતને સ્વીકારો છો અને સંમત થાઓ છો કે, સમયાંતરે આ ગુપ્તતા સંબંધિત નીતિની સમીક્ષા કરતાં રહેવાની અને તેમાં થયેલા ફેરફારો અંગે વાકેફ રહેવાની જવાબદારી તમારી પોતાની છે. આ ગુપ્તતા સંબંધિત નીતિમાં થયેલા કોઇપણ ફેરફાર સાથે તમે સંમત ન હો તો, તમે આ પ્લેટફૉર્મ અને સેવાઓનો ઉપયોગ કરવામાંથી અને તેને ઍક્સેસ કરવામાંથી દૂર રહી શકો છો. જો તમે આ પ્લેટફૉર્મ અને/અથવા આ સેવાઓનો ઉપયોગ કરવાનું ચાલું રાખો છો તો, તે સૂચવશે કે તમને આ ફેરફારો સ્વીકાર્ય અને માન્ય છે, અને તમે આ સુધારેલી નીતિ સાથે બાધ્ય થઈ જશો.

12. નોટીસ અને ફરિયાદ નિવારણનું તંત્ર

આથી અહીં ખાસ કરીને નોટીસ પાઠવવામાં આવી રહી છે કે, જોશ આ એપ મારફતે ઍક્સેસ કરી શકાતા વિષયવસ્તુ કે જાહેરખબરો માટે સહેજપણ જવાબદાર નથી. જોશ તેની સંપૂર્ણ મુનસફી મુજબ થર્ડ-પાર્ટીના અધિકારોનું ઉલ્લંઘન કરનારા વિષયવસ્તુને તેના પ્લેટફૉર્મ પરથી હટાવવાનો અને/અથવા તેના ઍક્સેસને બંધ કરવાનો અને/અથવા જોશ અને/અથવા અન્ય કોઈ થર્ડ પાર્ટીની બૌદ્ધિક સંપદા કે અન્ય અધિકારોનું ઉલ્લંઘન કરતાં હોય તેવા આ પ્લેટફૉર્મના યુઝરોના ખાતાને બંધ કરી દેવાનો અધિકાર ધરાવે છે.

ફરિયાદનિવારણનું તંત્ર

ફરિયાદો સાથે કામ પાર પાડવા માટે જોશે અહીં નીચે જણાવેલા તંત્રને અમલી બનાવ્યું છેઃ

સેવાની શરતો, કરાર ગુપ્તતા સંબંધિત પૉલિસી અને સામુદાયિક માર્ગદર્શિકાના ઉલ્લંઘન સંબંધિત ફરિયાદો કે ચિંતાઓના મામલે થનારો સંદેશાવ્યવહાર રેસિડેન્ટ ગ્રિવન્સ ઑફિસરને સંબોધીને અહીં ઉલ્લેખિત પ્રક્રિયા મારફતે થઈ શકે છે.

  1. એપ પર જાતે જાણ કરવીઃ તમે કોઇપણ પ્રકારના અપમાનજનક વિષયવસ્તુના મામલે આ એપની અંદર આપવામાં આવેલા કન્ટેન્ટને રીપોર્ટ કરવાના ફીચરનો ઉપયોગ કરીને આવા વિષયવસ્તુ અંગે જાણ કરી શકો છો.
  2. ઈ-મેઇલઃ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અને તેના હેઠળ ઘડવામાં આવેલા નિયમો મુજબ, ફરિયાદનિવારણ અધિકારીની વિગતો અહીં નીચે પૂરી પાડવામાં આવેલી છે.

શ્રી નાગરાજ

ઈ-મેઇલઃ grievance.officer@myJosh.in

  1. વૈકલ્પિક રીતે, અમને અહીં નીચે જણાવેલા સરનામે લખીનેઃ

પ્રતિ,

શ્રી નાગરાજ

ફરિયાદનિવારણ અધિકારી

Ver Se ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ

11મો માળ, વિંગ E, હેલિયોસ બિઝનેસ પાર્ક,

આઉટર રિંગ રોડ, કડ્ડુબીસનહાલી,

બેંગ્લુરુ - 560103, કર્ણાટક, ભારત

અમારા ઉત્પાદનના યુઝરની ફરિયાદ કે તેમના દ્વારા અનુભવવામાં આવતી અન્ય કોઈ સમસ્યાને અહીં નીચે આપેલા ઈ-મેઇલ એડ્રેસ પર ઈ-મેઇલ કરીને સોંપી શકાય છે. આ ફરિયાદમાં આટલી વિગતો હોવી જરૂરી છેઃ (i) સંબંધિત ખાતાધારકનું યુઝરનેમ (ii) નિસબત ધરાવતું ચોક્કસ વિષયવસ્તુ/વીડિયો અને (iii) આ વિષયવસ્તુને હટાવી દેવા માટેની વિનંતી પાછળનું કારણ(ણો).

જોશ આ ફરિયાદનો યોગ્ય રીતે નિકાલ કરી શકે તે માટે આ ફરિયાદમાં તમામ જરૂરી માહિતી હોવી જોઇએ. જોશને પાઠવવામાં આવતી તમામ નોટીસો લેખિતમાં હોવી જોઇએ અને જો તેને રૂબરૂમાં સોંપવામાં આવે કે તેને રજિસ્ટર્ડ મેઇલ મારફતે મોકલવામાં આવે તો તેને યોગ્ય રીતે સોંપવાની રહેશે, પરત રસીદની વિનંતી કરવાની રહેશે અથવા તો ઉપરોક્ત એડ્રેસ કે ઈ-મેઇલ પર તેની નકલ મોકલવાની રહેશે.

આ દસ્તાવેજને આ એપને ઍક્સેસ કરવા કે ઉપયોગમાં લેવા માટે નિયમો અને વિનિયમો, ગુપ્તતા સંબંધિત નીતિ અને શરતોને પ્રકાશિત કરવાનું આવશ્યક બનાવનારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કૉડ), રુલ્સ, 2021ની જોગવાઈઓ અનુસાર પ્રકાશિત કરવામાં આવ્યો છે.

મેં આ યુઝર સંબંધિત કરારની શરતોને વાંચી અને સમજી લીધી છે તથા હું આથી અહીં મારી મરજી મુજબ, તેની સાથે બાધ્ય થવા માટે બિનશરતી રીતે સંમત થાઉં છું.

જો તમને આ ગુપ્તતા સંબંધિત પૉલિસીના સંબંધમાં કોઈ ફરિયાદ કે ચિંતા હોય તો, તમે ઈ-મેઇલ કરીને કે ટપાલ મોકલીને જોશના ફરિયાદનિવારણ અધિકારીનો સંપર્ક કરી શકો છો. તમે વિષયમાં ગુપ્તતા સંબંધિત ફરિયાદ લખીને (ઈ-મેઇલ એડ્રેસ દાખલ કરો) ઈ-મેઇલ એડ્રેસ પર તમારી ફરિયાદને મોકલી શકો છો. તમે ઈ-મેઇલ કે પત્ર મારફતે ઉપરોક્ત માધ્યમો દ્વારા ફરિયાદનિવારણ અધિકારીનો સંપર્ક પણ કરી શકો છો.

tower
inter circlw intercircle intercircle intercircle

Ohh Nooo!

There is no internet connection, please check your connection

TRY AGAIN

Ohh Nooo!

Landscape mode not supported, Please try Portrait.